Background Noise: ફોન કોલ દરમિયાન ખરખર અવાજ આવે છે ? ફોનમાં રહેલું આ બટન ઓન કરી દેશો તો ડિર્સ્ટબન્સ દુર થઈ જશે

Background Noise: ઘણીવાર ફોનમાં કોલિંગ દરમિયાન ખરખરનો અવાજ આવવા લાગે છે. આવું થાય તો એમ ન સમજો કે તમારો ફોન ખરાબ છે. આ સમસ્યાને દુર કરવા દરેક સ્માર્ટફોનમાં એક ફીચર આપેલું હોય છે. જેનો ઉપયોગ કેવી રીતે કરવો ચાલો તમને જણાવીએ. 

Background Noise: ફોન કોલ દરમિયાન ખરખર અવાજ આવે છે ? ફોનમાં રહેલું આ બટન ઓન કરી દેશો તો ડિર્સ્ટબન્સ દુર થઈ જશે

Background Noise: સ્માર્ટફોનની મદદથી રોજના કામ ગણતરીની સેકન્ડમાં થવા લાગ્યા છે. બેંકનું ટ્રાન્ઝેક્શન હોય કે કેબ બુકિંગ, ઘરની વસ્તુ લેવી હોય કે કપડાની શોપિંગ.. દરેક કામ સ્માર્ટફોનના માધ્યમથી ઝડપથી થઈ જાય છે. તેથી જ સ્માર્ટફોન દરેક વ્યક્તિ માટે મહત્વની જરૂરિયાત બની ગયા છે. 

સ્માર્ટફોનનો ઉપયોગ સૌથી વધારે એકબીજાના સંપર્કમાં રહેવા માટે કરવામાં આવે છે. લોકો કોલ કરીને ગણતરીને મિનિટોમાં દુનિયાના કોઈપણ છેડે વાત કરી શકે છે. કોલિંગ માટે ખૂબ જ જરૂરી સ્માર્ટફોનમાં ક્યારેક એક વિચિત્ર સમસ્યા થઈ જાય છે. આ સમસ્યા થાય ત્યારે મોટાભાગના લોકો એવું માને છે કે ફોન ખરાબ થઈ ગયો છે અથવા તો ફોનનું સ્પીકર બગડી ગયું છે. આ સમસ્યા છે કોલ કરતી વખતે બેકગ્રાઉન્ડ ડિસ્ટર્બન્સ. 

ઘણા લોકો તમને ફોન કરે ત્યારે અચાનક જ ખરખરનો અવાજ સંભળાવવા લાગે છે. આ બેકગ્રાઉન્ડ ડિસ્ટર્બન્સ દૂર કરવા માટે ફોન બદલવાની કે ફોનને રીપેર કરવાની જરૂર નથી પડતી. ફોનમાં જ રહેલા એક સેટિંગની મદદથી તમે આ સમસ્યાને દૂર કરી શકો છો. કોલિંગ દરમિયાન આવતા વિચિત્ર અવાજને દૂર કરવા માટે થર્ડ પાર્ટી એપની મદદ લેવાની પણ જરૂર નથી. દરેક સ્માર્ટફોનમાં એક ફીચર આપવામાં આવેલું હોય છે જેને ઉપયોગમાં લેવાથી ફોનમાં આવતો અવાજ બંધ થઈ જાય છે. 

સ્માર્ટફોનમાં ક્લીયર કોલ નામનું ફીચર હોય છે. જેની મદદથી બેકગ્રાઉન્ડનો નોઈસ દૂર કરી શકાય છે આ ફીચરનો ઉપયોગ એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર પણ કરી શકે છે. આ ફીચરનો ઉપયોગ કરવાથી ભીડભાળવાળી જગ્યામાં પણ તમે સરળતાથી વાત સાંભળી શકશો અને કોઈપણ પ્રકારનું ડિસ્ટર્બન્સ નહીં આવે. 

આ સેટિંગને એક્ટિવ કરવા માટે સ્માર્ટફોનના સેટિંગમાં જવું. ત્યાર પછી સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન ઓપ્શન ક્લિક કરવું. આ ઓપ્શનમાં તમને ક્લિયર વોઇસ નામનું એક બટન દેખાશે. નોઈસ રીમુવ કરવા માટે તમારે આ બટન ઓન કરી દેવાનું રહેશે. આ બટન ઓન કર્યા પછી વોઇસ ડિસ્ટર્બન્સ દૂર થઈ જશે. ઘણા સ્માર્ટફોન એવા હોય છે જેમાં આ ફીચર કોલિંગ દરમિયાન હોમ સ્ક્રીન પર જ દેખાઈ જાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news