મધરાતે હાઈ વોલ્ટેજ ડ્રામા, ખોળામાં બેઠી હતી રશિયન યુવતી....પછી જે થયું, Video જોઈ ચોંકી જશો

રાયપુરમાં એક રશિયન યુવતીએ મધરાતે એવી ધમાલ કરી કે બધુ શાંત કરતા પોલીસને નાકે દમ આવી ગયો. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જુઓ વાયરલ Video.

મધરાતે હાઈ વોલ્ટેજ ડ્રામા, ખોળામાં બેઠી હતી રશિયન યુવતી....પછી જે થયું, Video જોઈ ચોંકી જશો

છત્તીસગઢની રાજધાની રાયપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક પૂરપાટ ઝડપે દોડતી કારે સ્કૂટી પર સવાર 3 લોકોને ટક્કર મારી દીધી. આ મામલો ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે બધાને ખબર પડી કે હાઈ સ્પીડથી દોડતી કાર એક રશિયન છોકરી દોડાવી રહી હતી અને તે પણ તેના સાથીના ખોળામાં બેસીને. અકસમાત બાદ ઘટનાસ્થળે નશાની હાલતમાં રશિયન છોકરીએ  ખુબ હંગામો પણ કર્યો. આ મામલાને શાંત કરવામાં પોલીસે ભારે જદ્દોજહેમત કરવી પડી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

અડધી રાતે યુવતીનો હંગામો
વાયરલ થઈ રહેલા વીડિયોમાં અકસ્માત બાદ રશિયન છોકરીએ ઘટનાસ્થળે મધરાતે હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો. વીડિયોમાં રશિયન છોકરી નશામાં ધૂત જોવા મળી રહી છે અને કહે છે કે તેણે કોઈ ભૂલ કરી નથી. સ્કૂટીને ટક્કર મારવા છતાં રશિયન યુવતી અને તેનો સાથી પોતાની ભૂલ માનતા નથી અને સતત હાજર લોકો અને પોલીસ સાથે દલીલ કરી રહ્યા છે. જો કે ભારે જદ્દોજહેમત બાદ પોલીસે આ હંગામો કાબૂમાં લીધો અને નશાની હાલતમાં ગાડી ચલાવી રહેલા બંનેની ધરપકડ કરી. 

🔶 नशे में धुत होकर स्कूटी सवार को मारी टक्कर, टक्कर के बाद तीन युवक हुए घायल

🔶 प्रत्यक्षदर्शियों के मुताबिक हादसे के समय कार चालक की गोद में वह लड़की बैठी थी#Raipur #Chhattisgarh pic.twitter.com/uDW9pbWQwJ

— Zee Business (@ZeeBusiness) February 7, 2025

પોલીસે જણાવ્યું કે રશિયન છોકરી તેના સાથી યુવકના ખોળામાં બેસીને ગાડી ચલાવી રહી હતી. બંને નશામાં હતા. તેનાથી અંદાજો લગાવી શકાય કે આ અકસ્માત કેમ અને કેવી રીતે થયો હશે. 

આ અકસ્માતમાં સ્કૂટી સવાર 3 યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઘાયલોની સ્થિતિ નાજુક છે. અકસ્માતની સૂચના મળતા જ પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચી ગઈ અને સૌથી પહેલા ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા. ત્યારબાદ રશિયન યુવતી અને તેના સાથીની ધરપકડ કરી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news