ગળામાં ચેન પહેરીને નીકળો છો? તમારી બાજુમાં હોઈ શકે છે ચોર, એક મહિનાથી આ ગેંગનો તરખાટ

વલસાડ પોલીસે ચેન સ્નેચિંગની ઘટનાઓમાં સક્રિય એક મોટી ગેંગના બે સાગરિતોને ઝડપી પાડ્યા છે. એસપી કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી બી.એન. દવેના માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજી ટીમે આ કામગીરી કરી છે.

ગળામાં ચેન પહેરીને નીકળો છો? તમારી બાજુમાં હોઈ શકે છે ચોર, એક મહિનાથી આ ગેંગનો તરખાટ

નિલેશ જોશી/વાપી: વલસાડ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી તરખાટ મચાવતી એક ચેનસ્નેચિંગ ગેંગને વલસાડ જિલ્લા પોલીસે દબોચી લીધી છે. જોકે ઝડપાયેલા આરોપીઓ પાસેથી દેશી તમંચા જેવા હથિયારો પણ મળી આવ્યા છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગવી ઢબે પૂછપરછ કરતા 7થી વધુ ગુનાઓ ના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. આ આંતરરાજ્ય ગેંગ ઉત્તરપ્રદેશ સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ અનેક ગુનાઓને અંજારમાં આપી ચૂકી છે. 

વલસાડ જિલ્લામાં છેલ્લા એક મહિનામાં સ્નેચિંગ અને ચોરીના બનાવ વધી રહ્યા હતા. આથી પોલીસે આ ચોર તસ્કર ચેન સનેચિંગ ગેંગને ઝડપવા પ્રયાસો હાથ ધર્યા હતા..એવામાં વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં અતુલ વિસ્તારમાંથી રસ્તેથી પસાર થતી બે મહિલાઓને રોકી એક બાઈક પર આવેલા બાઈક સવારો એ મહિલાના ગળામાંથી સોનાના ચેન આંચકી અને ફરાર થઈ રહ્યા હતા .મહિલાઓએ બૂમાબૂમ કરતા લોકોએ આ બંને બાઈક સવારોને ઝડપવા પ્રયાસ કરતા તેઓએ દેશી ચમંચા જેવું હથિયાર બતાવી અને લોકોને ધમકાવી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. 

અતુલમાં બનેલી આ ઘટનાના થોડા દિવસ બાદ વલસાડના તિથલ રોડ પર થી પસાર થતી મહિલા ના પાછળથી આવેલા બે બાઈક સવારે એક મહિલાના ગળામાંથી સોનાની ચેન ખેંચી અને ફરાર થવાનો પ્રયાસ કરે છે. જોકે મહિલાએ ચેન ને પકડી રાખતા આ ચેન તૂટી ગઈ હતી અને અડધી ચેન બાઇક સવારના હાથમાં રહી ગઈ હતી. જ્યારે અડધી ચેન મહિલાના હાથમાં રહી હતી. એ વખતે વલસાડના તિથલ તિથલમાં પણ બનેલી આ ઘટનામાં લોકોએ રોકવા પ્રતિકાર કરતા આ બાઈક સવારોએ હથિયાર બતાવી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. એક મહિનામાં જ હથિયારો બતાવી ચેંન શનેચિંગ ની બે ઘટનાઓ એક સમાન બનતા વલસાડ જિલ્લા પોલીસ દોડતી થઈ હતી. 

આમ પોલીસને એક પછી ચેન સ્નેચિંગની ઘટનાઓ બનતા વલસાડ પોલીસે આ ગેંગને ઝડપવા પ્રયાસ હાથ ધર્યા હતા..આરોપીઓ સુધી પહોંચવા પોલીસે બંને ઘટના સ્થળે થી આસપાસના 500 થી વધારે સીસીટીવી ચેક કર્યા હતા. અને હ્યુમન ઇન્ટેલિજન્સ સાથે બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરી આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી હતી.. અને પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા મળી ..વાપીના ડુંગરા વિસ્તારમાંથી આ ગુનાઓ માં વપરાયેલું એક બાઈક મળી આવ્યું હતું. વધુ તપાસ કરતા દેશી તમંચો પણ મળી આવ્યો હતો. આથી પોલીસ આરોપીઓની માહિતી મળી હતી એ દરમિયાન વલસાડના ભીલાડ ચેકપોસ્ટ નજીકથી એક બાઈક પર પસાર થતા બે બાઈક સવારોને રોકી તપાસ કરતા તેમની પાસેથી દેશી તમંચા જેવું હથિયાર મળી આવ્યું હતું. 

પૂછપરછ કરતા જિલ્લામાં ચેન સ્નેચિંગની બની રહેલી ગુનાઓનો ભેદ પોલીસને ઉકેલવામાં સફળતા મળી હતી .આરોપીઓ સૌપ્રથમ કોઈ બાઈકની ચોરી કરતા હતા અને ચોરીની બાઈક પર જ તેઓ ગુનાને અંજામ આપવા જતા હતા. અને લોકોને ડરાવવા ધમકાવવા તેઓએ ઉત્તર પ્રદેશથી દેશી તમંચા જેવું હથિયાર પણ મંગાવ્યું હતું .અને ઘટના વખતે લોકો પ્રતિકાર કરે તો આ દેશી તમંચા જેવા હથિયારો બતાવી લોકોને ડરાવી ધમકાવી અને ઘટના સ્થળે થી ફરાર થઈ જતા હોવાનું અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં આતમ શાહની અને મોહમ્મદ હનીફ ઉર્ફે મુન્ના જે બંને આરોપીઓ નો ગુનાહિત ભૂતકાળ પણ છે. આતમ શાહાની વિરુદ્ધ ઉત્તરપ્રદેશના ગોરખપુર સહિત અન્ય જિલ્લાઓમાં પણ 20 થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે મુન્ના વિરુદ્ધ પણ પોલીસ ચોપડે કારનામા નોંધાઈ ચૂક્યા હોવાનું બહાર આવ્યું છે. જોકે ઉત્તર પ્રદેશમાં ગુનાઓની સંખ્યા વધતા તેઓએ ગુજરાતમાં પડાવ નાખ્યો હતો. અને વલસાડ અને આસપાસના વિસ્તારમાં ગુનાઓ ને અંજામ આપતા હતા. 

આરોપીઓની પૂછપરછ કરી કુલ 7 ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. આરોપીઓ હજુ પોલીસ રિમાન્ડ હેઠળ છે .આથી આગળની તપાસમાં પણ વધુ ગુનાઓના ભેદ ઉકેલવાની શક્યતાઓ જોવાઈ રહી છે. એક મહિનાથી વલસાડ જિલ્લા ભરની પોલીસને ફંફાવનાર ઉત્તર પ્રદેશની આ ખૂંખાર ગેંગ ના 2 સાગરીતો પોલીસના હાથે લાગ્યા છે. જોકે હજુ બે આરોપીઓ વોન્ટેડ છે.. તેમને પણ ઝડપવા પોલીસે તમામ દિશામાં તપાસ તેજ કરી છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news