શું સાંકળથી બાંધીને તગેડી મૂકાયેલા ભારતીયો પાછા વિદેશ જઈ શકશે? તાબડતોડ એક્શન થશે શરૂ!

Deported Indians: અમેરિકાએ હાથમાં હાથકડી, પગમાં અને કમરમાં સાંકળો બાંધીને જે ભારતીયોને ડિપોર્ટ કર્યા છે તેમના ભાવિનું શું? શું તેઓ ક્યારેય હવે પાછા વિદેશ જઈ શકશે? આ મામલે કોના પર તાબડતોડ કાર્યવાહી થઈ શકે છે?

શું સાંકળથી બાંધીને તગેડી મૂકાયેલા ભારતીયો પાછા વિદેશ જઈ શકશે? તાબડતોડ એક્શન થશે શરૂ!

America Illegal Immigration: અમેરિકાએ ગેરકાયદે પ્રવાસી ભારતીયોને સાંકળોમાં બાંધીને ભારત પાછા મોકલી દીધા પરંતુ હવે આગળ શું? જે પ્રકારે ટ્રમ્પ સરકારે સેનાના પ્લેનમાં ભારતીયોને અમૃતસર છોડ્યા, તેનાથી આખા દેશમાં ખાસ કરીને વિપક્ષમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે સવાલ એ છે કે દસ્તાવેજો વગરનાઆ ભારતીયો વિરુદ્ધ ભાતમાં પણ કોઈ કાર્યવાહી થશે? શું તેઓ પાછા વિદેશ જઈ શકશે?

અમેરિકી સરકાર ગેરકાયદે પ્રવાસીઓને 'એલિયન' તરીકે સંબોધી રહી છે. જેનાથી તેમનો એ સંદેશો તો સ્પષ્ટ છે કે એવા લોકોની ઓળખ કરવામાં આવશે અને તેમને દેશની બહાર એટલે કે ડિપોર્ટ કરી દેવાશે. બીજી બાજુ ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે સંસદમાં જણાવ્યું છે કે ભારત સરકાર ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન સાથે સક્રિય રીતે સંપર્કમાં છે અને એ સુનિશ્ચિત થઈ રહ્યું છે કે ડિપોર્ટેડ પ્રવાસી ભારતીયો સાથે દુર્વ્યવ્હાર ન કરવામાં આવે. 

ડિપોર્ટ કરાયેલા ભારતીયો સામે હવે શું?
ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ મુજબ વરિષ્ઠ વકીલ અને દિલ્હી બાર કાઉન્સિલના ચેરમેન કે. કે. મેનને કહ્યું કે જ્યાં સુધી ડિપોર્ટ કરાયેલા લોકો ફેક દસ્તાવેજો સાથે મુસાફરી ન કરે, ભારતમાં કોઈ કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે નહીં. એટલે કે જ્યાં સુધી તેમની પાસે યોગ્ય ભારતીય પાસપોર્ટ હોય અને તેમણે પોતાના કાયદેસર દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હશે તો તેમણે ચિંતા કરવાની જરૂર નથી. 

તેમણે કહ્યું કે જો કોઈએ પણ ફેક કે ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હશે કે કોઈ અન્યના પાસપોર્ટમાં પોતાની તસવીર જોડી હશે કે પાસપોર્ટ પર પોતાનું નામ/જન્મતારીખ કે અન્ય જાણકારી ડંકી રૂટ માટે બદલી હશે તો તેમણે પાસપોર્ટ એક્ટ હેઠળ કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. એવું નથી કે તેઓ પોતાના દેશમાં પાછા આવી ગયા અને ઘરે જઈ શકે છે. 

કેપ્ટન અમરિન્દર સિંહ સરકાર સમયે પંજાબના પૂર્વ મહાધિવક્તા રહી ચૂકેલા વરિષ્ટ વકીલ અતુલ નંદાએ કહ્યું કે એ વાતની બહુ ઓછી સંભાવના છે કે આ લોકો નકલી દસ્તાવેજો બનાવવામાં સામેલ હશે કારણ કે આવામાં મોટા ભાગના લોકો વધુ ભણેલા નથી અને ગરીબ પરિવારોમાંથી આવે છે. 

આવા મામલાઓ પર કામ કરતા એડવોકેટ કમલેશ મિશ્રાએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું કે જ્યાં સુધી ડિપોર્ટેડ ભારતીયોને દેશમાં કોઈ પણ ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યા ન હોય કે તેઓ ભારતમાં કોઈ પણ પાસપોર્ટ ફ્રોડમાં સામેલ નહોય ત્યાં સુધી ડિપોર્ટેડ ભારતીયો પર કોઈ કેસ ચલાવી શકાય નહીં. મિશ્રાએ કહ્યું કે તેમને સ્વદેશ પાછા મોકલી દેવાયા છે. વધુમાં વધુ એ ચકાસણી કરવા માટે તેમની પૂછપરછ થઈ શકે છે કે શું દેશ છોડવા માટે તેમના દસ્તાવેજો યોગ્ય હતા?

શું તેઓ પાછા જઈ શકે?
વરિષ્ઠ વકીલોનું સ્પષ્ટ કહેવું છે કે જે લોકોને ગેરકાયદે પ્રવાસીઓ તરીકે ડિપોર્ટ કરાયા છે તેઓ પાછા જઈ શકે નહીં. એડવોકેટ નંદા કહે છે કે જ્યારે પણ તમે વિઝા ફોર્મ ભરો છો ત્યારે તેમાં એક કોલમહોય છે કે જેમાં પૂછવામાં આવે છે કે શું તમને ડિપોર્ટ કરાયા છે? એકવાર ડિપોર્ટ થયા હોવાનો ધબ્બો લાગ્યા બાદ મોટાભાગના દેશ તેમને વિઝા આપશે નહીં. 
તેમણે વધુમાં કહ્યું કે ખાસ કરીને અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન જેવા  દેશ એવા કોઈ પણ વ્યક્તિને વિઝા નહીં આપે તેમને ગેરકાયદે પ્રવાસી તરીકે ડિપોર્ટ કરાયા હશે. 

અમેરિકી દૂતાવાસની વેબસાઈટ મુજબ કોઈ પણ વ્યક્તિ જેને ડિપોર્ટ કરાયો છે તેની પરિસ્થિતિઓના આધારે 10 વર્ષ સુધીના વિઝા માટે ફરીથી અરજી કરવાથી પ્રતિબંધિત કરી શકાય છે. કેટલાક કેસોમાં જ છૂટ આપી શકાય છે. અમેરિકી વિદેશ વિભાગ મુજબ જે ગેરકાયદે 'એલિયન્સ' ને ડિપોર્ટ કરાયા છે તેઓ ઓછામાં ઓછા 5 વર્ષ માટે વિઝા માટે અરજી કરી શકે નહીં. 

ભારતમાં કોના પર એક્શન થશે?
વકીલોનું કહેવું છે કે અમેરિકી સરકારની આ કાર્યવાહી બાદ ભારતમાં એવા ટ્રાવેલ એજન્ટો વિરુદ્ધ તાબડતોડ  કાર્યવાહી જોવા મળી શકે છે જે આવા લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલે છે. તેના બદલામાં ખુબ પૈસા પડાવે છે. કેકે મેનન અંતમાં કહે છે કે ગેરકાયદે પ્રવાસીઓને તેમના દેશમાં પાછા મોકલવાનો દરેક દેશનો હક છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news