વિદેશ જતાં પહેલાં ફરજિયાત રજૂ કરવું પડશે IT નું ક્લિયરન્સ સર્ટિ? જાણો શું છે સાચી હકીકત
IT Clearance Certificate: શું તમે પણ વિદેશ જવાનો પ્લાન બનાવી રહ્યાં છો? તો વિદેશ જતા પહેલાં તમારે લેવું પડશે એક આ ખાસ પ્રકારનું સર્ટિફિકેટ! આવો એક મેસેજ હાલ સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. જાણો શું છે સાચી હકીકત...
Trending Photos
Income Tax Clearance Certificate: ભારતમાં સતત નાણાંકીય ગેરરીતિઓ વધી રહી છે. લોકો જાતજાતના કિમિયા કરીને, અલગ અલગ નુસખા અપનાવીને છેતરપિંડી આચરી રહ્યાં છે. આ સ્થિતિને નિયંત્રિત કરવા માટે સરકાર કડક પગલાં લઈ રહી છે. ત્યારે આ તમામની વચ્ચે એક સમાચારો એવા પણ વહેતા થયા છેકે, વિદેશ જતાં પહેલાં તમારે ઈન્કમટેક્સ ક્લિયન્સ સર્ટિફિકેટ આપવા ફરજિયાત રજૂ કરવું પડશે. આ સમાચાર સાંભળતાની સાથે જ લાખો ભારતીયો જે વિદેશ જવાની તૈયારીઓ કરી રહ્યાં હતા તેમના છાતીના પાટિયા બેસી ગયા છે. ત્યારે શું છે સાચી હકીકત? શું ખરેખર સરકારે આવો કોઈ નિયમ લાગૂ કર્યો છે? કે પછી આઈટી ક્લિયરન્સ સર્ટિના નામે બજારમાં ફરતી થઈ છે કોઈ અફવા? જાણો વિગતવાર આ અહેવાલમાં...
આઈટી દ્વારા લેવાયો કડક નિર્ણય?
ઈન્કમટેક્સની ચોરી કરીને લોકો થઈ રહ્યાં છે વિદેશ ફરાર. તેથી આવા ભેજાબાજોને ઝડપી પાડવા માટે સરકાર કડક પગલાં લઈ રહી હોવાની વાતો ચર્ચામાં છે. આઈટીમાં ભોપાળુ વાળુને ફરાર થતા ભેજાબાજોને રોકવા માટે નવો નિયમ લવાયો હોવાની વાતો પણ ચર્ચામાં છે. જેમાં હાલ સોશિયલ મીડિયા પર એવો મેસેજ વહેતો થયો છેકે, દેશ છોડીને જતાં પહેલા ઇન્કમટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
સરકારના નવા કાયદા હેઠળ પહેલી ઓક્ટોબરથી આ રીતે વિદેશ મોકલાતા પૈસા માટે ઇન્કમટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવું પડસે તેવી વાતો વહેતી થઈ હતી. બિઝનેસ ટુર પર જતાં હોય કે પછી ફરવા માટે જતાં હોય અથવા તો પણ શૈક્ષણિક હેતુ માટે જતાં હોય દરેકે આઈટીનું ક્લિયરન્સ સર્ટિ લેવું પડશે એવા સમાચારો હાલ વહેતા થયા છે. શું છે તેની સાચી હકીકત તે પણ જાણી લઈએ...
આ માત્રને માત્ર એક અફવા છેઃ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે સ્પષ્ટતા કરી છેકે, વિદેશ જતાં દરેકે ઇન્કમટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપવા ફરજિયાત નથી. આ માત્ર એક અફવા છે. આ વાતમાં કોઈ તથ્ય નથી. બજેટ ૨૦૨૪ રજૂ કરતી વેળાએ કાયદામાં કરવામાં આવાલા સુધારા પછી એવી વાતો ફેલાઈ છે કે દેશમાંથી બહાર જતાં પહેલા દરેક નાગરિકે ઇન્કમટેક્સ ક્લિયરન્સસર્ટિફિકેટ રજૂ કરવું પડશે. આ વાત સદંતર ખોટી છે, આ વાત તથ્યોથી સાવ વેગળી અને પાયાવિહોણી છે. જે કરદાતા ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપ્યા વિના જ વિદેશ ભાગી ગયા હશે તો તેમને દંડ કરવામાં આવશે. તેમ જ ભવિષ્યમાં પ્રવાસ કરતાં અટકાવવામાં આવશે તેવી વાતો ફેલાઈ હતી. તેમને વિમાનમાં બેસવા જ દેવામાં આવશે નહિ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે