Omicron: દેશમાં ઓમિક્રોનથી પહેલું મોત, આ રાજ્યોમાં વકરી રહી છે પરિસ્થિતિ
દેશમાં કોરોના (Corona) થી હાલાત ફરીથી બેકાબૂ થઈ રહ્યા છે. અનેક રાજ્યોમાં કોરોનાના વધતા કેસથી ટેન્શન વધી ગયું છે. આ બાજુ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન (Omicron) થી દેશમાં પહેલું મોત પણ નોંધાયું છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona) થી હાલાત ફરીથી બેકાબૂ થઈ રહ્યા છે. અનેક રાજ્યોમાં કોરોનાના વધતા કેસથી ટેન્શન વધી ગયું છે. આ બાજુ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન (Omicron) થી દેશમાં પહેલું મોત પણ નોંધાયું છે. જે ઝડપથી કેસ વધવાના શરૂ થયા છે તે ત્રીજી લહેરના ભણકારા દર્શાવી રહ્યા છે. આ અંગે અગાઉ એક્સપર્ટ્સ આગાહી કરી ચૂક્યા છે.
દેશની રાજધાનીમાં ગુરુવારે કોરોનાના 1313 નવા કેસ નોંધાયા. જે 26 મે બાદ સૌથી વધુ કેસ છે. પોઝિટિવિટી રેટ પણ વધીને 1.73 ટકા થઈ ગયો. જ્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 5368 કેસ નોંધાયા. બુધવારે આ આંકડો 1468 હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 22 લોકોના કોરોનાથી મોત થયા. એક્ટિવ કેસ 18217 પર પહોંચી ગયા છે.
ઓમિક્રોનથી પહેલું મોત!
મહારાષ્ટ્રના જ પિંપરી ચિંચવાડમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી દેશમાં પહેલું મોત નોંધાયું છે. રિપોર્ટસ મુજબ આ દર્દી 52 વર્ષનો હતો. હાર્ટ એટેકથી આ વ્યક્તિનો જીવ ગયો. આ હાર્ટ એટેક કોવિડ-19થી થતી સમસ્યાઓના કારણે આવ્યો. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના નવા 198 કેસ નોંધાયા છે. આ સાથે ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા વધીને 450 થઈ ગઈ છે. આ ઉપરાંત 125 દર્દીઓને આરટી-પીસીઆર ટેસ્ટ બાદ હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવાઈ છે.
A 52-year-old man with a travel history to Nigeria died of heart attack in Pimpri Chinchwad on Dec 28. The death of the patient is due to non-COVID reasons. Today's NIV report reveals that he was infected with #Omicron variant of coronavirus: Maharashtra Health Department https://t.co/14UzGVEj87
— ANI (@ANI) December 30, 2021
મીડિયા રિપોર્ટ્સ મુજબ આ 198 કેસમાંથી 190 કેસ તો એકલા મુંબઈમાં જ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં જે નવા 5,368 કેસ નોંધાયા છે તેમાંથી એકલા મુંબઈમાં 3,671 કેસ નોંધાયા છે. આ જાણકારી બૃહદ મુંબઈ મહાનગર પાલિકાએ આપી છે.
પશ્ચિમ બંગાળની વાત કરીએ તો રાજ્યમાં કોવિડ-19ના 2128 કેસ નોંધાયા છે. 24 કલાકમાં ઈન્ફેક્શનના કેસ બમણા થઈ ગયા છે. સંક્રમણ દર 5.47 ટકા પર પહોંચી ગયો છે.
ગુજરાતમાં ઓમિક્રોનના 97 કેસ
ગુજરાતમાં કોરોના ફરી એકવાર બેકાબુ થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના સૌથી વધુ 573 નવા પોઝિટીવ કેસ નોંધાયા છે. તો બીજી તરફ 69 દર્દીઓ સાજા થયા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.50 ટકાએ પહોંચી ચુક્યો છે. અત્યાર સુધીમાં કુલ 8,18,589 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં 2,32,392 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે ઓમિક્રોનના રાજ્યમાં એક પણ કેસ નોંધાયો નથી. ગુજરાતમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં 97 કેસ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે