Ank Jyotish: આ તારીખે જન્મેલા લોકોને ક્યારેય પૈસાની તંગી પડતી નથી, કુબેર દેવતા તિજોરી છલોછલ રાખે છે, ધનના ભંડાર રહે છે!
કુબેર દેવતા ધનના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. અંક જ્યોતિષમાં 1થી લઈને 9 સુધી મૂળાંક હોય છે. મૂળાંકને સીધી સાદી ભાષામાં કહેવું હોય તો તમારી જન્મતારીખનો સરવાળો એટલે મૂળાંક કહેવાય.
Trending Photos
અંક જ્યોતિષ મુજબ દરેક વ્યક્તિનો જન્મ એક વિશેષ મૂળાંક સાથે જોડાયેલો હોય છે. જે તેમના જીવનના વિવિધ પહેલુઓને પ્રભાવિત કરે છે. મૂળાંક 1થી 9 સુધી હોય છે અને દરેક મૂળાંકનો સંબંધ કોઈને કોઈ ગ્રહ કે દેવી દેવતાઓ સાથે હોવાનું મનાય છે. જેમાંથી કેટલાક મૂળાંક ખાસ કરીને ભાગ્યશાળી મનાય છે અને તેમના પર દેવી દેવતાઓની વિશેષ કૃપા રહે છે.
મૂળાંક 7 વાળા લોકો કેમ ખાસ હોય છે?
અંક જ્યોતિષ મુજબ જેમનો જન્મ કોઈને કોઈ મહિનાની 7, 16 કે 25 તારીખે થયો હોય તો તેમનો મૂળાંક 7 હોય છે. આ અંક કેતુ ગ્રહ સાથે જોડાયેલો હોય છે અને આ જાતકો ખાસ કરીને બુદ્ધિશાળી, આત્મનિર્ભર અને આધ્યાત્મિક મનાય છે. એવું કહેવાય છે કે કુબેર દેવતાની કૃપાથી આ લોકોને ક્યારેય ધનની કમી રહેતી નથી.
મૂળાંક 7 વાળા પર કેમ હોય છે કુબેર દેવતાની કૃપા?
ધન ભેગું કરવાની ક્ષમતા- મૂળાંક 7 વાળા લોકો સમજી વિચારીને ધન ખર્ચ કરે છે અને પોતાના ફાઈનાન્સને મેનેજ કરવામાં એક્સપર્ટ હોય છે. તેઓ કોઈ પણ બિનજરૂરી ખર્ચ કર્યા વગર પોતાના ભવિષ્ય માટે ધન ભેગુ કરવા માટે જાણીતા છે.
વ્યવસાયમાં સફળતા- આ લોકો કોઈ પણ કાર્યને પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી કરે છે. તેમનામાં વેપાર કરવાની અદભૂત ક્ષમતા હોય છે અને યોગ્ય રણનીતિ અપનાવીને આ લોકો મોટો નફો કમાઈ શકે છે.
ભાગ્યશાળી અવસરોની પ્રાપ્તિ- કુબેર દેવતાની વિશેષ કૃપાથી તેમને એવી તકો મળે છે જે તેમના જીવનને આર્થિક રીતે સમૃદ્ધ બનાવે છે.
આકસ્મિક ધનલાભ- મૂળાંક 7 વાળા લોકોના જીવનમાં અનેકવાર આકસ્મિક ધનલાભ થાય છે. આ ધન લોટરી, શેર બજાર, રોકાણ કે અન્ય સ્ત્રોતોથી થઈ શકે છે.
આધ્યાત્મિકતા અને સકારાત્મક ઉર્જા- આ જાતકો જીવનમાં સંતુલન જાળવે છે અને આધ્યાત્મિકતાના કારણે તેમનું મન શાંત રહે છે. જેનાથી તેઓ યોગ્ય આર્થિક નિર્ણય લઈ શકે છે.
મૂળાંક 7વાળાની વિશેષતાઓ
- તેઓ ક્રિએટિવ અને કલ્પનાશીલ હોય છે. તેમના દિમાગ રચનાત્મક હોય છે અને આ લોકો નવા વિચારો સાથે આવતા રહે છે.
