Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની

Zucchini: કાકડી જેવી દેખાતી ઝુકિની માર્કેટમાં સરળતાથી મળવા લાગી છે. આ શાક ખાલી કાકડી જેવું દેખાય છે. બાકી તેને ખાવાની રીત કાકડી કરતાં અલગ હોય છે. આજે તમને ઝુકિનીને કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય તે જણાવીએ. 

Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની

Zucchini: એક્ઝોટિક વેજીટેબલમાંથી એક જુકીની માર્કેટમાં સરળતાથી મળે છે. ઝૂકિની બહારથી કાકડી જેવી જ દેખાય છે. પરંતુ મોટાભાગના લોકોને ઝુકિનીનો ઉપયોગ કેવી રીતે કરવો તે ખબર નથી હોતી. ઝુકિની હેલ્થને પણ ફાયદો કરે છે. પણ ઝૂકિનીને કાકડીની જેમ ખાઈ શકાતી નથી. જો તમને પણ ઝુકિની ટ્રાય કરવી છે તો આજે તમને તેની 4 સરળ રીત જણાવીએ. આ 4 રીત અપનાવીને તમે ઝૂકીને ડાયટમાં સામેલ કરી શકો છો. 

ઝુકિનીનું શાક 

ઝુકિનીમાંથી શાક બનાવવું સરળ છે. સૌથી પહેલા તેને પાણીથી સાફ કરી ટુકડામાં કાપી લો. ત્યાર પછી એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં જીરું, ડુંગળી, લસણ, આદુ અને લીલા મરચાં ઉમેરો. બધી જ વસ્તુ બરાબર સંતળાઈ જાય પછી તેમાં ટમેટાની પ્યુરી ઉમેરો. ટમેટાનું પાણી બળી જાય પછી તેમાં ઝુકિની, લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને હળદર ઉમેરો. છેલ્લે તેમાં સ્વાદ અનુસાર નમક ઉમેરો. તેમાં થોડું પાણી ઉમેરો અને 5 મિનિટ માટે ઝુકિનીને પકાવો. 

ઝુકિનીનું રાયતુ 

ઝુકિનીમાંથી રાયતું પણ બનાવી શકાય છે. તેના માટે ઝુકિનીને ખમણી લો અને પછી તેમાં દહીં મિક્સ કરો. દહીંમાં સ્વાદ અનુસાર નમક ઉમેરો. સાથે જ તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી મિક્સ કરો. હવે આ દહીંમાં ઉપરથી રાઈ અને લીમડાનો વઘાર ઉમેરી દો. છેલ્લે તેમાં ઝીણા સમારેલા ધાણા ઉમેરી સર્વ કરો. 

ઝુકિની ભાજી 

ઝુકિનીમાંથી ભાજી બનાવી સૌથી સરળ છે. તેના માટે ઝુકિનીને રાઉન્ડ શેપમાં કાપી લો. હવે એક પેનમાં થોડું બટર ગરમ કરો અને તેમાં લસણની પેસ્ટ ઉમેરો. લસણમાં ઝુકિની ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે તેમાં ઉપરથી મીઠું અને મરી પાવડર ઉમેરો. ઝુકિની બરાબર કુક થઈ જાય પછી તેને ગરમાગરમ સર્વ કરો. 

ઝુકિની અને મગનું સૂપ

ઝુકિની અને લીલા મગનું સૂપ પણ ટેસ્ટી બને છે. તેના માટે મગને પલાળીને પછી બાફી લો. ઝુકિનીને પણ ઝીણી સમારી લો અને પેનમાં બટર મૂકીને સાંતળી લો. હવે અન્ય એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં લસણની પેસ્ટ ઉમેરો અને ઉપરથી બાફેલા મગ અને ઝુકિની એડ કરી દો. તેમાં જરૂર અનુસાર પાણી ઉમેરી બરાબર ઉકાળો. સુપ બરાબર ઉકળી જાય પછી તેમાં મરી પાવડર અને મીઠું ઉમેરો. ગરમાગરમ સૂપ સર્વ કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news