Indian Railway Recruitment 2021: ભારતીય રેલવેમાં 3378 જગ્યા પર થશે ભરતી, જાણો તમામ માહિતી

Indian Railway Recruitment 2021: અરજી કરવા ઈચ્છુક ઉમેદવાર નીચે આપેલી તમામ બાબતો વાંચીને અરજી કરી શકે છે. 
 

Trending Photos

Indian Railway Recruitment 2021: ભારતીય રેલવેમાં 3378 જગ્યા પર થશે ભરતી, જાણો તમામ માહિતી

નવી દિલ્હીઃ indian Railway Recruitment 2021: ભારતીય રેલવે (Indian Railway) એ દક્ષિણ રેલવે (Southern Railway) ની હેઠળ અપરેટિંગના પદો માટે અરજી મંગાવી છે. ઇચ્છુક તથા યોગ્ય ઉમેદવાર જે આ પદો માટે અરજી કરવા ઈચ્છે છે તે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ sr.indianrailways.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ પદો માટે અરજી પ્રક્રિયા 1 જૂનથી શરૂ થશે અને 30 જૂને સમાપ્ત થશે. 

અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો સીધા આ લિંક https://sr.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,4,1618,1796 પર ક્લિક કરી આ પદો (Indian Railway Recruitment 2021) પર અરજી કરી શકે છે. સાથે આ સાઇટ https://sr.indianrailways.gov.in/view_section.jsp?fontcolor=black&backgr... પર જઈને ભરતીનું સત્તાવાર નોટિફિકેશન પણ જોઈ શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 3378 ખાલી પદોને ભરવામાં આવશે. જેમાંથી 936 પદ કેરિજ વર્ક્સ, પેરમ્બૂર માટે, 756 ભરતી ગોલ્ડનરોક વર્કશોપ માટે અને 186 સિગ્નલ અને ટેલીકોમ વર્કશોપ પોદનૂર માટે છે. 

Indian Railway Recruitment 2021 ની મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખઃ 1 જૂન 2021
અરજી કરવાની છેલ્લી તારીખઃ 30 જૂન 2021

Indian Railway Recruitment 2021 જગ્યાની વિગતો
કેરિજ વર્કર્સ, પેરમ્બૂર- 936 જગ્યા
ગોલ્ડનરોક વર્કશોપ- 756 જગ્યા
સિગ્નલ અને દૂરસંચાર કાર્યશાળા, પોદનૂર- 1686

Indian Railway Recruitment 2021 માટે લાયકાત
ઉમેદવારે ધોરણ 10 પાસ/ITI નું સર્ટિફિકેટ હોવું જોઈએ. 

રેલવેની ભરતી માટે ઉંમર મર્યાદા
ઉમેદવારોની વય મર્યાદા 15થી 24 વર્ષ (સરકારી માપદંડો અનુસાર અનામત વર્ગના ઉમેદવારોને છૂટછાટ મળશે) ની વચ્ચે હોવી જોઈએ.

Indian Railway Recruitment 2021 માટે અરજી ફી
અરજી ફી 100
એસસી/એસટી/પીડબ્લ્યૂબીડી/ મહિલા ઉમેદવારો માટે કોઈ ફી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news