કોના પ્રેમમાં છે આમિર ખાન? અભિનેતાની મિસ્ટ્રી ગર્લ વિશે ચોંકાવનારી વાત સામે આવી, જાણો નામ

બોલીવુડના પરફેક્શનિસ્ટ આમિર ખાનની લાઈફમાં રીના દત્તા, કિરણ રાવ બાદ હવે નવા લેડી લવનું આગમન થયું છે. મીડિયા રિપોર્ટ મુજબ આ લેડીલવનું નામ પણ જાહેર થયું છે અને તે ક્યાંના છે તે પણ સામે આવ્યું છે. વધુ વિગતો જાણો. 

કોના પ્રેમમાં છે આમિર ખાન? અભિનેતાની મિસ્ટ્રી ગર્લ વિશે ચોંકાવનારી વાત સામે આવી, જાણો નામ

આમિર ખાન વિશે પહેલા એવા સમાચાર આવ્યા હતા કે તેમની લાઈફમાં કોઈ લેડીલવની એન્ટ્રી થઈ ગઈ છે. જો કે ત્યારે રિપોર્ટમાં આ લેડી લવનું નામ સામે આવ્યું નહતું. પરંતુ હવે નામ પણ જાણવા મળ્યું છે. એ પણ ખબર પડી ગઈ છે કે તેનું બોલીવુડ સાથે કોઈ કનેક્શન નથી. 

કોણ છે આમિર ખાનની લેડીલવ
પિંકવિલાના રિપોર્ટ મુજબ આમિર ખાનની લેડીલવનું નામ ગૌરી છે. તે બેંગ્લુરુથી છે અને બોલીવુડ સાથે કોઈ  કનેક્શન નથી. જો કે આમિર ખાને પોતાની રિલેશનશીપને પ્રાઈવેટ રાખવાનું વિચાર્યું છે અને આ અંગે કોઈ જ નિવેદન આપી રહ્યા નથી કે આ બધુ સાચું છે કે નહીં. વેબસાઈટે આમિરના સ્પોક્સપર્સન સાથે પણ વાત કરવાની કોશિશ કરી, પરંતુ ત્યાંથી રિસ્પોન્સ આવ્યો નથી. 

અત્રે જણાવવાનું કે તે પહેલા એવા સમાચાર આવ્યા હતા કે આમિરે લેડી લવને પરિવાર સાથે મુલાકાત કરાવી છે અને બધા તેને મળીને  ખુશ છે. 

આમિરની લવ લાઈફ
આમિર ખાનની લવ લાઈફ વિશે વાત કરીએ તો તેમણે રીના દત્તા સાથે 1986માં લગ્ન કર્યા હતા. બંનેના 2 સંતાન પુત્ર જુનૈદ અને પુત્રી આઈરા ખાન. જો કે ડિવોર્સ થયા અને બંને અલગ થયા. ત્યારબાદ આમિરે વર્ષ 2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. બંનને આઝાદ નામનો પુત્ર છે. આમિરના ભલે રીના અને કિરણ સાથે ડિવોર્સ થઈ ગયા હોય પરંતુ તેમની સાથે આમિરનું બોન્ડિંગ આજે પણ ખુબ સારું છે. જ્યારે રીના અને કિરણ પણ આમિરને પર્સનલી અને પ્રોફેશનલી ખુબ સપોર્ટ કરે છે. 

પ્રોફેશનલ લાઈફ
આમિરની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે છેલ્લે લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મમાં જોવા મળ્યા હતા જે બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાઈ હતી. હવે આમિર સિતારે ઝમીન પર ફિલ્મથી વાપસી કરી રહ્યા છે અને ફેન્સ આ ફિલ્મ માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news