શનિથી ડરવાનું છોડો...11 મહિના મંગળ કરશે રાજ! 5 રાશિઓ માટે ગોલ્ડન પીરિયડ, છપ્પરફાડ ધનલાભના પ્રબળ યોગ, પદ-પ્રતિષ્ઠા મળશે!
નવું વર્ષ શરૂ થઈ ગયું અને જાન્યુઆરી મહિના બાદ હવે ફેબ્રુઆરી મહિનો પણ શરૂ થઈ ગયો છે. આ વર્ષ જ્યોતિષ અને અંકશાસ્ત્રની દ્રષ્ટિએ ખુબ ખાસ ગણવામાં આવી રહ્યું છે. આ વર્ષે ગ્રહો અને નક્ષત્રોમાં અનેક મોટા ફેરફાર જોવા મળશે. જેની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે. વર્ષ 2025માં ગુરુ બૃહસ્પતિ, રાહુ-કેતુથી લઈને અનેક મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન છે. આ ઉપરાંત આ વર્ષ 2025 એ મંગળનું વર્ષ પણ હોવાનું કહેવાય છે.
અંક શાસ્ત્ર મુજબ 2025નો મૂળાંક 9 છે. જે મંગળ ગ્રહનું પ્રતિક છે. જ્યોતિષમાં મંગળને ઉર્જા, સાહસ અને આત્મવિશ્વાસનો કારક ગ્રહ ગણવામાં આવે છે. તેને ગ્રહોના સેનાપતિ પણ કહેવાય છે. આ કારઁ છ કે મંગળી અસર કેટલીક રાશિઓ પર ખુબ પોઝિટિવ જોવા મળી શકે છે. આ રાશિઓ માટે 2025નું વર્ષ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. ખુબ લાભ થઈ શકે છે. તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. જાણો આ વર્ષે કઈ રાશિઓનું મંગળ ભાગ્ય ચમકાવી શકે છે.
મેષ રાશિ
મેષ રાશિવાળા માટે આ વર્ષ ખુબ શાનદાર રહેશે. આ રાશિના સ્વામી મંગળ છે અને આથી તમને દરેક કામમાં સફળતા મળશે. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે મોટા નિર્ણયો લેવામાં સફળ રહેશો. આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમે બચત પણ કરી શકશો. નોકરીયાત હશો તો પ્રમોશન થઈ શકે છે. તમારી આવકમાં વધારો થઈ શકે છે. આવકના નવા નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. પરિવારનો સહયોગ મળશે.
કર્ક રાશિ
કર્ક રાશિવાળા માટે પણ હવે પછીનો સમય ખુબ સારો રહેશે. તમે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને કઈક મોટું કરવાનું વિચારશો. કરિયરમાં પ્રગતિ થશે. અંગત જીવનમાં ખુશીઓ આવશે. 2025નું વર્ષ રોકાણ માટે ઉત્તમ રહેશે. પ્રોપર્ટી અને શેરબજારમાં રોકાણ કરી શકો છો. આવકમાં જબરદસ્ત ઉછાળો થઈ શકે છે. નોકરીયાતોને પ્રમોશન સાથે પગારમાં વધારો થઈ શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિવાળા માટે મંગળની કૃપાથી આ વર્ષ ખુશીઓ અને પ્રગતિનું રહેશે. વેપાર અને નોકરીમાં ઉન્નતિ થશે. તમે તમારા પર ધ્યાન આપશો અને નબળાઈઓ દૂર કરશો. આ વર્ષ તમારા માટે નવી નવી તકો અને સફળતાઓ રાહ જોઈ રહી છે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશે. તમારો આત્મવિશ્વાસ વધશે જેનાથી તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકશો. લાંબા સમયથી ચાલતી મુશ્કેલીઓ અને આર્થિક તંગીમાંથી છૂટકારો મળી શકશે.
કુંભ રાશિ
કુંભ રાશિવાળા માટે આ વર્ષનો હવે પછીનો સમય શાંતિપૂર્ણ અને ખુશહાલ રહેશે. પરિવાર અને મિત્રોની સાથે સારો સમય પસાર થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ વર્ષે તમારા લક્ષ્યાંકો પૂરા થશે. જો કે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. 2025માં નોકરીયાતોને પગાર વધારા સાથે પદોન્નતિનો લાભ મળી શકે છે. આ વર્ષે તમને કોઈ ખુશખબર મળી શકે છે. કરિયરમાં આવતી પરેશાનીઓ સમાપ્ત થશે.
મીન રાશિ
મીન રાશિવાળા માટે આ વર્ષ મંગળની રીતે સારું રહેશે. તમે તમારી વાતચીતની કળાથી કરિયરમાં લાંબી છલાંગ લગાવશો. આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમને નવી તકો મળશે. નવા વર્ષમાં તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી શકે છે. સમાજમાં માન સન્માનમાં વધારો થશે. પરિવાર સાથે સારો સમય વીતશે. દરેક ક્ષેત્રમાં સફળતા અને ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. સિંગલ લોકોને વિવાહનો પ્રસ્તાવ આવી શકે છે. વેપારમાં લાભ થશે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos