Jaya Ekadashi 2025: કઈ તારીખે છે જયા એકાદશી ? સાંજના સમયે કરી લેજો આ કામ, દુર થઈ જશે પૈસાની તંગી
Jaya Ekadashi 2025: મહા મહિનાની એકાદશીને જયા એકાદશી પણ કહેવાય છે. આ એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. આ દિવસે સાંજે એક ઉપાય કરી લેવામાં આવે તો જીવનની આર્થિક સમસ્યાઓ દુર થઈ શકે છે.
Trending Photos
Jaya Ekadashi 2025: મહા મહિનાની એકાદશીને જયા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વ્રત રાખવાની પરંપરા છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરીને વ્રત કરનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે. હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે જયા એકાદશીનું વ્રત 8 ફેબ્રુઆરી 2025 અને શનિવારે રાખવામાં આવશે. આ એકાદશીના દિવસે જો કેટલાક દિવ્ય ઉપાય કરી લેવામાં આવે તો વ્યક્તિનું ભાગ્ય બદલી જાય છે તેવી પણ માન્યતા છે. આજે તમને જયા એકાદશીના દિવસે કરવાના 4 ઉપાય જણાવીએ. એકાદશીની સાંજે આ ચારમાંથી કોઈ એક ઉપાય પણ કરી લેશો તો ઘરમાં પૈસાની તંગી ક્યારેય ઊભી નહીં થાય. તમારું કામ ભગવાન પાર પાડી દેશે.
જયા એકાદશીના ચમત્કારી ઉપાય
1. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે કરજથી છુટકારો મેળવવા માંગો છો તો જયા એકાદશીના દિવસે તાંબાના લોટામાં પાણી ભરી તેમાં ખાંડ ઉમેરીને પીપળાના ઝાડમાં ચડાવો. પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. જયા એકાદશીના દિવસે આ ઉપાય કરવાથી શ્રી હરિની કૃપાથી કરજ મુક્તિ મળશે.
2. ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાય તે માટે જયા એકાદશીના દિવસે તુલસીની 11 પરિક્રમા કરવી અને ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવું. તુલસીમાં પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે આ દિવસે તુલસી નીચે દીવો કરીને પરિક્રમા કરવાથી સુખ સમૃદ્ધિ વધે છે.
3. ઘરમાં જો પૈસાની તંગી રહેતી હોય તો સંધ્યા સમયે તુલસીની સામે નવ વાટનો દીવો કરો. સાથે જ માતા લક્ષ્મીના મંત્રનો જાપ કરો. માન્યતા છે કે જે વ્યક્તિ જયા એકાદશીના દિવસે આ ઉપાય કરે છે તેનું આર્થિક સંકટ દૂર થઈ જાય છે.
4. જયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પંચામૃતથી અભિષેક કરાવો. સાથે જ તેમને તુલસી અર્પણ કરો. આ દિવસે આ કામ કરવાથી નોકરી સંબંધિત સમસ્યા દૂર થાય છે.
શાસ્ત્રો અનુસાર જયા એકાદશીના દિવસે ઘરમાં તુલસીનો છોડ વાવવો પણ શુભ અને લાભકારી રહે છે. ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં તુલસીનો છોડ આ દિવસે રાખશો તો ઘરમાં સમૃદ્ધિ દિવસને દિવસે વધતી રહેશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે