Gold Rate Today: સસ્તું સોનું ખરીદવાની શાનદાર તક! જવા દેશો તો પસ્તાશો, આજે ગગડીને ક્યાં પહોંચ્યું સોનું...ચેક કરો લેટેસ્ટ રેટ

Gold Price Today: કોમોડિટી બજારમાં સતત સુસ્તી જોવા મળી રહી છે. સોનામાં આજે (ગુરુવાર 22 ઓગસ્ટ)ના રોજ ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે શરાફા બજારમાં પણ સુસ્તીનો માહોલ છે.

Gold Rate Today: સસ્તું સોનું ખરીદવાની શાનદાર તક! જવા દેશો તો પસ્તાશો, આજે ગગડીને ક્યાં પહોંચ્યું સોનું...ચેક કરો લેટેસ્ટ રેટ

કોમોડિટી બજારમાં સતત સુસ્તી જોવા મળી રહી છે. સોનામાં આજે (ગુરુવાર 22 ઓગસ્ટ)ના રોજ ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે શરાફા બજારમાં પણ સુસ્તીનો માહોલ છે. ભારતીય વાયદા બજાર અને શરાફા બજારમાં સોનાના ઘટેલા ભાવોએ ગ્રાહકોને જાણે રાહત આપી છે. જો તમે પણ સોનું લેવાનું વિચારતા હોવ તો એકવાર વાયદા બજાર અને શરાફા બજારના ભાવ ખાસ ચેક કરી લો.

વાયદા બજારમાં ભાવ
ભારતીય વાયદા બજાર (MCX)માં સોનામાં આજે 200 રૂપિયા ઘટીને 71,630 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યો. ગઈ કાલે સોનું 71,830 પર ક્લોઝ થયું હતું. ચાંદી આ દરમિયાન 213 રૂપિયાના ઘટાડા સાથે 84,650 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી. જે કાલે 84,863 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.  

શરાફા બજારમાં આજના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે સુસ્તી સાથે જોવા મળ્યું અને 2 રૂપિયા ઘટીને ભાવ 71,717 રૂપિયા પર પહોંચ્યો છે. ગઈ કાલે પણ સોનું ગગડીને 71,719 પર ક્લોઝ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ પણ ઘટીને 65,693 રૂપિયા પર પહોંચ્યો છે. બીજી બાજુ ચાંદીમાં પણ 130 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને ભાવ 84,783 પ્રતિ કિલોગ્રામ પહોંચ્યો છે. જે કાલે 84,913 પર ક્લોઝ થયો હતો. 

For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE

— IBJA (@IBJA1919) August 22, 2024

આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઓલ ટાઈમ હાઈ પાસે સ્થિર  ચાલી રહ્યું હતું. સ્પોટ ગોલ્ડ 0.1% ચડીને 2,516 ડોલરની આસપાસ જોવા મળ્યું. જ્યારે આ અગાઉ તે 2,531 ડોલરના રેકોર્ડ હાઈ પર પહોંચ્યુ હતું. યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.1% ચડીને 2,547 ડોલર પર હતું. 

ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news