Saptahik Lucky Rashifal: ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં અદ્ભુત યોગથી 4 જાતકોને મોજ, થશે પૈસાનો વરસાદ, દરેક કામમાં મળશે સફળતા
Weekly Lucky Zodiac Signs Effect InGujarati: ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં ઘણા ગ્રહોની ચાલ અને રાશિ બદલાઈ રહી છે. મિથુન રાશિમાં મંગળનું માર્ગી થવું અને બુધ-શુક્રની યુતિ મીનમાં થવાથી શુભ યોગ બની રહ્યાં છે. જેનાથી ચાર રાશિના જાતકોને લાભ થવાનો છે.
અંતિમ સપ્તાહ
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ફેબ્રુઆરીનું અંતિમ સપ્તાહ 24 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે અને 2 માર્ચ સુધી ઘણા શુભ યોગ બની રહ્યાં છે, જેનો સકારાત્મક પ્રભાવ ચાર રાશિના જાતકો પર પડવાનો છે.
આર્થિક સ્થિતિ
સિંહ, કન્યાની સાથે 5 રાશિઓની આર્થિક સ્થિતિમાં સુધાર તો આવશે સાથે આ જાતકોના અધુરા કામ પૂરા થશે. મનોકામનાઓ પૂર્ણ થવાની સાથે સંબંધોમાં સુધાર આવી શકે છે. આવો કઈ જાણીએ કઈ રાશિના જાતકો માટે ફેબ્રુઆરીનું અંતિમ સપ્તાહ લાભકારી સાબિત થઈ શકે છે.
વૃષભ રાશિ
ફેબ્રુઆરીના છેલ્લા સાત દિવસ વૃષભ રાશિના જાતકો માટે અતિ શુભ રહેવાના છે. સાસરા પક્ષ તરફથી જાતકને સાથ મળશે. આપસી સંબંધમાં સુધાર અને પ્રેમ વધી શકે છે. જીવનસાથી તમારી ભાવનાઓનું સન્માન કરશે.
વૃષભ રાશિના જાતક
વૃષભ રાશિના જાતકો માટે નોકરીમાં પ્રગતિનો માર્ગ ખુલશે. આગામી સપ્તાહે અધિકારીઓ અને સહકર્મી તમારૂ સમર્થન કરશે. તમારા કામથી લોકો પ્રભાવિત થશે. પારિવારિક જીવનમાં ચાલતી મુશ્કેલી દૂર થશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકના જીવનમાં સુખ-સુવિધામાં વધારો થશે. ધન વૃદ્ધિનો યોગ બનશે. તમે બચત કરી શકશો. આ રીતે સંપત્તિમાં વધારો થઈ શકે છે. નવો બિઝનેસ શરૂ કરવાનો માર્ગ ખુલશ. ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહની સ્થિતિઓ સિંહ રાશિના લોકોને સારો લાભ કરાવી શકે છે
સિંહ રાશિના જાતક
સિંહ રાશિના જાતક માટે નોકરી અને કારોબારના માર્ગ ખુલશે. લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આ જાતક સફળ થશે. કરિયરમાં આગળ વધવાની તક મળશે. જીવનસાથી સાથે સંબંધ સારા થશે. પરિવારની સાથે કોઈ ધાર્મિક યાત્રા પર જવાનો યોગ બનશે.
તુલા રાશિ (libra)
તુલા રાશિના જાતકોને ફેબ્રુઆરીના છેલ્લા 7 દિવસોમાં અને છેલ્લા અઠવાડિયામાં મોટો લાભ મળી શકે છે. બાકી રહેલા તમામ કામ પૂર્ણ થશે. નાણાકીય લાભની તકો રહેશે. વેપારમાં વૃદ્ધિના માર્ગો ખુલશે. કાર્યસ્થળ પર, વતની તેના કામથી લોકો પર પ્રભુત્વ મેળવશે. જીવનસાથી સાથેના સંબંધો સુધરશે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકોને તેની મહેનતનું ફળ છેલ્લા સાત દિવસમાં મળશે. ધનલાભનો યોગ બનશે. સંપત્તિની ખરીદીથી ભવિષ્યમાં મોટો ધનલાભ થઈ શકે છે. શુભ યોગના પ્રભાવથી સ્વાસ્થ્ય સારૂ રહેશે. પરિવારના સભ્યો સાથે સમય પસાર થશે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતક માટે ફેબ્રુઆરીના છેલ્લા સાત દિવસ શુભ ફળ લાવશે. કાર્યક્ષેત્રમાં માન-સન્માન વધશે. મહેનતનું ફળ મળશે. કરિયર અને કારોબારમાં પ્રગતિનો યોગ બનશે. સ્વાસ્થ્ય સંબંધિ લાભ મળશે. અટવાયેલા કામ પૂરા થશે.
કુંભ રાશિના જાતક
કુંભ રાશિના જાતક માટે આ સાત દિવસ સ્વાસ્થ્યમાં સુધારનો માર્ગ ખોલશે. આ દરમિયાન જાતકને ઉર્જાવાન અનુભવ થશે. વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહે સારા પરિણામ મળશે. એકાગ્રતા વધવાથી લાભ થશે અને અભ્યાસ તથા પરીક્ષાને ગંભીરતાથી લઈ શકશો.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos