તો શું ચેમ્પિયન્સ ટ્રોફી નહીં રમે બુમરાહ? આ ખેલાડીના વન-ડે ડેબ્યૂથી મળ્યો મોટો સંકેત
Champions Trophy 2025: ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ માટે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમવું મુશ્કેલ માનવામાં આવે છે. જેનું મુખ્ય કારણ પૂર્વ ભારતીય ક્રિકેટરે જણાવ્યું છે.
Trending Photos
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા એક મોટા સમાચાર મળી રહ્યા છે. જી હા... ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ હાલ રમાઈ રહી છે. સીરિઝની પ્રથમ મેચ નાગપુરમાં રમાઈ હતી, જેમાં ઝડપી બોલર હર્ષિત રાણાને વનડેમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. બીજી તરફ ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર છે, હાલમાં આ વનડે સીરીઝમાં બુમરાહના રમવાની કોઈ શક્યતા દેખાઈ રહી નથી. જ્યારે, હર્ષિત રાણાના વનડેમાં ડેબ્યૂને લઈને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ જસપ્રિત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાં નહીં રમે તેવી સંભાવના વ્યક્ત કરી છે.
શું ચેમ્પિયન્સ ટ્રોફી નહીં રમે બુમરાહ?
જસપ્રીત બુમરાહ બોર્ડર ગાવસ્કર ટ્રોફી દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે બુમરાહને સિરીઝની છેલ્લી ટેસ્ટમાં મેદાનની બહાર બેસવું પડ્યું હતું. બુમરાહ તાજેતરમાં પીઠમાં સ્નાયુઓ ખેંચાણથી પીડાઈ રહ્યો છે. જેના કારણે તેણે ઈંગ્લેન્ડ સાથે રમાયેલી ટી-20 સિરીઝ ગુમાવવી પડી હતી. હવે વનડે સીરિઝમાં પણ તેનું રમવું લગભગ મુશ્કેલ માનવામાં આવે છે.
Virat Kohli congratulating Yashasvi Jaiswal & Harshit Rana & hugging them on ODI debut for India.❤️
- King Kohli is always there for youngsters..!!!! 🐐 pic.twitter.com/9wEJpkVL8v
— Cric Lover (@cricloverforu) February 7, 2025
બુમરાહને લઈને હવે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ કહ્યું છે કે, "હર્ષિત રાણાના ડેબ્યૂથી મને લાગે છે કે જસપ્રિત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઉપલબ્ધ થવાની શક્યતાઓ ઘણી ઓછી છે. તમે વિચારી રહ્યા છો કે જો બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાં નથી અને તમારે હર્ષિતને લેવો પડશે કારણ કે તે આ સમયે સિરાજથી આગળ છે, તો તેને ડેબ્યૂ કર્યા વિના લેવાથી તમારા હૃદયની ધડકનો વધી જશે. હર્ષિતનું ડેબ્યૂ મને સંકેત આપી રહ્યું છું કે બુમરાહ ટીમમાં નહીં હોય.
Akash Chopra and Suresh Raina talking on team selection in Champions Trophy. pic.twitter.com/hUopIByAcR
— Aashutosh Goswami (@imAashutoshh) February 6, 2025
ડેબ્યૂ મેચમાં રાણાએ 3 વિકેટ લીધી
પ્રથમ વનડે મેચ નાગપુરમાં રમાઈ હતી. આ મેચમાં ફાસ્ટ બોલર હર્ષિત રાણા અને યશસ્વી જયસ્વાલે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું. જયસ્વાલ માટે ડેબ્યૂ મેચ કંઈ ખાસ ન હતી, પરંતુ હર્ષિત રાણાએ ચોક્કસપણે યાદગાર રેકોર્ડ બનાવ્યા હતા. જો કે આ મેચમાં પોતાની બોલિંગ દરમિયાન હર્ષિત મોંઘો બોલર સાબિત થયો. ડેબ્યૂ મેચમાં હર્ષિતે 7 ઓવરમાં 57 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે