#VoteDaloDilli: CAAનો વિરોધ કરનારૂ 'શાહીન બાગ' મત આપવામા સૌથી પાછળ, જાણો ત્યાંની સ્થિતિ
છેલ્લા આશરે 50 દિવસથી નાગરિકતા કાયદાના વિરોધને કારણે રાજકીય ચર્ચામાં આવેલા શાહીન બાગ વિધાનસભામાં સૌથી ઓછું મતદાન થયું છે.
Trending Photos
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીની 70 વિધાનસભા સીટો માટે સવારે 8 કલાકથી મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન સાંજે 6 કલાક સુધી ચાલશે. અત્યાર સુધી અડધા દિવસનું મતદાન પૂરુ થઈ ગયું છે પરંતુ મતદાન કરવા માટે દિલ્હીના લોકોમાં એટલો ઉત્સાહ જોવા મળી રહ્યો નથી જેટલી આશા રાખવામાં આવી રહી હતી. દિલ્હીના મતદાનના ટકાવારીની વાત કરીએ તો બપોરે 1.45 ટકાક સુધી 27.41 ટકા મતદાન થયું છે. અહીં ધ્યાન આપવાની વાત છે કે છેલ્લા 50 દિવસથી નાગરિકતા કાયદાના વિરોધને કારણે રાજકીય ચર્ચામાં આવેલા શાહીન બાગમાં સૌથી ઓછું મતદાન થયું છે.
ઓખલા વિધાનસભામાં બપોર સુધી માત્ર 5 ટકા મતદાન થયું છે. અહીં સવારે 8 કલાકે મતદાન શરૂ થયું હતું પરંતુ મતદાનની ટકાવારીમાં 4 કલાક બાદ પણ નિરસતા જોવા મળી રહી છે. 1.45 કલાક સુધી ઓખલા વિધાસભાના મતદાનની ટકાવારી માત્ર 14 ટકાને પાર પહોંચી છે.
તો સૌથી વધુ મતદાન ઉત્તર પશ્ચિમ દિલ્હીના સુલ્તાનપુર માજરામાં થયું છે. અહીં બપોરે 1 કલાક સુધી 25 ટકા મતદાન થયું છે.
દિલ્હીમાં ભાજપની જીત કે હાર...આ 10 કારણો પર છે બધો મદાર, ખાસ જાણો
દિલ્હીની તમામ 70 સીટો માટે આજે સવારે 8 કલાકથી મતદાન ચાલી રહ્યું છે. મતદાન કેન્દ્રો બપોર બાદ મતદાતાનો થોડો ઘસારો જોવા મળ્યો છે. આ ચૂંટણીમાં સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય મુકાબલો છે. 2015માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 67 સીટો જીતીને સત્તા મેળવી હતી. તો ભાજપને માત્ર 3 સીટ અને કોંગ્રેસને શૂન્ય સીટ મળી હતી.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે