માર્ચ મહિનાથી આ 5 રાશિવાળા પર શરૂ થશે શનિની સાડા સાતી અને ઢૈય્યા, ઉપાધિના પોટલા આવશે, રોવાનો વારો આવશે!

Shani Gochar: માર્ચના એન્ડમાં શનિનું મહાગોચર થઈ રહ્યું છે. શનિના મહાગોચરની  સાથે જ કેટલીક રાશિઓ માટે દુખના દહાડા શરૂ થઈ શકે છે કારણ કે તેમણે શનિની સાડા સાતી અને ઢૈય્યાની અસર ભોગવવી પડી શકે છે. 

માર્ચ મહિનાથી આ 5 રાશિવાળા પર શરૂ થશે શનિની સાડા સાતી અને ઢૈય્યા, ઉપાધિના પોટલા આવશે, રોવાનો વારો આવશે!

Shani Dhaiya 2025: જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ક્રૂર ગ્રહનો દરજ્જો મળેલો છે. કારણ કે શનિ ન્યાયના દેવતા છે અને ખરાબ  કર્મો કરનારાઓને દંડ આપે છે. આ સાથે જ 9 ગ્રહોમાંથી ફક્ત શનિ એક માત્ર ગ્રહ છે જેને સાડા સાતી અને ઢૈય્યા જેવી વિશેષ દશાઓ પણ હોય છે. જે રાશિ પર શનિની સાડા સાતી અને ઢૈય્યા હોય તેમના પર શનિની વિશેષ નજર હોય છે. આ દરમિયાન શનિની અસર કઈક વધુ રહેતી હોય છે. વર્ષ 2025માં માર્ચ મહિનાના અંતમાં શનિ મીન રાશિમાં ગોચર કરશે. જેના કારણે કેટલીક રાશિઓ પર શનિની ઢૈય્યા, સાડા સાતી શરૂ થશે. 

29 માર્ચના રોજ શનિનું ગોચર
શનિ ગ્રહ  અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે છે. વર્ષ 2025માં શનિ મહાગોચર કરશે. 29 માર્ચના રોજ શનિ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે શનિ રાશિ પરિવર્તન કરે છે ત્યારે 3 રાશિઓ પર શનિની સાડા સાતી અને 2 રાશિ પર શનિની ઢૈય્યા લાગે છે. શનિ જે રાશિમાં પ્રવેશ કરે છે તેના પર અને તેનાથી એક આગળની રાશિ અને એક પાછળની રાશિ પર સાડા સાતી હોય છે. સાડા સાતીના 3 તબક્કા હોય છે. દરેક તબક્કો અઢી વર્ષનો હોય છે. સાડા સાતીના બીજા તબક્કામાં શનિ સૌથી વધુ કષ્ટ આપે છે. 

જ્યારે શનિ ગોચર બાદ શનિ જે રાશિથી ચોથા અને આઠમા ભાવમાં હોય ત્યારે તે રાશિ પર શનિની ઢૈય્યા શરૂ થઈ જાય છે. વર્ષ 2025માં શનિના મીન રાશિમાં પ્રવેશ કરવાથી 3 રાશિઓ પર શનિની સાડા સાતી રહેશે. 

કુંભ રાશિ
શનિના રાશિ પરિવર્તનથી કુંભ રાશિ પર શનિની સાડા સાતીનો ત્રીજો અને અંતિમ તબક્કો શરૂ થઈ જશે. તેનાથી તેમને અનેક સમસ્યાઓથી રાહત મળશે. તણાવ દૂર થશે અને આર્થિક તંગી દૂર થશે. 

મીન રાશિ
શનિના રાશિ પરિવર્તન કરીને મીન રાશિમાં આવવાથી મીન રાશિ પર શનિની સાડા સાતીનો બીજો ત બક્કો શરૂ થઈ જશે. આ ખુબ જ કષ્ટકારી હોય છે. આ દરમિયાન સંયમથી કામ લો. રોકાણ પણ સમજી વિચારીને કરો. કોઈ પણ ખરાબ કામ ન કરો. નશાથી દૂર રહો. વાહન સાવધાનીથી ચલાવો. 

મેષ રાશિ
શનિના રાશિ પરિવર્તન કરવાથી મેષ રાશિ પર શનિની સાડા સાતીનો પહેલો તબક્કો શરૂ થશે. તેનાથી મેષ રાશિવાળાના જીવનમાં અનેક પ્રકારના કષ્ટ આવી શકે છે. કરિયર, આર્થિક સ્થિતિ, રિલેશનશીપ વગેરે મામલાઓમાં સતર્ક રહેવું. 

આ રાશિઓ પર શનિની ઢૈય્યા

સિંહ રાશિ
29 માર્ચના રોજ શનિનું રાશિ પરિવર્તન સિહ રાશિના જાતકો પર શનિની ઢૈય્યાની શરૂઆત કરાવશે. આ સમય આ લોકોને કરિયરમાં હાનિ, આર્થિક નુકસા કરાવી શકે છે. 

ધનુ રાશિ
ધનુ રાશિ ઉપર પણ શનિની ઢૈય્યા શરૂ થઈ જશે. આ અઢી વર્ષમાં ખોટા કામ કરવાથી બચો. તમે વધુ મહેનત કરશો અને ફળ ઓછું મળશે. પરંતુ હાર ન માનતા. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news