પ્રોપર્ટી ઓનરની બલ્લે-બલ્લે! ઈનકમ ટેક્સમાં મળશે બમ્પર છૂટ, જાણો કેટલો થશે ફાયદો?

Property Tax: હવે તમે તમારી બે સેલ્ફ-ઓક્યૂપાઈડ પ્રોપર્ટી માટે  Nil Annual Valueનો દાવો કરી શકો છો. આનો અર્થ એ છે કે ટેક્સ કમ્પ્લાયન્સ અનુસાર હશે અને તમારા ખિસ્સામાં વધુ રૂપિયા બચશે.

પ્રોપર્ટી ઓનરની બલ્લે-બલ્લે! ઈનકમ ટેક્સમાં મળશે બમ્પર છૂટ, જાણો કેટલો થશે ફાયદો?

Budget 2025: જો તમારી પાસે પણ એકથી વધુ પ્રોપર્ટી છે અને અત્યાર સુધી તમે તેના પર સરકારને ટેક્સ ચૂકવતા આવ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. આ વર્ષનું બજેટ તમારા ચહેરા પર સ્મિત લાવી શકે છે. હવે તમે તમારી બે સ્વ-કબજાવાળી મિલકતો માટે Nil Annual Valueનો દાવો કરી શકો છો. આનો અર્થ એ છે કે ટેક્સ કમ્પ્લાયન્સ અનુસાર હશે અને તમારા ખિસ્સામાં વધુ રૂપિયા બચશે.

અગાઉ જો કોઈ વ્યક્તિ અન્ય મિલકતની માલિકી ધરાવતું હોય, તો તેમણે ટેક્સ ચૂકવવો પડતો હતો, પછી ભલે તે તેને ભાડે પણ ન આપ્યું હોય. આ ટેક્સ સંભવિત ભાડાની રકમના આધારે નક્કી કરવામાં આવ્યો હતો. જો નોકરીના કારણે કોઈને બીજા શહેરમાં રહેવું પડતું હોય, તો તેમણે સાબિત કરવું પડતું હતું કે તેની પ્રથમ મિલકત સેલ્ફ-ઓક્યૂપાઈડની છે, જેથી તેને ટેક્સમાં રાહત મળી શકે.

આ વર્ષના બજેટમાં આપવામાં આવી છૂટ
આ વર્ષના સામાન્ય બજેટમાં આ શરતોને નાબૂદ કરવામાં આવી છે. કોલિયર્સ ઇન્ડિયાના રેસિડેન્શિયલ ટ્રાન્ઝેક્શન સર્વિસિસના એમડી રવિશંકર સિંહના જણાવ્યા અનુસાર "પહેલાં, કરદાતાઓએ સાબિત કરવું પડતું હતું કે તેમની બીજી મિલકત કામ અથવા વ્યવસાયના કારણોસર ખાલી છે. પરંતુ હવે આ શરતો દૂર થવાથી ટેક્સ સંબંધી જટિલતાઓમાં ઘટાડો થયો છે."

કેટલો ટેક્સ બચશે?
ETએ દિલ્હીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મનોજ પાહવાના હવાલાથી જણાવ્યું છે કે, જો કોઈ પોતાની પ્રોપર્ટીમાં રહેતો નથી, તો હવે તેને ઘણો લાભ મળશે. હવે કામ માટે અન્ય સ્થળે રહેવા માટે પુરાવા આપવાની જરૂર રહેશે નહીં. આ ખાસ કરીને તે પ્રોફેશનલ્સ માટે રાહત છે જેઓ વિવિધ શહેરોમાં કામ કરી રહ્યા છે.

કરદાતાઓને કેટલો ફાયદો થશે?
દિલ્હીના લીગલ પ્રોફેશનલ અભિજિતમ ઉપાધ્યાય પહેલા પોતાના ગુરુગ્રામમાં સ્થિત ખાલી મકાન પર દર મહિને આશરે રૂ. 10,000નો ટેક્સ ચૂકવતા હતા. હવે તે ખુશીથી કહે છે, "હવે આ પૈસા મારા ખિસ્સામાં રહેશે. આ પગલાના ફાયદા માત્ર આર્થિક જ નથી, પરંતુ આ સાથે માતા-પિતા તેમના બાળકો માટે અગાઉથી ઘર ખરીદવાનું પસંદ કરશે."

કેટલાક લોકો માટે આ બચત પણ વધારે છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સચિન ગર્ગ કહે છે કે, "હું પહેલા ભાડાની અંદાજિત આવક પર વાર્ષિક રૂ. 65,520નો ટેક્સ ચૂકવતો હતો. હવે આ ફેરફારથી મને મોટી બચત થશે." નોઈડાના મુકુલ માથુર જણાવ્યું કે, "મારી બીજી પ્રોપર્ટીમાંથી અંદાજિત આવક લગભગ 9 લાખ રૂપિયા હતી, જેના પર મારે હવે ટેક્સ ચૂકવવો પડશે નહીં. આનાથી મને લગભગ 1.8 લાખ રૂપિયાની બચત થશે."

રિયલ એસ્ટેટ સેક્ટરને પણ ફાયદો
આ ફેરફાર માત્ર તમારા ખિસ્સા માટે જ નહીં પરંતુ રિયલ એસ્ટેટ માર્કેટ માટે પણ સારો સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના મતે આ સુધારાથી રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટમાં રોકાણને વેગ મળશે. ANAROCK ગ્રુપના ચેરમેન અનુજ પુરી જણાવ્યું કે, "આ પગલું હોમ ઓનરશિપ માલિકી અને પ્રાઈમરી એન્ડ સેકેન્ડરી હાઉસિંગ માર્કેટમાં રોકાણને પ્રોત્સાહન આપશે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news