Tomato Ketchup: ઘરે ટોમેટો કેચઅપ બનાવવો એકદમ ઈઝી, સ્વાદ પણ 100 ટકા બજાર જેવો જ આવશે, ફટાફટ જાણી લો સીક્રેટ રેસિપી

Tomato Ketchup Recipe: ટોમેટો કેચઅપ એવી વસ્તુ છે જે દરેક ઘરમાં વપરાય છે. ખાસ કરીને નાના બાળકોને તો સૌથી વધુ ભાવતી વસ્તુ હોય છે. ખાટો મીઠો કેચઅપ તમે ઘરે પણ સરળતાથી બનાવી શકો છો. તેમાં પણ જો અહીં દર્શાવેલા માપ અને રીતને ફોલો કરીને બનાવશો તો કેચઅપનો ટેસ્ટ એકદમ રેડીમેડ કેચઅપ જેવો જ આવશે.

Tomato Ketchup: ઘરે ટોમેટો કેચઅપ બનાવવો એકદમ ઈઝી, સ્વાદ પણ 100 ટકા બજાર જેવો જ આવશે, ફટાફટ જાણી લો સીક્રેટ રેસિપી

Tomato Ketchup Recipe: ટોમેટો સોસ કે ટોમેટો કેચઅપ એવી વસ્તુ છે જે દરેક ઘરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. સેન્ડવીચ, બર્ગર, પિઝા જેવી વસ્તુઓમાં કેચઅપની જરૂર પડે છે. ઘરમાં નાના બાળકો તો પરોઠા અને બ્રેડ સાથે પણ સોસ ખાવાનું પસંદ કરે છે. મોટાભાગના લોકો બજારમાંથી રેડીમેટ ટોમેટો કેચઅપ જ ખરીદતા હોય છે. પરંતુ જો તમારે રેડીમેટ કેચઅપ ન ખરીદવા હોય અને તમને ઘરે કેચઅપ બનાવવો હોય તો આજે એક એવી રેસિપી જણાવીએ જે તમને કામ લાગશે. ઘરે પણ ટમેટામાંથી તમે સોસ તૈયાર કરી શકો છો. ઘરે એકદમ ટેસ્ટી અને બજાર જેવો જ સ્વાદિષ્ટ ટોમેટો સોસ બનાવવો હોય તો આ માપ અને રીત અને અનુસરો. 

ઘરે બનાવેલા સોસના ફાયદા 

જો તમે ઘરે આ રીતે ટોમેટો કેચઅપ બનાવીને ઉપયોગમાં લેશો તો તેનાથી શરીરને પણ ફાયદો થશે. કારણકે ઘરે બનાવેલા ટોમેટો કેચઅપમાં કોઈપણ પ્રકારના કેમિકલ કે પ્રિઝર્વેટિવ ઉમેરવામાં નથી આવતા. જ્યારે પણ જરૂર જણાય ત્યારે તમે આ રીતે સરળતાથી સોસ બનાવીને ઉપયોગમાં લઈ શકો છો. ઘરે ટોમેટો કેચઅપ બનાવતા શીખી લેશો તો જ્યારે જરૂર પડે ત્યારે ફ્રેશ કેચઅપ બનાવીને પણ ઉપયોગમાં લઈ શકો છો.

ટોમેટો કેચઅપ બનાવવાની સામગ્રી 

ટમેટા 1 કિલો 
ખાંડ સો ગ્રામ 
સંચળ એક ચમચી 
વિનેગર એક ચમચી 
સૂંઠ પાવડર એક ચમચી 

ટોમેટો કેચઅપ બનાવવાની રીત 

સૌથી પહેલા ટમેટાને ધોઈને સાફ કરી લો અને પછી તેને ટુકડામાં સમારો. ટમેટા સમારતી વખતે તેમાં વચ્ચેનો જે સફેદ ભાગ હોય તેને દૂર કરી દેવો. હવે એક મોટા વાસણમાં થોડું પાણી ઉકાળો અને તેમાં ટમેટા ઉમેરી દો. જ્યારે ટામેટા નરમ થઈ જાય પછી તેને બરાબર મેશ કરી લો. ત્યાર પછી ગેસ બંધ કરો અને ટામેટાના મિશ્રણને ઠંડુ થવા દો. મિશ્રણ ઠંડુ થઈ જાય પછી તેને ગરણી વડે ગાળી લો અને પછી મિક્સરમાં સારી રીતે પીસી લો. 

હવે આ મિશ્રણને ફરીથી એક વાસણમાં ધીમા તાપે ગરમ કરવા મુકો. સાથે જ તેમાં ખાંડ, સંચળ અને સૂંઠ પાવડર મિક્સ કરી દો. જ્યારે ટમેટાની પ્યુરી ઘટ્ટ થઈ જાય ત્યારે ગેસ બંધ કરો. ટમેટાનો સોસ એકદમ ઠંડો થઈ જાય પછી તેમાં વિનેગર ઉમેરી દો. આ ટોમેટો સોસને કાચની બોટલમાં ભરીને સ્ટોર કરો. 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news