3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમાં ઈ-બાઈક દોડશે 150 કિ.મી

Udaipur News :રાજસ્થાનના ઉદયપુરમાં કબાડમાંથી બનાવવામાં આવેલી બાઈકની થઈ રહી છે. આ બાઈકની સામે પેટ્રોલવાળી ગાડી પણ પાણી ભરશે. કેમ કે તે માત્ર 1 યુનિટ વીજળીમાં 100 કિલોમીટર સુધી દોડી શકે છે. 

3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમાં ઈ-બાઈક દોડશે 150 કિ.મી

Udaipur News : કહેવત છે કે અથાક પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ કહેવત ઉદયપુરના સુખેર નિવાસી ચંદ્રશેખર લોહાર પર એકદમ ફીટ બેસે છે કેમ કે તેણે કબાડને એકઠો કરીને એક અનોખી ઈ-બાઈક બનાવી દીધી છે. જે માત્ર 1 યુનિટ વીજળીમાં 100 કિલોમીટર સુધી ચાલે છે. ત્યારે ઈ-બાઈક બનાવનાર ચંદ્રશેખર શું કરે છે? તેણે કેટલાં સમયમાં ઈ-બાઈક બનાવી?

વાત રાજસ્થાનના ઉદયપુરમાં કબાડમાંથી બનાવવામાં આવેલી બાઈકની થઈ રહી છે. આ બાઈકની સામે પેટ્રોલવાળી ગાડી પણ પાણી ભરશે. કેમ કે તે માત્ર 1 યુનિટ વીજળીમાં 100 કિલોમીટર સુધી દોડી શકે છે. આ બાઈકને ચાર્જ કરવા પર 1 યુનિટ વપરાશે એટલે તમે માત્ર 5 રૂપિયામાં 100 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકશો. આ બાઈક કોણે અને કેવી રીતે બનાવ્યું તે પણ જાણો.

ચંદ્રશેખર લોહાર ઉદયુપરના સુખેરમાં પોતાના પિતા સાથે રહે છે. અહીંયા તે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. પોતાના પિતાની સાથે તે ફર્નિચરનું કામ પણ કરે છે. તેને બાળપણથી ટેકનોલોજી આધારિત રમકડાં બનાવવાનો શોખ છે. આ શોખના કારણે તે ઈ-બાઈક બનાવવા પ્રેરિત થયો. તેણે આ સપનાને સાકાર કરવાનું નક્કી કર્યુ અને 3 મહિનામાં ઈ-બાઈક બનાવી દીધી. 

હવે તમારા મનમાં એમ થતું હશે કે આ બાઈકની એવી શું વિશેષતા છે જે તેને વધારે આકર્ષક બનાવે છે. તો તે પણ જાણી લો. આ ઈ-બાઈકનું કુલ વજન 25 કિલોગ્રામ છે. તેમાં 16 કિલોગ્રામ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઈ-બાઈકમાં 60 વોટની 5 બેટરીઓ લગાવવામાં આવી છે. આ બેટરી 6 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે. ઈ-બાઈકને કોઈ હાથ લગાવે તો સેન્સર અવાજ કરે છે. આ બાઈકને રિમોટની મદદથી લોક-અનલોક કરી શકાય છે. તે પ્રતિ કલાક 60 કિલોમીટરની સ્પીડે દોડી શકે છે.

હાલ તો ચંદ્રશેખર એટલે ચીનુની ઈ-બાઈક સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. પોતાના દીકરાના આ સફળતાથી માત્ર પરિવાર જ નહીં પરંતુ આખા વિસ્તારમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. આગામી સમયમાં પેટ્રોલિયમ પેદાશોની કિંમતો આસમાને હશે અથવા ખતમ થઈ જશે. તે સમયે ઈ-વાહનોની ડિમાન્ડ વધવાની છે. ત્યારે રાજસ્થાનના જુગાડુ ચીનુએ જે કમાલ કરી છે કે તે ખરેખર પ્રશંસનીય છે. આશા રાખીએ કે તેનું ઈ-કાર બનાવવાનું સપનું પણ પૂરું થાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news