મોંઘવારી ભથ્થાને લઈને આવતા મહિને થઈ શકે છે જાહેરાત! પણ કર્મચારીઓના ચહેરા પર નહીં આવે સ્મિત, જાણો કેમ

હાલમાં દેશમાં 7મું પગાર પંચ અમલમાં છે. સરકારે 8મા પંચની રચના કરવાની જાહેરાત કરી છે, જેની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. 7મા પગારપંચ હેઠળ DA/DR વર્ષમાં બે વાર વધારવામાં આવે છે. પ્રથમ વધારો 1 જાન્યુઆરીથી અને બીજો 1 જુલાઈથી અમલમાં આવશે.

મોંઘવારી ભથ્થાને લઈને આવતા મહિને થઈ શકે છે જાહેરાત! પણ કર્મચારીઓના ચહેરા પર નહીં આવે સ્મિત, જાણો કેમ

DA: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને આવતા મહિને મોંઘવારી ભથ્થાને લઈને મોટા સમાચાર મળી શકે છે. એવું માનવામાં આવે છે કે સરકાર હોળી પહેલા મોંઘવારી ભથ્થા એટલે કે DAમાં વધારાની જાહેરાત કરી શકે છે. જો કે, આ જાહેરાત કર્મચારીઓના ચહેરા પર પહેલાની જેમ સ્મિત નહીં લાવી શકે. જી હા.. તમે કહેશો કેમ? તો ચાલો આખો મામલો સમજવાનો પ્રયત્ન કરીએ.

ક્યારે થશે જાહેરાત?
હાલમાં દેશમાં 7મું પગાર પંચ અમલમાં છે. સરકારે 8મા પંચની રચના કરવાની જાહેરાત કરી છે, જેની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. 7મા પગારપંચ હેઠળ DA/DR વર્ષમાં બે વાર વધારવામાં આવે છે. પ્રથમ વધારો 1 જાન્યુઆરીથી અને બીજો 1 જુલાઈથી અમલમાં આવશે. આ વર્ષનો પહેલો વધારો એટલે કે 2025 1 જાન્યુઆરીથી લાગુ થવાનો છે, જેની સત્તાવાર જાહેરાત માર્ચ 2025માં શક્ય છે.

DA અને DR વચ્ચેનું અંતર?
વર્તમાન સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (DA) આપવામાં આવે છે. જ્યારે, પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવાય છે. તેની ગણતરી ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI)ના આધારે કરવામાં આવે છે. સરકાર દર છ મહિને AICPIના સરેરાશ ડેટાને ધ્યાનમાં લઈને DA અને DR દરો નક્કી કરે છે. આ રીતે કર્મચારીઓને વર્ષમાં બે વખત વધેલા ડીએની ભેટ મળે છે.

આશા કરતા ઓછા 
જુલાઈ 2024 થી ડિસેમ્બર 2024 સુધીના AICPI ડેટા નક્કી કરશે કે જાન્યુઆરી 2025 માં DA/DR કેટલો વધશે. લેબર બ્યુરોના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર 2024 માટે AICPI 0.8 પોઈન્ટ ઘટીને 143.7 થઈ ગયો છે. મોંઘવારી ઘટવાના કારણે આ વખતે ડીએમાં 2%નો વધારો થવાના સંકેત છે. જ્યારે અગાઉ ત્રણ ટકા વૃદ્ધિની અપેક્ષા હતી. તમને જણાવી દઈએ કે હાલમાં 53 ટકાના દરે DA આપવામાં આવી રહ્યું છે.

પહેલા કેટલો વધારો?
જુલાઈ 2024 થી નવેમ્બર 2024 સુધીના ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI)ના ડેટા દર્શાવે છે કે જાન્યુઆરી 2025માં DA/DRમાં ઓછામાં ઓછો 3 ટકાનો વધારો થઈ શકે છે. પરંતુ ડિસેમ્બરના ડેટા જાહેર થયા બાદ તેની શક્યતા લગભગ નહિવત થઈ ગઈ છે. સરકારે ગયા વર્ષે ઓક્ટોબરમાં ડીએમાં 3 ટકાનો વધારો કર્યો હતો, જે પછી તે 50 ટકાથી વધીને 53 ટકા થયો હતો.

કેટલો થશે ફાયદો?
ફાઇનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલ મુજબ, જો જાન્યુઆરી 2025 માટે DAમાં 2%નો વધારો કરવામાં આવે છે, તો સરકારી કર્મચારીઓના વર્તમાન લઘુત્તમ મૂળભૂત પગાર રૂ. 18,000ને ધ્યાનમાં લેતા કુલ વધારો રૂ. 360 નો વધારો થશે. એ જ રીતે પેન્શનરો માટે વધારો 180 રૂપિયા હશે, કારણ કે તેમનું લઘુત્તમ પેન્શન 9000 રૂપિયા છે. 

જ્યારે, કર્મચારીઓનો મહત્તમ પગાર 2,50,000 રૂપિયા છે અને મહત્તમ પેન્શન 1,25,000 રૂપિયા છે. 3% ડીએ મુજબ વર્તમાન કર્મચારીઓ અને પેન્શનરોને અનુક્રમે રૂ. 5000 અને રૂ. 2500નો વધારો મળશે. આવી સ્થિતિમાં તેઓ DAમાં વધારાની જાહેરાતથી બહુ ખુશ નહીં હોય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news