વર્ષો બાદ બોલીવુડ અભિનેત્રી મમતા કુલકર્ણીનો મોટો ખુલાસો, કહ્યું; 'હું તેમની સાથે તે કરવા માંગતી નહોતી...'

Mamta Kulkarni એ કરણ અર્જુનના શુટિંગ દરમિયાનનો એક કિસ્સો જણાવ્યો છે. અભિનેત્રીએ કહ્યું કે શૂટિંગ દરમિયાન કઈક એવું થયું હતું કે સલમાન ખાને મારા મોઢા પર દરવાજો બંધ કરી દીધો હતો. અભિનેત્રીનું આ નિવેદન લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.

વર્ષો બાદ બોલીવુડ અભિનેત્રી મમતા કુલકર્ણીનો મોટો ખુલાસો, કહ્યું; 'હું તેમની સાથે તે કરવા માંગતી નહોતી...'

Mamta Kulkarni on Salman Khan SRK: 90ના દશકની અભિનેત્રી મમતા કુલકર્ણી હાલ એક પછી એક ધડાકા કરી રહી છે. અભિનેત્રી હાલમાં એક ખાનગી ચેનલના શોમાં આવી હતી. તે દરમિયાન અભિનેત્રીએ સલમાન ખાન અને શાહરૂખ ખાનને લઈને એવી એવી વાતો જણાવી છે કે તેમનું નિવેદન ક્ષણભરમાં જબરદસ્ત વાઈરલ થઈ રહ્યું છે. તેમાં અભિનેત્રીએ જણાવ્યું કે કેવી રીતે સલમાને તેમના મોઢા પર દરવાજો બંધ કરી દીધો હતો.

ચિન્ની પ્રકાશ હતા કોરિયાગ્રાફર
મમલા કુલકર્ણીએ 1995માં આવેલી ફિલ્મ કરણ અર્જુનના શૂટિંગ દરમિયાનનો એક કિસ્સો વર્ણવ્યો છે. અભિનેત્રીએ કહ્યું કે ચિન્ની પ્રકાશ આ ફિલ્મને કોરિયોગ્રાફર હતા. શાહરૂખ અને સલમાન બન્ને શૂટ પર ગયા હતા. હું એકલી બેઠી હતી. લગભગ અડધો કલાક બાદ ચિન્ની પ્રકાશના આસિસ્ટેન્ટે દરવાજો નોક કર્યો. મેં પુછ્યું શું થયું તો તેમણે કહ્યું કે માસ્ટરજીએ તમને બોલાવ્યા છે.

તે કાંપી રહ્યા હતા...
હું ઉપર ગઈ, જ્યાં સીડીઓ હતી. જ્યારે હું સીડીઓ ચઢી રહી હતી ત્યારે સલમાન અને શાહરૂખ મારી પાસેથી પસાર થયા. લગભગ 8 વાગ્યા હશે હું માસ્ટરજી પાસે ગઈ. તેમણે મને કહ્યું કે આ અમુક સ્ટેપ્સ છે, તે તું એકલી કરીશ. મેં કહ્યું કે આ તમે શું કરી રહ્યા છો. બીજા દિવસે મારો પહેલો શોટ હતો. મારો પહેલો શોટ અપ્રૂવ થઈ ગયો.'

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TIPS (@tips)

મોઢા પર દરવાજો બંધ કરી દીધો..
મમતાએ વધુમાં જણાવ્યું કે, મેં જોયું શાહરૂખ અને સલમાન મને છૂપાઈને જોઈ રહ્યા હતા. બીજો શોટ તેમનો હતો. તેમણે ઘૂંટણ પર બેસીને સ્ટેપ કરવાના હતા. ત્યાં 5000 લોકો હતા. આ બન્ને જણાંએ ઘણા રિટેક્સ કર્યા. એટલે સુધી કે ડાયરેક્ટર ગુસ્સે પણ થયા. અમે બધા તાત્કાલિક રૂમમાં દોડીને ચાલ્યા ગયા. મને ખબર હતી તે એક દિવસ પહેલા સાંજે તે મારી સાથે મઝાક કરી રહ્યા હતા. પરંતુ હું તેમની સાથે તે કરવા માંગતી નહોતી. જ્યારે હું તેમની પાસે ગઈ તો સલમાન ખાને મને રોકી અને મારા મોઢા પર દરવાજો બંધ કરી દીધો. આટલું થયું હતું બસ...

મમતાએ કહ્યું કે સલમાન ખાન ઘણા નોટી છે અને હું ઘણી પન્ટુઅલ. તે હંમેશાં મને ટીજ કરતા હતા અને હું કહેતી હતી કે ચુપ થઈ જાવ સલમાન...'
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news