White Teeth: પીળા દાંતને સાફ કરવા હોય તો ટૂથપેસ્ટમાં આ 5 માંથી કોઈ 1 વસ્તુ ઉમેરી બ્રશ કરવું, દાંત દૂધ જેવા સફેદ થઈ જશે
Teeth Whitening Tips: દાંત પીળા થઈ ગયા હોય તો લોકો સામે હસવા બોલવામાં પણ સંકોચ થાય છે. દાંત ઉપર પીળું પડ અલગ અલગ કારણોના લીધે વધી જાય છે. સફાઈનો અભાવ, દાંતમાં સડો, ઇન્ફેક્શન એમ અલગ અલગ કારણોને લીધે દાંત પીળા પડી જાય છે. પીળા પડેલા દાંતને સાફ કરવા માટે રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે.
લીંબુ
જેમકે નિયમિત રીતે બ્રશ કરો ત્યારે ટૂથપેસ્ટની સાથે બે થી ત્રણ ટીપા લીંબુના રસના ઉમેરી દેવા. ટૂથપેસ્ટ અને લીંબુના રસથી બ્રશ કરશો તો દાંત પીળામાંથી સફેદ થવા લાગશે.
મીઠું
ટુથપેસ્ટમાં મીઠું ઉમેરીને પણ દાંતની સફાઈ કરી શકાય છે તેનાથી દાંત સાફ પણ થશે અને દાંતમાં કેવિટીની સમસ્યા પણ ઓછી થશે.
બેકિંગ સોડા
દાંત પરની પીળાશ દૂર કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકાય છે. બ્રશ કરતી વખતે ટૂથપેસ્ટમાં બેકિંગ સોડા છાંટી દેવાથી દાંત સારી રીતે સાફ થાય છે.
સરસવનું તેલ
દાંતમાં દુખાવો હોય અને દાંત પીળા પણ હોય તો દાંતને ચમકાવવા માટે અને દુખાવો દૂર કરવા માટે સરસવનું તેલ બેસ્ટ છે. સરસવના તેલમાં થોડું મીઠું અને ટૂથપેસ્ટ મિક્સ કરી તેનાથી દાંત સાફ કરવા.
ઓરલ હાઈજીન
આ ઉપાયો કરવાની સાથે ઓરલ હાઇજિનનું પણ ખાસ ધ્યાન રાખો. જેમકે નિયમિત બે ટાઈમ બ્રશ કરવું. દિવસમાં બેથી ત્રણ વખત પાણીમાં મીઠું ઉમેરીને કોગળા કરવા.
Trending Photos