શું તમે આ જાદુગર પથ્થર વિશે જાણો છો? દવા-દુવાં અને મેલી વિદ્યા બધામાં વપરાય છે આ પથરો!

ઘણાં કાર્યોમાં ફટકડીનો ઉપયોગ કરવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે, ફટકડી ઘણા પ્રકારની હોય છે. પરંતુ વાળ દૂર કરવા માટે ખાસ કરીને પોટેશિયમ એલમનો જ પ્રયોગ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ ફટકડીનો ઉપયોગ કેવી રીતે કરવો.

શું તમે આ જાદુગર પથ્થર વિશે જાણો છો? દવા-દુવાં અને મેલી વિદ્યા બધામાં વપરાય છે આ પથરો!

નવી દિલ્હીઃ ફટકડીની તાસીર ખુબ ગરમ હોય છે. તે એક એન્ટીસેપ્ટીક પણ છે. તેને અંગ્રેજીમાં Potash Alum કહેવામાં આવે છે. ત્વચા પરના અણગમતા વાળને દૂર કરવા માટે પણ ફટકડીનો ઉપયોગ કરી શકાય છે. જોકે, જો તમારી ત્વચા વધારે સોફ્ટ વધારે સેન્સીટીવ હોય તો ફટકડીનો ઉપયોગ કરતા પહેલાં સાવધાન રહેજો. કારણકે, તમને ફટકડીથી લાલ ચક્કા અને ફોડલી પણ થઈ શકે છે. આમ, ઘણાં કાર્યોમાં ફટકડીનો ઉપયોગ કરવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે, ફટકડી ઘણા પ્રકારની હોય છે. પરંતુ વાળ દૂર કરવા માટે ખાસ કરીને પોટેશિયમ એલમનો જ પ્રયોગ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ ફટકડીનો ઉપયોગ કેવી રીતે કરવો.

ફટકડીથી થતાં અનેક ફાયદા વિશે જાણોઃ

  • દાંતમાંથી લોહી નીકળતું હોય ત્યારે તેના પર ફટકડીનું ચૂર્ણ લગાવવાથી તકલીફ દૂર થાય છે.
  • કોઢના ડાઘા દૂર કરવા માટે પણ ફટકડીનો ઉપયોગ કરવામાં આવે છે.
  • પાણીમાં ફટકડી નાંખીને સ્નાન કરવાથી થકાવટ દૂર થાય છે અને શરીર સ્વસ્થ બને છે. ત્વચા પરથી ડાઘા ઓછા થઈ જાય છે.
  • નસકોરી ફૂટે ત્યારે ફટકડીનું પાણી નાકમાં નાંખવાથી લોહી નીકળતું બંધ થઈ જાય છે.
  • ત્વચા પરથી અણગમતા વાળ દૂર કરવા માટે ફટકડીનો ઉપયોગ કરી શકાય છે.
  • ફટકડીથી બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારની સાઈડ ઈફેક્ટ થતી નથી.
  • કોઈ પણ જગ્યાએ વાગ્યું હોય ત્યાં ફટકડી લગાવી શકાય છે.
  • ફટકડીનો ઉપયોગ એક એન્ટીસેપ્ટીક તરીકે કરી શકાય છે.
  • મુલતાની માટી સાથે ફટકડીનું મિશ્રણ કરી આ પેક લગાવવાથી ખીલ દૂર થાય છે. 
  • ચહેરાનો ગ્લો વધારવા માટે પણ તમે ફેસ પર ફટકડી ઘસી સકો છો. 
  • આફટર સેવ તરીકે પણ ફટકડીનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી સેપ્ટીક થતું નથી.
  • કમળો થયો હોય ત્યારે પણ કેટલાંક લોકો ફટકડીનો નુસખો અજમાવે છે.
  • તાવમાં પણ ફટકડીને પીસીને સુંઠ અને પતાશા સાથે લેવાથી ફાયદો થાય છે.
  • કોઈપણ પ્રકારના ઘાવ-ઝખમ પર રુઝ લાવવામાં ફટકડી મહત્ત્વનું કામ કરે છે.
  • ફટકડીને પીસીને નારિયળ તેલ સાથે મિક્સ કરીને લગાવવાથી પગના વાઢીયા ચીરામાં સુધારો થાય છે.

ફટકડીનું સેવન કરી શકાય? 
ખાસી ઉધરસમાં મધ સાથે ફટકડી લઈ શકાય છે.

ફટકડીથી નુકસાનઃ
ફટકડીના ફાયદાઓ વિશે સાંભળ્યું હશે. પણ તેનાથી ઘણાં નુકસાન પણ થાય છે. લાંબા ગાળા સુધી ફટકડીનું સેવન કરવાથી કેન્સરનો ખતરો ઉભો થાય છે. તેનાથી અલ્ઝાઈમર જેવી બીમારી પણ થઈ શકે છે. 

(નોંધ- અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી24કલાક આ અંગેની પુષ્ટી કરતું નથી. કોઈપણ પ્રયોગ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news