આ છે દુનિયાના 10 શક્તિશાળી દેશોની યાદી, ભારત સાથે દાવ થઈ ગયો? ચીનના હાલ પણ જાણો
Forbes Powerful Top 10 Country List: ફોર્બ્સ દ્વારા દુનિયાના 10 સૌથી શક્તિશાળી દેશોની એક લેટેસ્ટ યાદી બહાર પાડવામાં આવી છે. પરંતુ આ યાદી પર સવાલ પણ ઉઠી રહ્યા છે. જાણો વિગતો. કોણ છે ટોપ પર..
Trending Photos
Forbes Powerful Country List: ફોર્બ્સની દુનિયાની 10 સૌથી વધુ શક્તિશાળી દેશોની યાદીમાંથી ભારત બહાર થઈ ગયું છે. 2025ની આ નવી યાદીમાં ટોપ 10માં ટોચ પર અમેરિકા છે. જ્યારે 10માં નંબરે ઈઝરાયેલ છે. જો કે ભારતને ટોપ 10માંથી બહાર રાખવા મુદ્દે અનેક સવાલો પણ થઈ રહ્યા છે. ફોર્બ્સનો દાવો છે કે આ રેકિંગ બહાર પાડતી વખતે અનેક માપદંડો પરખવામાં આવે છે. જો કે દુનિયાની સૌથી વધુ વસ્તી, ચોથી સૌથી મોટી સૈન્ય તાકાત અને પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવનારો દેશ ટોપ 10થી બહાર કરવા પાછળનું ઔચિત્ય નજરે ચડતું નથી.
ફોર્બ્સે જણાવી રેંકિંગ પદ્ધતિ
ફોર્બ્સે જણાવ્યું કે યુએસ ન્યૂઝ તરફથી પાવર સબ રેકિંગ પાંચ વિશેષતાઓથી 'ઈક્વલી વેઈટેજ એવરેજ ઓફ સ્ટોર' પર આધારિત છે જે કોઈ દેશની શક્તિને દર્શાવે છે. જેમાં નીચે જણાવેલા પોઈન્ટ્સ સામેલ છે.
એક નેતા
આર્થિક પ્રભાવ
રાજનીતિક પ્રભાવ
મજબૂત આંતરરાષ્ટ્રીય ગઠબંધન
એક મજબૂત સેના
2025માં દુનિયાના ટોચના 10 શક્તિશાળી દેશ
દેશ | જીડીપી | જનસંખ્યા | ક્ષેત્ર | |
1 | અમેરિકા | 30.34 ટ્રિલિયન ડોલર | 34.5 કરોડ | નોર્થ અમેરિકા |
2 | ચીન | 19.53 ટ્રિલિયન ડોલર | 141.9 કરોડ | એશિયા |
3 | રશિયા | 2.2 ટ્રિલિયન ડોલર | 144.4 કરોડ | એશિયા |
4 | યુનાઈટેડ કિંગડમ | 3.73 ટ્રિલિયન ડોલર | 6.91 કરોડ | યુરોપ |
5 | જર્મની | 4.92 ટ્રિલિયન ડોલર | 8.45 કરોડ | યુરોપ |
6 | દક્ષિણ કોરિયા | 1.95 ટ્રિલિયન ડોલર | 5.17 કરોડ | એશિયા |
7 | ફ્રાન્સ | 3.28 ટ્રિલિયન ડોલર | 6.65 કરોડ | યુરોપ |
8 | જાપાન | 4.39 ટ્રિલિયન ડોલર | 12.37 કરોડ | એશિયા |
9 | સાઉદી અરબ | 1.14 ટ્રિલિયન ડોલર | 3.39 કરોડ | એશિયા |
10 | ઈઝરાયેલ | 550.91 ટ્રિલિયન ડોલર | 93.8 લાખ | એશિયા |
રિસર્ચ ટીમનું નેતૃત્વ કોણે કર્યું
આ ઉપરાંત રેંકિંગ મોડલને BAV ગ્રુપ દ્વારા તૈયાર કરાયું છે. આ એક ગ્લોબલ માર્કેટિંગ કોમ્યુનિકેશન કંપની WPP નું એક યુનિટ છે. આ રેંકિંગને કાઢનારી રિસર્ચ ટીમનું નેતૃત્વ પેન્સેલ્વેનિયા યુનિવર્સિટીના વ્હાર્ટન સ્કૂલના પ્રોફેસર ડેવિડ રીબસ્ટીને કર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે