અમેરિકાએ ભારતીયોને પ્લેનમાં સાંકળથી બાંધીને કેમ મોકલ્યા? વિદેશમંત્રીએ આપ્યો જવાબ

અમેરિકાએ 104 ભારતીયોને ડિપોર્ટ કર્યા જેઓ સૈન્ય વિમાનમાં ભારત આવ્યા. આ બધા વચ્ચે ડિપોર્ટ કરાયેલા ભારતીયોને હાથકડી પહેરાવીને પગમાં બેડી બાંધીને મોકલવામા ંઆવતા ભારે હંગામો મચ્યો છે. વિદેશમંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં આ અંગે જવાબ આપ્યો. જાણો શું કહ્યું. 

અમેરિકાએ ભારતીયોને પ્લેનમાં સાંકળથી બાંધીને કેમ મોકલ્યા? વિદેશમંત્રીએ આપ્યો જવાબ

અમેરિકાથી ભારતીયોની વાપસી અંગે સંસદમાં મચેલી બબાલને શાંત કરવા માટે વિદેશમંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં નિવેદન આપ્યું અને સાથે સાથે એ પણ જણાવ્યું કે આ તમામ ભારતીયોને કેમ અમેરિકી વાયુસેનાના વિમાનમાં હાથ પગ બાંધીને બેસાડવામાં આવ્યા હતા? એસ જયશંકરે જણાવ્યું કે આ તમામ દેશોની જવાબદારી છે કે જો તેમના નાગરિક વિદેશમાં ગેરકાયદેસર રીતે રહેતા મળી આવે તો તેમને પાછા લઈ લેવા જોઈએ. એસ જયશંકરે વધુમાં કહ્યું કે અમેરિકામાં લોકોને પાછા મોકલવાની (ડિપોર્ટ કરવાનું) પ્રક્રિયા ત્યાંની ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) ઓથોરિટી કરે છે. 

— ANI (@ANI) February 6, 2025

કેમ હાથ પગ બાંધવામાં આવ્યા?
ભારતીયોને સાંકળથી હાથ પગ બાંધવા અંગે મચેલા વિવાદ પર બોલતા તેમણે કહ્યું કે, 2012થી લાગૂ એક નિયમ મુજબ જ્યારે લોકોને વિમાનથી પાછા મોકલવામાં આવે છે ત્યારે તેમને સુરક્ષા માટે બાંધીને (રિસ્ટ્રેન) રાખવામાં આવે છે. પરંતુ ICE એ અમને જણાવ્યું છે કે મહિલાઓ અને બાળકો આ પ્રક્રિયાથી મુક્ત હોય છે. એટલે કે તેમને બાંધવામાં આવતા નથી. જો કે એસ જયશંકરે વધુમાં કહ્યું કે અમે અમેરિકી સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ જેથી કરીને એ સુનિશ્ચિત કરી શકાય કે પાછા ફરનારા લોકો સાથે કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર ન થાય. 

— ANI (@ANI) February 6, 2025

અમેરિકાથી ભારત પાછા લાવવામાં આવેલા 104 ભારતીયો મુદ્દે વિદેશ મંત્રી જયશંકરે સંસદમાં કહ્યું કે ગેરકાયદે પ્રવાસીઓને ડિપોર્ટ કરવાનો આ મામલો કોઈ નવો નથી. અમેરિકી નિયમો મુજબ આ રીતે ભારતીયોને મોકલવામાં આવ્યા છે. વિદેશમંત્રીએ કહ્યું કે ડિપોર્ટેશનનો નિયમ કોઈ નવો નથી. અનેક વર્ષોથી આવું થાય છે. 2012થી જ આ નિયમ લાગૂ છે. દરેક દેશમાં લોકોની રાષ્ટ્રીયતાની તપાસ થાય છે. 

આંકડા ગણાવ્યા
તેમણે 2009થી અત્યાર સુધીના આંકડા પણ ગણાવ્યા અને કહ્યું કે દર વર્ષે ગેરકાયદે અપ્રવાસીઓને પાછા મોકલવામાં આવે છે. અમેરિકા ડિપોર્ટેશનનું કામ ICI વિભાગ હેઠળ કરે છે. આ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર 2012થી જ પ્રભાવી છે. લીગલ મોબિલિટીને પ્રોત્સાહન આપવું અને ગેરકાયદેસર રીતે વિદેશ જતા લોકોને રોકવા એ અમારી સામૂહિક જવાબદારી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news