- તેઓ સ્વતંત્ર વિચારધારા ધરાવે છે, કોઈના દબાણમાં આવતા નથી અને પોતાના નિર્ણય પોતે લેવામાં સક્ષમ હોય છે.
-નિડર સ્વભાવ હોય છે અને કોઈ પણ પડકારોનો સામનો કરવાથી ગભરાતા નથી અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પોતાને સંભાળે છે.
- ઈમાનદારી અને વિશ્વસનીયતા હોય છે. આ લોકો પોતાના મિત્રો અને પરિવાર પ્રત્યે વફાદાર હોય છે અને ક્યારેય દગો કરતા નથી.
મૂળાંક 7 વાળાની નબળાઈઓ
સંવેદનશીલતા- મૂળાંક 7ના જાતકો ખુબ જ ભાવુક અને સંવેદનશીલ હોય છે. નાની નાની વાતોને દિલથી લગાવી લેવાની પ્રવૃત્તિના કારણે તેઓ માનસિક તણાવનો ભોગ બની શકે છે. અનેકવાર બીજાની વાતોને જરૂર કરતા વધુ ગંભીરતાથી લેવાને કારણે તેમનો આત્મવિશ્વાસ પ્રભાવિત થાય છે. આલોચકો કે નિષ્ફળતાનો સામનો કરવો તેમના માટે મુશ્કેલ હોઈ શકે છે. જેનાથી અનેકવાર પોતાના નિર્ણયો પર પુર્નવિચાર કરવા લાગે છે.
એકલતા ગમે- આ લોકો ગાઢ ચિંતક હોય છે અને હંમેશા એકલા રહીને ચીજોને સમજવાની અને વિશ્લેષણ કરવામાં વધુ સહજ મહેસૂસ કરે છે. જો કે આ આદત ક્યારેક તેમના સામાજિક જીવનમાં બાધા નિવડે છે. વધુ પડતા એકલા રહેવાના કારણે મિત્રો અને પરિવારથી દૂર થઈ શકે છે. જેનાથી તેમનું માનસિક સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. તેમણે સામાજિક મેળમિલાપ વધારવાના પ્રયત્નો કરવા જોઈએ જેથી કરીને જીવન સંતુલિત રહે.
આત્મસંદેહ- મૂળાંક 7વાળા લોકો બુદ્ધિશાળી અને વિશ્લેષણાત્મક હોય છે. પરંતુ ક્યારેક ક્યારેક પોતાના પર જરૂર કરતા વધુ શંકા કરવા લાગે છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેઓ ખુબ વિચારે છે જેના કારણે સારી તકો હાથમાંથી નીકળી જાય છે. આત્મશંકાને કરાણે જોખમ લેવાથી બચે છે ને કરિયર તથા આર્થિક પ્રગતિ પર અસર પડી શકે છે. જો તેઓ પોતાનો આત્મવિશ્વાસ મજબૂત કરે અને પોતાના નિર્ણયો પર ભરોસો રાખે તો મોટી સફળતાઓ મેળવી શકે છે.
ધનવાન કેવી રીતે બની શકે
રોકાણની યોગ્ય યોજના બનાવો- મૂળાંક 7વાળા લોકો નાણાકીય મામલાઓમાં જો યોગ્ય રણનીતિ અપનાવે તો ઘણું ધન મેળવી શકે છે. શેર બજાર, રિયલ એસ્ટેટ, મ્યુચ્યુઅલ ફંડ, અને લોંગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ જેવી યોજનાઓ પર ધ્યાન આપવું લાભકારી રહેશે. તેમણે કોઈ પણ પ્રકારના રોકાણ પહેલા પૂરું રિસર્ચ કરવું જોઈએ અને ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો જોઈએ નહીં. એક અનુભવી નાણાકીય સલાહકારની મદદથી આ લોકો પોતાના રોકાણને વધુ લાભકારી બનાવી શકે છે.
