Negative Thoughts: એકલા પડો એટલે મનમાં ખરાબ વિચારો આવવા લાગે છે? ખોટા વિચારોને દુર કરી દેશે આ 5 કામ

Get Rid Of Negative Mindset: જો તમારા મનમાં સતત ખરાબ વિચારો આવતા હશે તો તમારી માનસિકતા ખરાબ થવા લાગશે. આ સ્થિતિમાં તમે જીવનમાં એકલા પડી શકો છો. તેથી જ સમય રહેતા પોતાના માઈન્ડસેટને બદલી દો.

Negative Thoughts: એકલા પડો એટલે મનમાં ખરાબ વિચારો આવવા લાગે છે? ખોટા વિચારોને દુર કરી દેશે આ 5 કામ

Get Rid Of Negative Mindset: શું તમારા મનમાં સતત નેગેટિવ વિચાર આવે છે ? કોઈ વાતને લઈને તમે સતત ખરાબ વિચાર કરો છો ? તમે પોતે આ વાત જાણો છો તેમ છતાં ખરાબ વિચારોને કંટ્રોલ નથી કરી શકતા ? આ સમસ્યા હોય તો તુરંત જ આ પાંચ કામ કરવાની શરૂઆત કરી દો. કારણ કે નકારાત્મક માઈન્ડ સેટ તમારા વ્યક્તિત્વ અને સંબંધોને ખરાબ રીતે અસર કરી શકે છે. નકારાત્મક વિચાર જીવનને બરબાદ કરી નાખે છે. જે વ્યક્તિ સતત નકારાત્મક વિચારે છે તે જીવનમાં આગળ વધી શકતી નથી અને તેનો આત્મવિશ્વાસ પણ ઘટી જાય છે. 

સતત નકારાત્મક વિચારતી વ્યક્તિ સ્ટ્રેસ, ડિપ્રેશન જેવી સમસ્યાથી ઘેરાયેલી રહે છે અને સાથે જ તે જીવનમાં હંમેશા એકલતામાં રહે છે કારણ કે સતત ખરાબ વિચારતા લોકોની આસપાસ કોઈને રહેવું પસંદ નથી. જે લોકોના મનમાં સતત ખરાબ વિચારો આવતા હોય તેઓ પોતે પણ નેગેટિવ વિચારોથી કંટાળી જાય છે પરંતુ તેમને ખબર નથી હોતી કે તે પોતાના વિચારોને પોઝિટિવ કેવી રીતે કરી શકે? વિચારોને નેગેટિવ થી પોઝિટિવ કરવા ખૂબ જ સરળ છે. તેના માટે તમારે આ પાંચ ટીપ્સને આજથી જ ફોલો કરવાની છે. જો તમે આ પાંચ કામ કરી લેશો તો તમારી નકારાત્મક વિચારસરણી બદલી જશે અને તમારા મનમાં પણ પોઝિટિવ વિચારો જ આવશે. 

નકારાત્મક વિચાર દૂર કરવાની 5 ટીપ્સ 

મેડીટેશન કરો 

સૌથી પહેલા તો નકારાત્મક વિચારોને દૂર કરવા માટે માનસિક સ્વાસ્થ્ય સારું હોવું જરૂરી છે અને તેને સુધારવા માટે રોજ સવારે જલ્દી જાગી જવું અને થોડીવાર મેડીટેશન કરવું. જો તમે મેડીટેશન કરતા ન હોય તો શરૂઆત 5 મિનિટથી પણ કરો. જરૂરી નથી કે રોજ તમે કલાકો સુધી મેડીટેશન કરી શકો. પાંચ મિનિટથી કરેલી શરૂઆત પણ ધીરે ધીરે વિચારોમાં પરિવર્તન લાવશે. 

નેગેટીવ વાતો કરનારથી દૂર રહો 

આપણી આસપાસ ઘણા એવા લોકો હોય છે જે પોતે નકારાત્મક વિચારે છે અને તમારા પર નકારાત્મકતાની અસર ઝડપથી થઈ શકે છે. તેથી આવા લોકોને ઓળખો અને તેમનાથી દૂર રહો. નેગેટીવ વાતો કરતા અને વિચારતા લોકોની સાથે રહેવા કરતા એકલું રહેવું સારું. નકારાત્મક વિચારસરણીના લોકોની સાથે રહેવાને બદલે હસમુખ સ્વભાવના અને પોઝિટિવ વિચારતા લોકો સાથે ફ્રેન્ડશીપ કરો. 

પુસ્તકો વાંચો 

મનમાંથી નકારાત્મક વિચારોને દૂર કરવા માટે સારા પુસ્તકો વાંચવાની ટેવ પાડો. શરૂઆતમાં એવા પુસ્તકો વાંચો જે નેગેટિવિટી ને દૂર કરવાની પ્રેરણા આપતા હોય. પોઝિટિવ વિચારોને પ્રોત્સાહિત કરે તેવા પુસ્તકો વાંચવાથી પણ તમે વિચારસરણીને બદલી શકો છો. જો તમે ફોન નો ઉપયોગ કરતા હોય તો ફોનમાં સકારાત્મક વિચારો અને કોટ્સ વાંચવાનું રાખો. 

સ્માઈલ કરો 

આખો દિવસ ખોટા વિચારો કરીને ઉદાસ રહેવાને બદલે દિવસ દરમિયાન હસતું મોઢું રાખો. જે ભૂલ ભૂતકાળમાં થઈ ગઈ છે તેને લઈને વર્તમાનમાં પણ અફસોસ કરવો નહીં. જે થયું તેને ભૂલી જાવ અને આજના સમયમાં ખુશ રહો. સવારે જાગીને પાંચ મિનિટ માટે અરીસા સામે બેસીને હસવું. આ સિવાય કોમેડી ફિલ્મો જોવાની આદત પાડો તેનાથી પણ મન હળવું થશે. 

શોખ પૂરા કરો 

જીવનની દોડધામમાં અને જવાબદારીઓને પૂરી કરવામાં વ્યક્તિ પોતાના શોખને છોડી દે છે. જેના કારણે પણ નકારાત્મક વિચારો હાવિ થઈ જાય છે. તેથી દિવસ દરમિયાન થોડો સમય પોતાના માટે કાઢો અને પોતાના શોખને પૂરા કરો. યાદ કરો કે નાનપણમાં કઈ વસ્તુ કરવાથી તમને ખુશી મળતી હતી અથવા તો તમારે શું કામ કરવું હતું. જે અધૂરું રહી ગયું છે તેને હવે પૂરું કરો. આ કામ કરી લેવાથી મન પ્રસન્ન રહેશે અને નકારાત્મક વિચાર નહીં આવે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news