કોણ છે મૂળ ગુજરાતી કાશ પટેલની 18 વર્ષ નાની ગર્લફ્રેન્ડ? આ જોડી પર કેમ છે આટલી ચર્ચા?
Kash Patel girlfriend: કાશ પટેલ અને એલેક્સિસ વિલ્કિન્સ વચ્ચેના સંબંધો હાલ અહેવાલોમાં છે. તે કાશ પટેલથી 18 વર્ષ નાની છે. નવી ટ્રમ્પ સરકારના વહીવટીતંત્રમાં એક તરફ કાશ પટેલની રાજકીય કારકિર્દી ચરમસીમાએ છે, તો બીજી તરફ એલેક્સિસ પોતાની મ્યૂઝિક લાઈફને આગળ વધારી રહી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના કશ પટેલને FBIના નવા વડા તરીકે નિયુક્ત કર્યા છે. કાશ પટેલ આ દિવસોમાં માત્ર તેમની નિમણૂક માટે જ નહીં પરંતુ તેમની અંગત જિંદગીને કારણે પણ ચર્ચામાં છે. હાલમાં જ તેમની ગર્લફ્રેન્ડ એલેક્સિસ વિલ્કિન્સ અહેવાલોમાં આવી છે. 26 વર્ષીય મ્યુઝિક સ્ટાર અને પ્રેસ સેક્રેટરીને સૌપ્રથમ ત્યારે નજરે પડી જ્યારે તે સેનેટની ન્યાયિક સમિતિની સુનાવણી દરમિયાન કાશ પટેલની પાછળ બેઠેલી જોવા મળી હતી. ત્યારથી મીડિયામાં તેમની અને પટેલની જોડીની ખૂબ ચર્ચા થઈ રહી છે.
કોણ છે એલેક્સિસ વિલ્કિંસ?
ખરેખર એલેક્સિસ વિલ્કિન્સ એક કન્ટ્રી મ્યૂઝિક સંગીત છે. આ ઉપરાંત તે કેપિટલ હિલમાં એક રાજનેતાની પ્રેસ સેક્રેટરી તરીકે પણ કામ કરી રહી છે. તેમનો જન્મ 3 નવેમ્બર 1999ના રોજ થયો હતો. તેમના પિતાએ કોરિયન યુદ્ધ દરમિયાન યુએસ નેવીમાં સેવા આપી હતી અને તેઓ આર્મેનિયન ઇમિગ્રન્ટ્સના પુત્ર હતા, જેઓ સતાવણીથી બચવા માટે અમેરિકા ગયા હતા. તેમનું બાળપણ સ્વિટ્ઝર્લેન્ડ અને ઈંગ્લેન્ડમાં વિત્યું હતું, પરંતુ તે પછીથી અમેરિકાના અર્કાસસ અને પછી નિશવિલે, ટેનેસીમાં આવીને સ્થાયી થયા હતા.
કેવી રીતે થઈ કાશ પટેલ સાથે મુલાકાત?
ડેઇલી મેઇલના એક અહેવાલ મુજબ કાશ પટેલ અને એલેક્સિસ વિલ્કિન્સ ઓક્ટોબર 2022માં ‘ReAwaken America’ નામની રાષ્ટ્રવાદી ખ્રિસ્તી પરિષદમાં મળ્યા હતા. આ કાર્યક્રમમાં કટ્ટરપંથી દક્ષિણપંથી વિચારધારા ધરાવતા નેતાઓ ભાગ લે છે. આ મુલાકાત પછી બંને વચ્ચે નિકટતા વધી અને તેઓ જાન્યુઆરી 2023 થી ડેટ કરી રહ્યા છે.
સીંગર અને રાજકારણમાં સફળતાની સફર
વિલ્કિન્સે તેનું પહેલું ગીત આઠ વર્ષની ઉંમરે લખ્યું હતું. તેમણે બેલમોન્ટ યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA) માં ડિગ્રી મેળવી, જ્યાં તેમને વિલિયમ્સ મુરે રાઈટિંગ એવોર્ડ પણ મળ્યો. તેમની પ્રથમ સિંગલ 'હોલ્ડિન' ઓન 2020 માં રિલીઝ થઈ હતી અને તેમની EP 'ગ્રિટ' iTunes પર ચોથો નંબર પ્રાપ્ત કર્યો.. તેમનું ગીત 'કંટ્રી બેક' આઇટ્યુન્સ કન્ટ્રી ચાર્ટમાં બીજા ક્રમે રહ્યું હતું.
સંગીતથી રાજકારણ સુધીની સફર
માત્ર સંગીતમાં જ નહીં પરંતુ વિલ્કિન્સે રાજકારણમાં પણ પોતાની ઓળખ બનાવી છે. તે અમેરિકામાં યુવાનોમાં જાગૃતિ લાવવા માટે 'યંગ અમેરિકાઝ ફાઉન્ડેશન' (YAF) કાર્યક્રમોમાં વક્તા રહી છે અને કેલિફોર્નિયામાં રેગન રાંચ જેવા રૂઢિચુસ્ત કેન્દ્રોમાં ભાષણો પણ આપી ચૂકી છે. તે જ્હોન વેઈન કેન્સર ફાઉન્ડેશન સાથે સંકળાયેલી છે અને વોરિયર રાઉન્ડ્સ સંસ્થા દ્વારા લશ્કરી અનુભવીઓને મદદ કરવા ગીતો પણ લખે છે.
હવે કેપિટોલ હિલમાં પણ નવી જવાબદારી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર હવે એલેક્સિસ વિલ્કિન્સે અમેરિકન રિપબ્લિકન નેતા અબ્રાહમ હમાદેહ માટે પ્રેસ સેક્રેટરીની ભૂમિકા સંભાળી છે. જો કે, તેમણે પોતાની સંગીત કારકિર્દી ચાલુ રાખવાનું નક્કી કર્યું છે અને વોશિંગ્ટન ડીસી અને નેશવિલ વચ્ચે સફર કરતી રહેશે.
કાશ પટેલની પૃષ્ઠભૂમિ
ભારતીય મૂળના કાશ પટેલ અમેરિકન નાગરિક છે. તેમનો જન્મ 1980માં ન્યૂયોર્કના ગાર્ડન સિટીમાં થયો હતો. તેમના માતા-પિતા ગુજરાતી ઇમિગ્રન્ટ્સ હતા. તેમને ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના માનવામાં આવે છે અને તેમના વહીવટમાં સંરક્ષણ અને ગુપ્તચર વિભાગોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. હવે ટ્રમ્પે તેમને FBI ડાયરેક્ટર પદ માટે નોમિનેટ કર્યા છે.
આ જોડી પર કેમ છે આટલી ચર્ચા?
ઉંમરમાં 18 વર્ષનો તફાવત હોવા છતાં કાશ પટેલ અને એલેક્સિસ વિલ્કિન્સ વચ્ચેના સંબંધો અહેવાલોમાં રહે છે. એક તરફ ટ્રમ્પના સમર્થનથી કાશ પટેલની રાજકીય કારકિર્દી ચરમસીમાએ છે, તો બીજી તરફ એલેક્સિસ તેના સંગીત અને રાજકીય વિશ્વને સંતુલિત કરી રહ્યા છે. તેમની જોડી માત્ર વ્યક્તિગત જ નહીં પરંતુ રાજકીય દૃષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
Trending Photos