30 વર્ષ બાદ ત્રિગ્રહી યોગ બનવાથી આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, સૂર્ય, બુધ અને શનિની રહેશે વિશેષ કૃપા
Trigrahi Yog in Kundli: વૈદિક જ્યોતિષ અનુસાર 30 વર્ષ બાદ કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે. જેનાથી ત્રણ રાશિના જાતકો માટે ધનલાભ અને પ્રગતિનો યોગ બની રહ્યો છે.
ત્રિગ્રહી યોગ
વૈદિક જ્યોતિષ અનુસાર ફેબ્રુઆરીમાં ગ્રહોના રાજા સૂર્ય, વેપારના દાતા બુધ અને કર્મફળ દાતા શનિનો ત્રિગ્રહી યોગ બનશે. તમને જણાવી દઈએ કે આ યોગ લગભગ 30 વર્ષ બાદ બની રહ્યો છે. તો સૂર્ય, શનિ અને બુધ જેવા ત્રણ મોટા ગ્રહોના એક સાથે એક રાશિમાં ગોચર કરવાથી અદ્ભુત સંયોગ માનવામાં આવી રહ્યો છે. આ પ્રભાવશાળી સંયોગથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ જાતકો માટે આકસ્મિક ધનલાભની સાથે પ્રગતિનો યોગ બની રહ્યો છે. આવો આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ.
મેષ રાશિ
તમારા લોકો માટે ત્રિગ્રહી યોગ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી આવક અને લાભ સ્થાન પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. નોકરી શોધી રહેલા લોકોને શુભ સમાચાર મળી શકે છે. કાર્યસ્થળ પર પ્રમોશન સાથે પગાર વધારાનો યોગ છે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ સમયે રોકાણથી લાભનો યોગ બનશે. આ દરમિયાન તમને મિત્રોના માધ્યમથી પણ લાભ થશે. સમાજમાં માન-સન્માન વધશે. પિતાનો સહયોગ પ્રાપ્ત થશે.
મિથુન રાશિ
ત્રિગ્રહી યોગ મિથુન રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી નવમ ભાવ પર બનવા જઈ રહ્યો છે. આ સમયે તમને ભાગ્યનો સાથ મળશે. યાત્રાનો યોગ બની રહ્યો છે. માનસિક સ્વાસ્થ્ય સારૂ રહેશે. સરકારી ક્ષેત્રે જોડાયેલા લોકોને મોટી જવાબદારી મળી શકે છે. આ દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે. તમને માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે છે. આ દરમિયાન તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો.
ધન રાશિ
તમારા લોકો માટે ત્રિગ્રહી યોગ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી ત્રીજા ભાવ પર બનવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. સાથે જે લોકોનો કામ-કારોબાર વિદેશથી જોડાયેલો છે, તેને સારો લાભ થઈ શકે છે. સરકારી નોકરીની તૈયારી કરતા લોકોને શુભ સમાચાર મળી શકે છે. આ સમય તમારા માટે શુભ છે. તેનો લાભ ઉઠાવો. આર્થિક સ્થિતિમાં સુધાર થશે. યુવાઓને કરિયરમાં આગળ વધવાની તક મળશે અને રોકાણ માટે યોગ્ય સમય છે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos