Fat Reduce Drink: વજન ઘટાડવાનું બ્રહ્માસ્ત્ર છે આ પીણું, પીવાનું શરુ કરશો એટલે એક-એક ઈંચ કમર ઘટવા લાગશે
Fat Reduce Drink: આયુર્વેદમાં કેટલાક નેચરલ ડ્રિંક્સ વિશે જણાવ્યું છે જે મેટાબોલિઝમને બુસ્ટ કરે છે અને શરીરની ચરબી પણ ઝડપથી ઓગાળે છે. આજે તમને આવા જ એક દેશી પીણા વિશે જણાવીએ જે વજન ઝડપથી ઉતારી શકે છે.
Trending Photos
Fat Reduce Drink: જો તમે મહિનાઓથી પ્રયત્ન કરી રહ્યા છો પરંતુ તેમ છતાં વજન ઘટવાનું નામ નથી લેતું તો પછી હવે સવારની ચા કે કોફીને બદલે આ વસ્તુ પીવાની શરૂઆત કરી દો. આયુર્વેદ અનુસાર આ નેચરલ ડ્રિન્ક પીવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને શરીરની અંદર જામેલી ગંદકી ઝડપથી બહાર કાઢવામાં મદદ મળે છે. આ ડ્રિન્કને વજન ઘટાડવા માટેનું બ્રહ્માસ્ત્ર પણ કહેવાય છે. જો તમે આ ડ્રિન્ક સવારે પીવાની શરૂઆત કરી દેશો તો થોડા જ દિવસોમાં જોશો કે કમરમાં એક એક ઇંચનો ઘટાડો થવા લાગ્યો છે.
લીંબુને વિટામીન સીનો ખજાનો કહેવાય છે. લીંબુમાં અન્ય જરૂરી પોષક તત્વ પણ હોય છે. લીંબુ શરીરને ડિટોક્સ કરવામાં અને વજન ઘટાડવામાં મદદ કરે છે. જો તમારા પેટ અને કમરની ચરબીને ઝડપથી ઉતારવી હોય તો લીંબુવાળી ચા પીવાનું શરૂ કરો.
લીંબુની ચા પીવાથી થતા ફાયદા
1. સવારે ચા કે કોફીના બદલે લીંબુ વાળી ચા પીવાથી મેટાબોલિઝમ બુસ્ટ થશે. જેના કારણે ચરબી બળવાની પ્રક્રિયા ઝડપી થશે.
2. આ ચા પાચનતંત્રને મજબૂત કરે છે જેના કારણે ભોજન ઝડપથી પચે છે. અને શરીરમાં વધારે ફેટ જામતું અટકે છે.
3. લીંબુ વાળી ચા શરીરમાં જામેલી ગંદકીને બહાર કાઢે છે જેના કારણે ત્વચા પર નિખાર દેખાય છે.
4. જો તમને વારંવાર ભૂખ લાગતી હોય તો આ ચા પીવાથી ભૂખ પણ કંટ્રોલમાં રહેશે.
કેવી રીતે બનાવવી લીંબુ વાળી ચા
એક ગ્લાસ પાણી ઉકાળવા મૂકો. આ પાણીમાં ગ્રીન ટી અથવા તો કાળી ચા ઉમેરો. બેથી ત્રણ મિનિટ સુધી તેને ઉકાળો અને પછી ગેસ બંધ કરી ચા ને ગાળી લો. હવે આ ચામાં અડધા લીંબુનો રસ મિક્સ કરો. પાણી જ્યારે હુંફાળું હોય ત્યારે તેમાં મધ ઉમેરીને ચાની જેમ તેને સવારે પી લો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે