કોરોનાને અટકાવવા હાઈકોર્ટનો મોટો નિર્ણય, સુઓમોટો દાખલ કરી

કોરોના વાયરસ (Corona virus) ને લઈ ગુજરાત હાઇકોર્ટ  ગંભીરતાથી નોંધ લઈ સુઓમોટો દાખલ કરી છે. હાઇકોર્ટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને રાજ્ય સરકારે નોટિસ ઈશ્યુ કરી છે. રાજ્યભરમાં જાગૃતિ માટે કામગીરી અને પ્રિવેન્ટીવ મેજર્સ લેવા માટે સરકારને હાઈકોર્ટે નિર્દેશો આપ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સાવધાની માટે પગલાં લઈ રહી છે. પરંતુ વાયરસ વધુ ન ફેલાય તે માટે રાજ્યની ન્યાયપાલિકા માટે પણ તેમજ પ્રજા માટે પણ નિર્દેશ જારી કરવાની જરૂરિયાત હોવાનું કોર્ટે નોંધ્યું છે.
કોરોનાને અટકાવવા હાઈકોર્ટનો મોટો નિર્ણય, સુઓમોટો દાખલ કરી

આશ્કા જાની/અમદાવાદ :કોરોના વાયરસ (Corona virus) ને લઈ ગુજરાત હાઇકોર્ટ  ગંભીરતાથી નોંધ લઈ સુઓમોટો દાખલ કરી છે. હાઇકોર્ટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને રાજ્ય સરકારે નોટિસ ઈશ્યુ કરી છે. રાજ્યભરમાં જાગૃતિ માટે કામગીરી અને પ્રિવેન્ટીવ મેજર્સ લેવા માટે સરકારને હાઈકોર્ટે નિર્દેશો આપ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સાવધાની માટે પગલાં લઈ રહી છે. પરંતુ વાયરસ વધુ ન ફેલાય તે માટે રાજ્યની ન્યાયપાલિકા માટે પણ તેમજ પ્રજા માટે પણ નિર્દેશ જારી કરવાની જરૂરિયાત હોવાનું કોર્ટે નોંધ્યું છે.

હાઇકોર્ટે લીધેલી સુઓમોટો જાહેર હિતની અરજીમાં ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે કોરોના વાયરસ માટે જારી કરેલી એડવાઇઝરીનું ચુસ્તપણે પાલન કરાય. કોર્ટ પરિસરના પ્રવેશદ્વાર પર ટેમ્પરેચર ગન મુકવા કોર્ટે સરકારને આદેશ કર્યો છે. કોર્ટમાં આવતી વ્યક્તિને તાવ જણાઈ આવે તો તાત્કાલિક સારવાર અને નિદાન માટે મોકલી આપવા તેમજ કોર્ટ પરિસરમાં સ્વચ્છતા અને કોર્ટ કમ્પાઉન્ડ તેમજ ફ્લોર જંતુમુકત રાખવા માટે જરૂરી કાર્યવાહીનો પણ આદેશ કર્યો છે. તેમજ પાર્ટી ઇન પર્સનની રુએ હાજર થતાં વ્યક્તિ કોર્ટમાં હાજર નહિ હોય તો તેમની સામે નકારાત્મક હુકમ નહિ કરાય.

રાજ્યની તમામ અદાલતોમાં પક્ષકારોએ આવવાનો આગ્રહ રાખવો નહિ. પક્ષકારોના વકીલો આ મુદ્દે તેમના અસીલોને યોગ્ય માહિતી અને સમજ આપે તેવો કોર્ટ આદેશ કર્યો છે. રાજ્યભરમાં જાહેર સભાઓ કે પબ્લિક ગેધરિંગ અતિ આવશ્યક ન હોય ત્યાં સુધી ટાળવા કહ્યું છે. વધુમાં રાજ્ય સરકાર સહિતના તમામ પક્ષકારોને નોટિસ ઇશ્યૂ કરવાની સાથે એક અઠવાડિયામાં જવાબ રજૂ કરવા માટે અને એકશન ટેકન રિપોર્ટ રજૂ કરવા માટે હાઈકોર્ટે ક આદેશ કર્યો છે.

હાઈકોર્ટે રાજ્યની તમામ કોર્ટમાં કોરોના વાયરસ મુદ્દે સાવચેતીના કયા પ્રકારના પગલા લઈ શકાય તે અંગે સૂચનો અને ભલામણ મંગાવી છે. સાથે દ બાર એસોસિયેશન રજિસ્ટ્રી અને હાઈકોર્ટના સ્ટાફ માટે સાવચેતીના પગલાનો આદેશ અપાયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news