ISROને લાગ્યો મોટો ઝટકો, વર્ષના પહેલા સ્પેસ મિશનમાં આવી મોટી સમસ્યા, શું થશે હવે?

ભારતીય સ્પેસ એજન્સી ઈસરોના મહત્વના 100માં રોકેટ મિશન અંગે ખરાબ સમાચાર આવ્યા છે. મિશનમાં કેટલીક ટેક્નિકલ ખામી સર્જાઈ છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ. 

ISROને લાગ્યો મોટો ઝટકો, વર્ષના પહેલા સ્પેસ મિશનમાં આવી મોટી સમસ્યા, શું થશે હવે?

ISRO 100th Mission: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) એ  હાલમાં જ પોતાનો 100મું રોકેટ મિશન લોન્ચ કર્યુ હતું. જો કે આ મિશન અંગે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે કે તેમાં કેટલીક ટેક્નિકલ સમસ્યાઓ આવી રહી છે. બુધવારે લોન્ચ કરાયેલો નેવિગેશન સેટેલાઈટ એનવીએસ-02 ટેક્નિકલ ખામીના કારણે પોતાની નિર્ધારિત કક્ષામાં પહોંચી શક્યો નહીં. ઈસરોએ પોતાની વેબસાઈટ પર અપડેટ આપતા કહ્યું કે સેટેલાઈટને પોતાની નિર્ધારિત જગ્યાએ પહોંચાડવા માટે જે પ્રક્રિયા અપનાવવામાં આવી રહી હતી તેમાં સમસ્યા આવી ગઈ. 

શું મુશ્કેલી થઈ
ઓર્બિટ વધારવા માટે સેટેલાઈટના એન્જિનમાં ઓક્સીડાઈઝર પહોંચાડનારો વાલ્વ ખુલી શક્યો નહીં, જેા કારણે તેની ઊંચાઈ વધી ગઈ અને આગળ થનારી કામગીરીમાં મુશ્કેલી પેદા થઈ. આ સેટેલાઈટ યુઆર રાવ સેટેલાઈટ સેન્ટર દ્વારા બનાવવામાં આવ્યો હતો અને તેને જિયોસ્ટેશનરી કક્ષામાં સ્થાપિત કરવાનો હતો. જો કે તેના તરલ ઈંધણ એન્જિનમાં આવેલી ખરાબીના કારણે હવે તેને નિર્ધારિત કક્ષામાં મોકલવામાં મુશ્કેલી આવી રહી છે. 

વર્ષનું પહેલું મિશન
બુધવારે સવારે 6.23 વાગે ઈસરોએ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી જીએસએલવી-એફ15 રોકેટ દ્વારા એનવીએસ-02ને સફળતાપૂર્વક લોન્ચ કર્યો હતો. આ મિશન ઈસરોના નવા અધ્યક્ષ વી નારાયણન માટે પણ મહત્વપૂર્ણ હતું. કારણ કે તેમના નેતૃત્વમાં આ પહેલું લોન્ચિંગ હતું. આ મિશન ઈસરોનું આ વર્ષનું પ્રથમ પ્રમુખ મિશન પણ છે. જો કે ટેક્નિકલ ખરાબીના કારણે મિશનની સફળતા શંકાના ઘેરામાં આવી ગઈ છે. 

બીજો વિકલ્પ શોધી રહ્યા છે વૈજ્ઞાનિકો
એવું કહેવાય છે કે ઈસરોના વૈજ્ઞાનિકો આ સેટેલાઈટનો બીજો કોઈ ઉપયોગ શોધવાની કોશિશ કરી રહ્યા છે. જેથી કરીને તેને કોઈ પણ રીતે જાણકારી મેળવવામાં ઉપયોગ કરી શકાય. કારણ કે અત્યાર સુધી મળેલી માહિતી મુજબ જે કામ માટે તેને મોકલવામાં આવ્યો હતો તે હવે થાય એવું શક્ય નથી. ઈસરોના જણાવ્યાં મુજબ સેટેલાઈટ સુરક્ષિત છે અને હાલ એક અંડાકાર કક્ષામાં  ચક્કર લગાવી રહ્યો છે. 

ભારતને પોતાની નેવિગેશન સિસ્ટમાં મજબૂત કરી શકત
એનવીએસ-02 સેટેલાઈટનો હેતુ ભારતની પોતાની નેવિગેશન સિસ્ટમ, નવિક (NavIC) ને મજબૂત કરવાનો હતો. નવિક જેને ભારતે 1999ના કારગિલ યુદ્ધ બાદ તૈયાર કરી હતી. એ ક્ષેત્રિય નેવિગેશન સિસ્ટમ છે જે અમેરિકાના જીપીએસ (GPS)ની જેમ કામ કરે છે. કારગિલ યુદ્ધ દરમિયાન ભારતને અમેરિકા પાસેથી ઉચ્ચ સ્તરનો જીપીએસ ડેટા મળી શક્યો નહતો અને ત્યારબાદ સરકારે ભારતની પોતાની નેવિગેશન સિસ્ટમ તૈયાર  કરવાનો નિર્ણય લીધો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news