મણિપુરના CM બિરેન સિંહે આપ્યું રાજીનામું, રાજ્યમાં ઘણા સમયથી ચાલી રહી હતી હિંસા
Manipur CM Biren Singh Resignation: મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજ્યના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓએ રાજભવન ખાતે રાજ્યપાલને મળ્યા અને રાજીનામું સુપરત કર્યું છે. રાજ્યમાં લાંબા સમય સુધી ચાલી રહેલી હિંસાને કારણે તેમને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો હતો.
Trending Photos
Manipur CM Biren Singh Resignation: મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે આજે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓએ રાજભવન ખાતે રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને મળ્યા અને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું સુપરત કર્યું છે. આજે જ તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. લાંબા સમયથી રાજ્યમાં ચાલી રહેલી હિંસાને કારણે તેઓ ટીકાનો સામનો કરી રહ્યા હતા. પાર્ટીના ઘણા ધારાસભ્યો પણ તેમનાથી નારાજ હતા.
પાર્ટીના ઘણા ધારાસભ્યો પણ તેમનાથી નારાજ હતા. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર 12 જેટલા ધારાસભ્યો નેતૃત્વ પરિવર્તન માટે દબાણ કરી રહ્યા હતા.
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજ્યમાં તેમની નેતૃત્વ ક્ષમતાને લઈને ભાજપમાં વધતા અસંતોષને ડામવા મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તેમની સરકાર કોંગ્રેસ દ્વારા સંભવિત અવિશ્વાસ પ્રસ્તાવ અને ફ્લોર ટેસ્ટનો સામનો કરી શકે છે. મુખ્યમંત્રી એન બિરેન સિંહે આજે સાંજે રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું.
કેમ આપ્યું રાજીનામું?
કોનરાડ સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)એ સમર્થન પાછું ખેંચી લીધું હોવા છતાં ભાજપ પાસે બહુમતી માટે પૂરતા આંકડા હતા. પરંતુ પાર્ટીના કેટલાક ધારાસભ્યોએ નેતૃત્વ બદલવાની માંગ ઉઠાવી હતી. જો ફ્લોર ટેસ્ટ થાય તો આ અસંતુષ્ટ ધારાસભ્યો પાર્ટી વ્હીપનું ઉલ્લંઘન કરે તેવી શક્યતા હતી, જેના કારણે સરકાર માટે સંકટ ઉભું થઈ શકે છે. આ સ્થિતિને ટાળવા માટે મુખ્યમંત્રીએ પક્ષના કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કર્યા પછી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો.
દિલ્હીમાં અમિત શાહ અને જેપી નડ્ડા સાથે કરી મુલાકાત
એન બિરેન સિંહ આજે સવારે દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં રાજ્યની રાજકીય સ્થિતિ અને સંભવિત વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી હતી. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ 12 ધારાસભ્યો નેતૃત્વ પરિવર્તન માટે દબાણ કરી રહ્યા હતા, જ્યારે 6 ધારાસભ્યો તટસ્થ વલણ અપનાવી રહ્યા હતા. આ સિવાય સ્પીકર અને મુખ્યમંત્રી વચ્ચેના મતભેદો પણ મહત્વનું કારણ હોવાનું કહેવાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે