લિવ ઈન પાર્ટનરે લગ્ન માટે જીદ કરી તો પ્રેમીએ કરી નિર્દયતાથી હત્યા, 35 ટુકડાં કરી લાશ ઠેકાણે પાડી
Shraddha Murder Case: દિલ્હીથી એક હચમચાવી નાખે તેવા સમાચાર આવ્યા છે. આફતાબ નામના યુવકે 1500 કિમી દૂર જઈને લિવ ઈન પાર્ટનર શ્રદ્ધાની નિર્દયતાથી હત્યા કરી નાખી. દિલ્હી પોલીસે 5 મહિના પહેલા થયેલી હત્યાનું કોકડું ઉકેલતા આફતાબ અમીન પૂનાવાલા નામના વ્યક્તિની ધરપકડ કરી છે.
Trending Photos
Shraddha Murder Case: દિલ્હીથી એક હચમચાવી નાખે તેવા સમાચાર આવ્યા છે. આફતાબ નામના યુવકે 1500 કિમી દૂર જઈને લિવ ઈન પાર્ટનર શ્રદ્ધાની નિર્દયતાથી હત્યા કરી નાખી. દિલ્હી પોલીસે લગભગ 6 મહિના પહેલા થયેલી હત્યાનું કોકડું ઉકેલતા આફતાબ અમીન પૂનાવાલા નામના વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસ હવે આફતાબે જેની હત્યા કરી હતી તે શ્રદ્ધાના શરીરના એવા ટુકડાઓને શોધ કરી રહી છે જેને આફતાબે હત્યા કર્યા બાદ અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા.
મુંબઈ થઈ હતી મુલાકાત
શ્રદ્ધાના પિતાએ દિલ્હીના મેહરોલી પોલીસ મથકમાં પુત્રી ગૂમ થઈ હોવાની ફરિયાદ દાખલ કરી હતી. પિતા વિકાસ મદાને પોલીસને જણાવ્યું કે તેઓ પરિવાર સાથે મહારાષ્ટ્રના પાલઘરમાં રહે છે. તેમની 26 વર્ષની પુત્રી શ્રદ્ધા મુંબઈના મલાડમાં સ્થિત એક મલ્ટીનેશનલ કંપનીના કોલ સેન્ટરમાં કામ કરતી હતી. અહીં શ્રદ્ધાની મુલાકાત આફતાબ અમીન સાથે થઈ. બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને લિવ ઈન રિલેશનશીપમાં રહેવા લાગ્યા હતા. જ્યારે પરિવારને આ સંબંધ અંગે જાણ થઈ તો તેમણે વિરોધ કરવાનો શરૂ કરી દીધો. ત્યારબાદ આફતાબ અને શ્રદ્ધાએ મુંબઈ છોડી દીધુ અને દિલ્હી જઈને રહેવા લાગ્યા.
ફેસબુકની મદદથી મળ્યું લોકેશન
પિતાએ જણાવ્યું કે તેમને પછી ખબર પડી કે તેમની પુત્રી મહેરોલીના છતરપુર વિસ્તારમાં રહે છે. તેમણે જણાવ્યું કે કોઈને કોઈ માધ્યમ દ્વારા પુત્રીની જાણકારી તેમને મળતી રહેતી હતી. તેમને ફેસબુક પર અપલોડ કરાયેલા ફોટાના માધ્યમથી ખબર પડી કે શ્રદ્ધા હિમાચલ પ્રદેશ ફરવા માટે ગઈ છે. પરંતુ ત્યારબાદથી કોઈ સૂચના મળી નહી. ફોન નંબર પર સતત સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી પરંતુ તે પણ બંધ આવી રહ્યો હતો. ત્યારબાદ કોઈ અનહોનીની આશંકા થતા તેઓ 8 નવેમ્બરે સીધા છતરપુર સ્થિત ફ્લેટમાં ગયા જ્યાં પુત્રી ભાડે રહેતી હતી. ત્યાં તાળું હોવાથી મહેરોલી પોલીસ મથકમાં પોલીસને અપહરણની સૂચના આપવામાં આવી અને એફઆઈઆર દાખલ કરાવવામાં આવી. પોલીસે કાર્યવાહી હાથ ધરતા 12 નવેમ્બરના રોજ આફતાબને પકડ્યો.
મૃતદેહના 35 ટુકડાં કર્યા
પોલીસ કેસ દાખલ કરીને ત્યારે તપાસ શરૂ કરી દીધી અને પછી આફતાબની ધરપકડ કરવામાં આવી. આફતાબે જણાવ્યું કે શ્રદ્ધા હંમેશા તેના પર લગ્ન માટે દબાણ કરતી હતી. આ મુદ્દે બંને વચ્ચે હંમેશા વિવાદ થતો રહેતો હતો. આથી જ્યારે 18મી મેના રોજ ઝઘડો થયો તો તેણે શ્રદ્ધાનું ગળું દબાવી દીધુ જેના કારણે શ્રદ્ધાનું મોત નિપજ્યું. શ્રદ્ધાને મૃત અવસ્થામાં જોતા જ આફતાબ ગભરાઈ ગયો અને ત્યારબાદ તેણે મૃતદેહના આરીથી 35 ટુકડાં કરી નાખ્યા અને વાસ ન આવે તે માટે બજારમાંથી ફ્રિજ પણ લઈ આવ્યો હતો.
આ વીડિયો પણ ખાસ જુઓ...
18 દિવસ સુધી ફ્રિજમાં રાખ્યાં ટુકડાં
પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ આફતાબે શ્રદ્ધાની ગળું દબાવીને હત્યા કરી અને ત્યારબાદ આરીથી લાશના 35 ટુકડાં કરી તેને પોતાના ઘરમાં રાખ્યા. આ માટે આફતાબ એક મોટું ફ્રિજ પણ ખરીદીને લાવ્યો હતો. 18 દિવસ સુધી લાશના ટુકડાં તેણે ઘરમાં ફ્રિજમાં રાખ્યા. દરરોજ રાતે 1થી 2 વાગ્યાની વચ્ચે એક એક કરીને શરીરના ટુકડાંને પ્લાસ્ટિકની બેગમાં ભરીને લઈ જતો અને જંગલની અલગ અલગ દિશાઓમાં ફેંકીને પાછો ઘરે આવી જતો હતો. જેથી કરીને જંગલમાં ફરતા જંગલી જાનવરો તે ટુકડાં ખાઈ જાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે