છગ્ગાથી ફેનને વાગ્યો બોલ, રોહિત શર્માએ ગિફ્ટ કરી ઓટોગ્રાફવાળી હેટ

બર્મિઁઘમમાં રમાયેલી ભારત અને બાંગ્લાદેશ મેચ દરમિયાન રોહિત શર્માએ છગ્ગો ફટકાર્યો. બોલ સ્ટેડિયમમાં હાજર મીના નામની ભારતીય ફેનને વાગ્યો. મેચ પૂરી થયા બાદ રોહિતે મીનાને પીળા કલરની હેટ ગિફ્ટ કરી. 
 

છગ્ગાથી ફેનને વાગ્યો બોલ, રોહિત શર્માએ ગિફ્ટ કરી ઓટોગ્રાફવાળી હેટ

નવી દિલ્હીઃ વિશ્વ કપ ટૂર્નામેન્ટમાં ભારત-બાંગ્લાદેશ મેચમાં ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ 92 બોલમાં શાનદાર 104 રન ફટકાર્યા હતા. તેણે મેચ દરમિયાન 7 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. પરંતુ તેનાથી અલગ આ મેચમાં કંઇક એવું થયું જેથી રોહિતની દરિયાદિલીની ખૂબ ચર્ચા થઈ રહી છે. 

હકીકતમાં રોહિતે મેચ દરમિયાન એક સિક્સ ફટકારી તો બોલ જઈને સીધો મીના નામની એક ભારતીય ફેનને વાગ્યો. મેચ પૂરી થયા બાદ રોહિતને જ્યારે તેની જાણકારી મળી તોતે મીનાની પાસે પહોંચ્યો અને તેની ખબર પૂછી. એટલું જ નહીં રોહિતે તેને પોતાની ઓટોગ્રાફ કરેલી કેપ ભેટમાં આપી. રોહિતે થોડી મસ્તી કરતા મીનાને કેચ પકડવાની રીત જણાવતો પણ દેખાયો જેથી ભવિષ્યમાં ફરી આવી દુર્ઘટનાનો શિકાર ન થાય. આ બધાથી મીના ખૂબ ખુશ જોવા મળી હતી. 

— ANI (@ANI) July 2, 2019

બીસીસીઆઈએ શેર કરી તસ્વીર
બીસીસીઆઈએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલથી આ મુલાકાતની તસ્વીર શેર કરી છે અને તેની સાથે લખ્યું છે- રોહિતની સિક્સથી ઈજાગ્રસ્ત થયેલી યુવતી અને દયાળુ ઓપનરે તેની મુલાકાત કરી અંતર-ખબર પૂછ્યા અને તેને ઓટોગ્રાફ્ડ હેટ આપી. 

— BCCI (@BCCI) July 2, 2019

મહત્વનું છે કે હાલમાં રોહિત શર્મા શાનદાર ફોર્મમાં છે. તે વિશ્વકપમાં 4 સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ સિવાય તે વિશ્વકપ 2019મા સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ટોપ પર છે. એટલું જ નહીં રોહિત શર્માના નામે વનડેમાં 230 છગ્ગા પણ છે અને તેણે વનડેમાં ધોનીના 228 છગ્ગાનો રેકોર્ડ તોડી દીધો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news