IND vs ENG: આજની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાંથી વિરાટ કોહલી બહાર, રોહિત શર્માએ જણાવ્યું ચોંકાવનારું કારણ

નાગપુરમાં આજે ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે પ્રથમ વનડે મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમમાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે જેણે ફેન્સને ચોંકાવી દીધા છે. 

IND vs ENG: આજની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાંથી વિરાટ કોહલી બહાર, રોહિત શર્માએ જણાવ્યું ચોંકાવનારું કારણ

ભારતીય ટીમને ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ વનડે મેચમાં મોટો ફટકો પડ્યો  છે કારણ કે વિરાટ કોહલી પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થયો છે. કેપ્ટન રોહિત શર્માએ નાગપુર વનડેમાં ટોસ દરમિયાન તેની પાછળનું કારણ પણ જણાવ્યું. મેચમાં બે મોટા ફેરફાર જોવા મળ્યા. અત્રે જણાવવાનું કે ઈંગ્લેન્ડ સામેની પહેલી વનડે આજે નાગપુર ખાતે રમાઈ રહી છે. બપોરે 1.30 વાગે મેચ શરૂ થઈ છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું છે જ્યારે ભારત બોલિંગ કરશે. 

ટીમમાં બે મોટા ફેરફાર
ટેસ્ટમાં ઓપનિંગ કરીને રનો ખડકી દેનારા યશસ્વી જયસ્વાલ અને કોલકાતા નાઈટરાઈટ રાઈડર્સને ચેમ્પિયન બનાવવામાં સિંહફાળો આપીને ટી20 મેચમાં એન્ટ્રી મેળવનારા હર્ષિત રાણાનું વનડે ડેબ્યુ થયું છે. જ્યારે વિરાટ કોહલી પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થયો છે. 

શું કહ્યું રોહિત શર્માએ
ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ અંગે કહ્યું કે અમે પહેલા બોલિંગ કરવા માંગતા હતા પરંતુ તેનાથી કોઈ ખાસ ફરક પડતો નથી. શરૂઆતમાં બોલ સાથે આક્રમક થવું જરૂરી છે અને પછી બાદમાં સારું પ્રદર્શન કરવાની જરૂર છે. થોડા સમય માટે આરામ મળવો સારી વાત છે, આ એક નવી શરૂઆત છે અને સારું પ્રદર્શન કરવાની આ એક શાનદાર તક છે. થોડા સમય માટે રમી શકવું ખુબ મહત્વપૂર્ણ છે જે પણ તક આપણી પાસે છે તેનો વધુમાં વધુ લાભ ઉઠાવવાની કોશિશ કરો. 

વિરાટ કોહલી કેમ નથી મેચમાં?
ટોસ હાર્યા બાદ જ્યારે રોહિત શર્માને પ્લેઈંગ 11 વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, યશસ્વી જયસ્વાલ અને હર્ષિત રાણા ડેબ્યુ કરી રહ્યા છે. દુર્ભાગ્યથી વિરાટ રમી રહ્યો નથી. તેને ગઈ કાલે રાતે ઘૂંટણમાં સમસ્યા હતી. અત્રે જણાવવાનું કે વિરાટ કોહલીએ પોતાના જમણા ઘૂંટણ પર પટ્ટી  બાંધી રાખી છે અને ટીમની સાથે અભ્યાસ સત્રમાં સામેલ થવા દરમિયાન સાવધાનીથી ચાલતો જોવા મળી રહ્યો હતો. 

ભારતની પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐય્યર, શુભમન ગિલ, કે એલ રાહુલ (વિકેટ કિપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી

ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
બેન ડકેટ, ફિલિપ સોલ્ટ (વિકેટ કિપર), જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જેકબ બેથેલ, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રશિદ, સાકિબ મહેમૂદ. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news