Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Black Magic: નજરદોષ, મેલી વિદ્યા, જાદૂ-ટોના જેવી વસ્તુઓમાં આજે પણ કેટલાક લોકો માને છે. આવી ક્રિયાઓ લોકોના જીવનમાં સંકટ લાવવા માટે કરવામાં આવે છે. કેટલીક રાશિઓ હોય છે જેમના પર આવી ક્રિયાની અસર ઝડપથી થઈ જાય છે.
Trending Photos
Black Magic: ઘણા લોકો કહેતા હોય છે કે તેમના કામ બનતા બનતા બગડી જાય છે, અનેક પ્રયત્નો કર્યા પછી પણ સફળતા નથી મળતી, ઘરમાં વારંવાર કોઈને કોઈ બીમાર પડી જાય છે, કારણ વિના ઘરમાં લડાઈ ઝઘડા થઈ જાય છે... આ પ્રકારની ઘટનાઓ બને તેની પાછળ નકારાત્મક ઉર્જા જવાબદાર હોય છે. ઘરમાં અને લોકોના જીવનમાં ફેલાયેલી નકારાત્મકતા પાછળ કુંડળીના ગ્રહ દોષ, વાસ્તુદોષ, નજર દોષ કે પછી જાદુ-ટોના જેવી ક્રિયાઓ પણ જવાબદાર હોઈ શકે છે. આજના સમયમાં ઘણા લોકો તને અંધશ્રદ્ધા માને છે તો કેટલાક લોકો માને છે કે આવું સાચે પણ થઈ શકે છે. ઘણી વખત નકારાત્મક ઉર્જા હોય તેવી જગ્યાએથી પસાર થવાથી અથવા તો નકારાત્મક વસ્તુના સંપર્કમાં આવી જવાથી આવી ઘટનાઓ કોઈ પણ વ્યક્તિ સાથે બનવા લાગે છે.
કયા લોકો પર ઝડપથી થાય છે મેલી વિદ્યાની અસર?
જે રીતે પોઝિટિવ એનર્જી હોય છે તે રીતે નેગેટિવ એનર્જી પણ હોય છે. નકારાત્મક ઉર્જા વ્યક્તિને અલગ અલગ રીતે નુકસાન કરી શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે જાતકો ઉપર રાહુ અને કેતુની દશા ચાલતી હોય અથવા તો સાડાસાતી, ઢૈયા કે મંગળની દશા ચાલતી હોય તે લોકો પર નકારાત્મક ઉર્જા ઝડપથી અસર કરે છે.
સામાન્ય રીતે કર્ક, વૃશ્ચિક, મીન અને કન્યા રાશિના લોકોને પણ નજર ઝડપથી લાગી જાય છે અને તેમના પર નકારાત્મક ઊર્જાની અસર પણ ઝડપથી થવા લાગે છે.
મેલી વિદ્યાના પ્રભાવના લક્ષણો
- જો કોઈ વ્યક્તિને અચાનક જ ધન હાની થવા લાગે અને મનમાં અચાનક જ ભય ઉભો થઈ જાય તો તે નકારાત્મક ઊર્જાની અસર થઈ હોવાનો સંકેત હોઈ શકે છે.
- જો કોઈ વ્યક્તિના ચહેરા પરથી તેજ ખતમ થઈ જાય અને તે હંમેશા બીમાર અને નિરાશ રહેવા લાગે તો સમજી લેવું કે તેને નજર લાગી ગઈ છે.
- ઘણી વખત વ્યક્તિનો ચહેરો કાળો અથવા તો પીળો દેખાવા લાગે છે અને આંખ લાલ દેખાવા લાગે છે તેવું પણ નકારાત્મક શક્તિઓના કારણે હોઈ શકે છે.
- જો કોઈ વ્યક્તિ સાથે સતત ખરાબ ઘટનાઓ જ બનતી હોય તો તેને કુંડળીનું વિશ્લેષણ કરાવવું જોઈએ. જો કોઈ ગ્રહની ખરાબ દશા ચાલતી હોય તો યોગ્ય ઉપાય પણ કરવા જોઈએ.
- કરિયરમાં સમસ્યા અને વેપારમાં વારંવાર નુકસાન થવું પણ નકારાત્મક ઊર્જાના કારણે હોઈ શકે છે. સારામાં સારો ચાલતો વેપાર પણ અચાનક જ બંધ થઈ જાય અને નુકસાન થવા લાગે તો તે નજર તો જ હોઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે