BCCIના પૂર્વ અધ્યક્ષ અને ડાલમિયાના મેન્ટર બિશ્વનાથ દત્તનું નિધન

બિશ્વનાથ દત્તને જ ડાલમિયાને ક્રિકેટ વહીવટમાં લાવવાનો શ્રેય જાય છે. 
 

BCCIના પૂર્વ અધ્યક્ષ અને ડાલમિયાના મેન્ટર બિશ્વનાથ દત્તનું નિધન

કોલકત્તાઃ બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ બિશ્વનાથ દત્તનું ફેફસાના રોગને કારણે સોમવારે નિધન થઈ ગયું છે. દત્ત 1982 થી 1988 સુધી બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રહ્યાં અને ત્યારબાદ અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું. બિશ્વનાથે 1988થી 1990 સુધી બીસીસીઆઈના અધ્યક્ષના રૂપમાં કાર્ય કર્યું હતું. તેમને જગમોહન ડાલમિયાના મેન્ટરના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. 

વિશ્વનાથ દત્ત 92 વર્ષના હતા. બિશ્વનાથ સીએબી (ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ)ના પણ પ્રમુખ રહી ચુક્યા છે. તે આઈએફએ (ઈન્ડિયન ફુટબોલ એસોસિએશન)ના પણ અધ્યક્ષ રહ્યાં હતા. તેમના પરિવારમાં પુત્રી અને પુત્ર સુબ્રત દત્તા છે જે અખિલ ભારતીય ફુટબોલ મહાસંઘ (એઆઈએફએફ)ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ છે. 

સુબ્રત દત્તાએ કહ્યું, મૂત્રાશયમાં ચેપથી દસ સપ્ટેમ્બરે તેમને બીમારી શરૂ થઈ. એક સપ્તાહની અંદર તેમના ફેફસામાં ચેપ લાગી ગયો અને તેમાંથી તે બહાર ન આવી શક્યા. તેમનું અમારા આવાસ (ભવાનીપુર)માં સવારે ચાર કલાક અને સાત મિનિટ પર નિધન થયું હતું. તેઓ આગામી 10 ઓક્ટોબરે 93 વર્ષના થવાના હતા. 

ડાલમિયાના રહ્યાં હતા મેન્ટર
ફુટબોલ અને ક્રિકેટ બંન્નેમાં કુશળ વહીવટકર્તામાંથી એક દત્તે ડાલમિયાને ક્રિકેટ પ્રશાસનમાં લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ડાલમિયાએ પણ સ્વીકાર કર્યો હતો કે તેમણે દત્ત પાસેથી ક્રિકેટના પાઠ ભણ્યા હતા. દત્તાએ એકવાર જણાવ્યું હતું કે કેમ ડાલમિયાએ 1970માં કોલકત્તા હાઈકોર્ટમાં તેમનું ધ્યાન ખેંચ્યું હતું. ડાલમિયાએ આઈએફ વિરુદ્ધ એક કેસમાં જજને પોતાના તર્કોથી પ્રભાવિત કર્યા અને કેસ જીતી લીધો હતો. 

પરંતુ બંન્ને ગુરૂ ચેલા વચ્ચે સંબંધોમાં મતભેદ આવ્યા જ્યારે ડાલમિયાએ દત્તાને છોડીને 1990ના બીસીસીઆઈના અધ્યક્ષની ચૂંટણીમાં કોંગ્રેસના માધવરાવ સિંધિયાનું સમર્થન કરી દીધું હતું. ડાલમિયાનું 20 સપ્ટેમ્બર 2015માં કોલકત્તામાં નિધન થયું હતું. 

કોલકત્તાના મેદાન માટે પિતૃતુલ્ય હતા દત્તા
ડાલમિયાના પુત્ર અને ક્રિકેટ એસોસિએશનના સંયુક્ત સચિવ અવિષેક ડાલમિયાએ કહ્યું, આ મારા માટે મોટી વ્યક્તિગત ક્ષતિ છે, અમારા પરિવાર વચ્ચે એક અલગ સંબંધ હતો. તેઓ સંપૂર્ણ કોલકત્તા મેદાન માટે પિતૃતુલ્ય હતા. પૂર્વ એઆઈએફએફ સચિવ અશોક ઘોષે દત્તાના સચિવ રહેતા ભારતીય ફુટબોલ એસોસિએશનમાં પોતાનું કેરિયર સચિવ તરીકે શરૂ કર્યું હતું. ઘોષે નેહરૂ ગોલ્ડ કેપ જેવી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટનું ભારતમાં આયોજન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news