આધ્યાત્મિક ઉર્જાનો યોગ્ય ઉપયોગ કરો
મૂળાંક 7વાળા લોકો સ્વભાવથી આધ્યાત્મિક હોય છે અને ઊંડી વિચારધારા ધરાવે છે. તેમની આ વિશેષતા તેમને માનસિક રીતે મજબૂત બનાવે છે જેનાથી તેઓ યોગ્ય નિર્ણય લેવામાં સક્ષમ હોય છે. ધ્યાન અને યોગને પોતાની દિનચર્યામાં સામેલ કરીને તેઓ માનસિક સ્પષ્ટતા મેળવી શકે છે. જે નાણાકીય નિર્ણયોમાં મદદ કરી શકે છે. જ્યારે મન શાંત અને કેન્દ્રીત હોય તો કોઈ પણ નિર્ણય વધુ પ્રભાવી અને લાભકારી સાબિત થાય છે.
વેપાર અને સ્ટાર્ટઅપમાં હાથ અજમાવો
મૂળાંક 7વાળા પાસે એક રચનાત્મક અને અનોખો દ્રષ્ટિકોણ હોય છે. જે તેમને સામાન્ય લોકોથી અલગ બનાવે છે. જો તેઓ પોતાનો કોઈ બિઝનેસ કે સ્ટાર્ટઅપ શરૂ કરે, કઈક નવું કે ઈનોવેટિક કરવાની કોશિશ કરે તો સારું રહે છે. તેમનું વિશ્લેષણાત્મક દિમાગ અને દુરંદર્શિતા તેમને વેપારમાં સફળતા અપાવી શકે છે. ખાસ કરીને ટેક્નોલોજી, રિસર્ચ, કન્સલ્ટિંગ અને શિક્ષણ સંબંધિત ક્ષેત્રોમાં તેઓ સારું પ્રદર્શન કરી શકે છે.
ધનને યોગ્ય દિશામાં લગાવો
મૂળાંક 7વાળા જાતકોએ પોતાની આર્થિક સ્થિતિ મજબૂત રાખવા માટે ફાલતું ખર્ચાથી બચવું જોઈએ. અનેકવાર તેઓ બિનજરૂરી ખર્ચા કરે છે. જેનાથી આર્થિક સંકટની સ્થિતિ આવી જાય છે. તેમણે પોતાના ખર્ચાને વ્યવસ્થિત રીતે મેનેજ કરવા જોઈએ અને ભવિષ્ય માટે ધન બચાવવાની આદત પાડવી જોઈએ. બજેટ બનાવીને ચાલવું અને જરૂરી ચીજોમાં જ પૈસા લગાવવા. તે તેમને આર્થિક સ્થિરતા પ્રદાન કરશે.
ભાગ્યશાળી વસ્તુઓ
ભાગ્યશાળી રંગ- સફેદ, હળવો વાદળી અને ગ્રે
ભાગ્યશાળી અંક- 2,7 અને 9
ભાગ્યશાળી દિવસ- સોમવાર અને ગુરુવાર
ભાગ્યશાળી રત્ન- ગોમેદ અને પોખરાજ
ભાગ્યશાળી મંત્ર- ‘ॐ ह्रीं श्रीं कुबेराय नमः’
મૂળાંક 7 વાળા લોકો પર કુબેરદેવની કૃપાથી આર્થિક રીતે સંપન્ન ગણવામાં આવે છે. જો તેઓ પોતાની ક્રિએટિવિટી, આત્મવિશ્વાસ અને બુદ્ધિમત્તાનો યોગ્ય ઉપયોગ કરે તો તેમને જીવનમાં ક્યારેય ધનની કમી નહીં થાય. જો કે તેમણે પોતાની નબળાઈઓને ધ્યાનમાં રાખીને કામ કરવું જોઈએ. જેથી કરીને તેઓ વધુ સફળ થઈ શકે. યોગ્ય દિશામાં મહેનત અને કુબેર દેવતાની કૃપાથી આ લોકો જીવનમાં અપાર ધન અને સમૃદ્ધિ મેળવી શકે છે. જો તમારો મૂળાંક પણ 7 હોય તો તમે આ લેખમાં અપાયેલા સૂચનોનું પાલન કરીને જીવનને આર્થિક રીતે વધુ મજબૂત બનાવી શકો છો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે