ભારતમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 82 કેસ, 2ના મોત, 10 દર્દીઓ થયા સ્વસ્થ

ભારતમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 82 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 2 લોકોના મોત થયા છે. જ્યારે 10 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પાછા ફર્યા છે. કોરોના વાઈરસના પગલે દેશના અનેક રાજ્યોમાં શાળાઓ અને કોલેજોને બંધ રાખવામાં આવી છે. 

ભારતમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 82 કેસ, 2ના મોત, 10 દર્દીઓ થયા સ્વસ્થ

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 82 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 2 લોકોના મોત થયા છે. જ્યારે 10 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પાછા ફર્યા છે. કોરોના વાઈરસના પગલે દેશના અનેક રાજ્યોમાં શાળાઓ અને કોલેજોને બંધ રાખવામાં આવી છે. 

પંજાબમાં સુરક્ષા કારણોસર તમામ સરકારી અને  ખાનગી શાળાઓ 31 માર્ચ સુધી બંધ રહેશે. ફક્ત એ જ શાળાઓ ખુલ્લી રહેશે જ્યાં પરીક્ષાઓ ચાલુ છે. રાજ્યના શિક્ષણમંત્રી વિજય ઈન્દર સિંગલાએ શુક્રવારે આ જાણકારી આપી હતી. મંત્રી સિંગલાએ રાજ્યમાં મહામારી ફેલાવવાની સ્થિતિમાં લોકોને સાવધાની વર્તવાની અને સતર્ક રહેવાની સલાહ આપી છે. 

મધ્ય પ્રદેશમાં શાળાઓ અને કોલેજોમાં આગામી આદેશ સુધી રજાઓ જાહેર કરાઈ છે. જ્યારે થિયેટરો 31 માર્ચ સુધી બંધ કરાયા છે. ઉચ્ચ શિક્ષમ વિભાગના પ્રમુખ સચિવ નીરજ મંડલોઈના જણાવ્યાં મુજબ તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં આગામી આદેશ સુધી રજાઓ રહેશે. સામૂહિક કાર્યક્રમો સ્થગિત રહેશે પરંતુ વાર્ષિક પરીક્ષાઓ અને સેમિસ્ટર પરીક્ષાઓ નિર્ધારિત કાર્યક્રમ મુજબ થશે. 

જુઓ LIVE TV

ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રદેશમાં તમામ શાળાઓ અને કોલેજોને 22 માર્ચ સુધી બંધ રાખવાના આદેશ આપ્યા છે. મીડિયા સાથે વાતચીત કરતા યોગીએ કહ્યું કે તમામ શાળા કોલેજો 22 માર્ચ સુધી બંધ રાખવાના આદેશ બહાર પડાયા છે. નિર્ણય પર 20 માર્ચના રોજ સમીક્ષા થશે અને ત્યારબાદ અન્ય કોઈ આદેશ અપાશે. જોકે જે શાળાઓમાં પરીક્ષાઓ ચાલી રહી છે ત્યાં પરીક્ષા  બાદ નિર્ણય લાગુ થશે. 

બિહારમાં શાળા કોલેજો 31 માર્ચ સુધી બંધ રખાઈ છે. બિહાર દિવસના કાર્યક્રમ પણ રદ કરાયા છે. સરકારે તમામ સ્પોર્ટ્સ, ઈવેન્ટ્સ અને કલ્ચરલ ઈવેન્ટ્સને પણ રદ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news