કોણ છે 'ઓપ્શન ક્વિન' YouTuber અસ્મિતા પટેલ? જેના કારણે રોકાણકારોને થયું કરોડોનું નુકસાન
Asmita Patel: સેબીએ અસ્મિતા પટેલને અલગ-અલગ કોર્સ માટે રોકાણકારો પાસેથી લીધેલા રૂ. 53 કરોડથી વધુની ફી પરત કરવાનો નિર્દેશ આપ્યો છે.
Trending Photos
Who Is Asmita Patel: શેરબજારમાં પૈસાનું રોકાણ કરીને ઝડપથી અમીર બનવાનું સપનું જોનારાઓ માટે અસ્મિતા પટેલ (Asmita Patel) એક મોટું નામ બની ગઈ છે. 'ઓપ્શન ક્વીન' અને 'શેર માર્કેટની શેરની' તરીકે ઓળખાતા YouTuber અને ફાઈનાશિયલ ઈન્ફ્લુએન્સર ઓનલાઈન ટ્રેડિંગ સ્કૂલ પણ ચલાવતી હતી. પરંતુ હવે માર્કેટ રેગ્યુલેટરી સંસ્થા સેબીએ તેમની સામે કડક કાર્યવાહી કરીને તેમના પર પ્રતિબંધ લગાવી દીધો છે.
સેબીએ 'ફાઈનઈન્ફ્લુએન્સર' અસ્મિતા પટેલ અને અસ્મિતા પટેલ ગ્લોબલ સ્કૂલ સહિત છ પાર્ટીને મૂડીબજારમાંથી પ્રતિબંધિત કરી દીધી છે. આ સિવાય સેબીએ અસ્મિતા પટેલને જુદા જુદા કોર્સ માટે રોકાણકારો પાસેથી ફી તરીકે લીધેલી રૂ. 53 કરોડથી વધુની રકમ પરત કરવાનો નિર્દેશ આપ્યો છે. સેબીના જણાવ્યા અનુસાર, અસ્મિતા પટેલે માન્ય રજિસ્ટ્રેશન વિના રોકાણની સલાહ આપી હતી અને તેના કારણે રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.
કોણ છે અસ્મિતા પટેલ?
અસ્મિતા પટેલ સોશિયલ મીડિયા અને યુટ્યુબ દ્વારા પોતાને સ્ટોક માર્કેટ એક્સપર્ટ ગણાવે છે. તેના ફોલોઅર્સ તેમને 'શેર બજારની શેરની' એટલે કે ‘She-Wolf of Stock Market’ તરીકે પણ ઓળખતા હતા.
તેણે પોતાની ગ્લોબલ સ્કૂલ ઓફ ટ્રેડિંગ દ્વારા ઘણા લોકોને ટ્રેડિંગ શીખવવાનો દાવો કર્યો હતો. અસ્મિતા પટેલ દાવો કરે છે કે તે રોકાણકારોને નફો મેળવવા માટે સરળ ફોર્મ્યુલા આપી શકે છે. પરંતુ સેબીની તપાસમાં બહાર આવ્યું છે કે તે રોકાણકારોને લાયસન્સ વિના સ્ટોક ખરીદવા અને વેચવાની સલાહ આપી રહી હતી.
રોકાણકારોનું થયું કરોડોનું નુકસાન?
સેબીના તપાસ રિપોર્ટ અનુસાર અસ્મિતા પટેલ અને તેમની સંસ્થાઓએ ગેરકાયદેસર રીતે 104 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ઘણા રોકાણકારો કે જેમણે તેમની સ્ટોક ટીપ્સને અનુસરી તેમને ભારે નુકસાન સહન કરવું પડ્યું. સેબીએ તેમના ખાતામાંથી 53.6 કરોડ રૂપિયા પણ જપ્ત કર્યા છે.
SEBI એ શા માટે મૂક્યો પ્રતિબંધ?
સેબીએ અસ્મિતા પટેલ અને તેની ગ્લોબલ સ્કૂલ ઓફ ટ્રેડિંગ પર આ આરોપ લગાવ્યા છે કે તે "શિક્ષણ આપવા"ના નામે રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂક્યો છે. તેણી તેના અભ્યાસક્રમો દ્વારા સ્ટોક ટ્રેડિંગ અંગે ટિપ્સ આપતી હતી અને ટેલિગ્રામ ચેનલો દ્વારા '‘Buy' અને 'Sell' કરવાની સલાહ આપતી હતી. સેબીના મતે આ સીધું ગેરકાયદેસર છે. સેબીએ અસ્મિતા પટેલને લગતા તમામ વીડિયો, પ્રકાશનો અને વેબસાઈટને ઈન્ટરનેટ પરથી હટાવવાનો પણ આદેશ આપ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે