ગુજરાતમાં શું ફરી રોગ ફેલાયો? એક સાથે 18 વિદ્યાર્થીનીઓ બિમાર, આરોગ્ય વિભાગની સાથે નેતાઓ દોડતા

સુરત જિલ્લામાં ફરી એકવાર ઉમરપાડાના વિદ્યાર્થીઓ બીમારીના ઝપેટમાં આવ્યા છે. ઉમાગોટ શાળાના વિદ્યાર્થીઓ બાદ હવે ઉમરપાડાના નસારપુર ખાતે આવેલ સૈનિક શાળાના વિદ્યાર્થીઓ શરદી, ખાંસી, તાવ, અને ઉલ્ટીની બીમારીનો શિકાર થયાં છે.

ગુજરાતમાં શું ફરી રોગ ફેલાયો? એક સાથે 18 વિદ્યાર્થીનીઓ બિમાર, આરોગ્ય વિભાગની સાથે નેતાઓ દોડતા

સંદીપ વસાવા/ઉમરપાડા: સુરત જિલ્લામાં ફરીવાર ઉમરપાડા તાલુકાના વિદ્યાર્થીઓ બીમારીના ભરડામાં આવ્યા છે, વાયરલ ફીવર કે પછી ફરી વિદ્યાર્થીઓ ફૂડ પોઝનિંગનો બન્યા ભોગ? ઉમરપાડાની સૈનિક શાળાના વિદ્યાર્થીઓ ખાંસી, તાવ, ઉલ્ટી થતા અરોગ્ય વિભાગ દોડતું થયું, રિયાલિટી ચેકમાં શાળાના રસોઈ ઘરની આસપાસ ગંદકીનું સામ્રાજય, શાળા સંચાલકો ધાકપિછોડા કરતા હોવાની માહિતી આરોગ્ય વિભાગની સાથે સાથે સ્થાનિક નેતાઓ પણ દોડતા થયા. 

સુરત જિલ્લામાં ફરી એકવાર ઉમરપાડાના વિદ્યાર્થીઓ બીમારીના ઝપેટમાં આવ્યા છે. ઉમાગોટ શાળાના વિદ્યાર્થીઓ બાદ હવે ઉમરપાડાના નસારપુર ખાતે આવેલ સૈનિક શાળાના વિદ્યાર્થીઓ શરદી, ખાંસી, તાવ, અને ઉલ્ટીની બીમારીનો શિકાર થયાં છે. એક બાદ એક વિદ્યાર્થીઓને બીમારીના લક્ષણો દેખાતા તબિયત લથડતા ઝંખવાવ તેમજ માંગરોળ આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે. 

ઉમરપાડાના વાડી ગામે આવેલી સૈનિક શાળા માં અચાનક એક પછી એક વિદ્યાર્થીની અચાનક બીમાર પડતા ફફડાટ મચી ગયો હતો. છેલ્લા ચાર દિવસથી સૈનિક ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીની તબિયત લઠડતાં 18 જેટલી બાળાઓને ઝંખવાવ અને માંગરોળ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જોકે એક પછી એક વિદ્યાર્થી બીમાર પડતા સ્થાનિક અને જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. આ વિસ્તારના ધારાસભ્ય એ પણ સ્કૂલ અને હોંસ્પિટલની મુલાકાત લીધી હતી. ધારાસભ્યએ વિદ્યાર્થીઓ સાથે વાત કરી વહેલા સારા થયો જશો ડરતા નહિનું આશ્વાસન આપ્યું હતું.

સૈનિક શાળાના વિદ્યાર્થી ઓ વાલી ઓને પૂછતાં નામ ન કહેવાની શરતે અમને તેઓએ જમવાની ફરિયાદ કરી હતી. અને સ્કૂલ મેસ માં જમવાનું ગુણવતાસભર ના મળતું હોવાની ફરિયાદ કરતા અમે જયારે સ્કૂલ કેન્ટીન નું રિયાલિટી ચેક કરતા આવા દ્રશ્ય જોવા મળ્યા હતા. ગંદકી અને બાળકોને આપવામાં આવતા ભોજન પર સવાલ ઉઠ્યા હતા. જમવામાં વપરાતું શાકબાજી તેમજ ભોજન પર માખીઓ મચ્છરો બેઠા હતા. અને સીધે સીધે એજ ભોજન બાળકોને પીરસવામાં આવી રહ્યું હતું. તેમજ નેતાઓ, અરોગ્ય વિભાગ જયારે મુલાકાત લેવાનું હોય ત્યારે રસોઈ ઘરની પાછળની ગંદકી માટી નાંખી ને ઢાંકી દેવામાં આવી હોય તે સ્પષ્ટપણે દેખાય આવે છે. ત્યારે સવાલ એ થાય છે કે વાયરલ ફીવર છે કે પછી ફૂડ પોઇઝીનિંગ એ એક સવાલ છે.જોકે જિલ્લા આરોગ્ય અધિકારી એ વાયરલ ફીવર હોવાની વાત કરી હતી અને 18 બાળકો ને શરદી ખાંસી ની અસર થતા સારવાર હેઠળ ખસેડાયા હતા.

ઘટનાને પગલે અમે ઝંખવાવ સી.એચ.સી સેન્ટર ખાતે સારવાર લઈ રહેલ વિદ્યાર્થીઓ પાસે પહોંચ્યા તો તેઓ ખુબજ દયનિય હાલતમાં હતાં. જેઓ ચોધાર આશુએ રડી રહ્યા હતા. તો બીજી તરફ વાલીઓમાં પણ ચિંતિત જોવા મળી રહ્યા છે. આરોગ્ય વિભાગ ની તપાસ માં જે પણ રિપોર્ટ આવે તે પરંતુ એટલું ચોક્કસ છે કે શાળા માં વિદ્યાર્થીઓ ને અપાતા ભોજન ની આદિજાતિ વિભાગ ખાનગી રાહે તપાસ કરાવે તો ચોક્કસ થી આ ભોજન કેટલું ગુણવત્તા સભર છે તે હકીકત બહાર આવે તેમ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news