Horror Movie: હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર જ રહેશે
Horror Movie: ઓટીટી પર હોરર-થ્રિલર ફિલ્મો જોવાનું લોકોને પસંદ છે. સાઉથથી લઈ હોલીવુડની ફિલ્મ લોકો વધારે જોવાનું પસંદ કરે છે. જો તમને પણ આવી ફિલ્મ જોવી ગમે છે તો આજે તમને એક ખતરનાક ફિલ્મ વિશે જણાવીએ. આ ફિલ્મ ચાલશે ત્યાં સુધી તમારો જીવ પણ અદ્ધર રહેશે.
Trending Photos
Horror Movie: તમે પણ આજ સુધીમાં ઘણી બધી હોરર અને સસ્પેન્સથી ભરપૂર ફિલ્મો જોઈ હશે. પરંતુ આજે તમને એક એવી ફિલ્મ વિશે જણાવીએ જે જોયા પછી તમને બીજી ફિલ્મો નબળી લાગશે. આ ફિલ્મ જ્યાં સુધી સ્ક્રીન પર ચાલશે ત્યાં સુધી તમારો જીવ પણ સતત અધ્ધર રહેશે. આ ફિલ્મ જોતી વખતે તમે જે અનુભવ કરશો તેવો અનુભવ આજ સુધી તમને કોઈ પણ ફિલ્મએ કરાવ્યો નહીં હોય. જો તમે પણ ઓટીટી પર હોરર સસ્પેન્સ ફિલ્મો જોવાનું પસંદ કરો છો તો આ ફિલ્મ તમારે એકવાર તો જોવી જ જોઈએ.
આ ફિલ્મમાં એક એવું શહેર દેખાડવામાં આવ્યું છે જ્યાં જીવતા રહેવું હોય તો એકદમ ચુપ રહેવું જરૂરી છે. જો જરા પણ અવાજ થાય તો સીધું મોત મળે. એક સોય પડે તેનો અવાજ આવે તો પણ જીવ જઈ શકે છે. જે ફિલ્મની વાત અહીં થઈ રહી છે તેનું નામ છે ક્વાઇટ પ્લેસ. આ ફિલ્મના ત્રણ પાર્ટ અત્યાર સુધીમાં રિલીઝ થઈ ગયા છે. આ એક અમેરિકી હોરર ફિલ્મ છે. આ ફિલ્મનો પહેલો પાર્ટ 2018 માં રિલીઝ થયો હતો.
શું છે ફિલ્મની સ્ટોરી ?
ફિલ્મ ક્વાઈટ પ્લેસની સ્ટોરી એક એવી દુનિયામાં સેટ છે જ્યાં કેટલાક વિચિત્ર પ્રાણીઓની એન્ટ્રી થઈ છે. આ પ્રાણીઓ ઘાતક છે અને અવાજ સાંભળતા જ આક્રમક થઈ જાય છે. જો એક પત્તું પણ હલે કે સોય પણ પડે તો આ પ્રાણીઓ તેના પર અટેક કરી દે છે. ફિલ્મમાં એક પરિવાર દેખાડવામાં આવ્યો છે જેને પોતાની રોજની જિંદગી શાંતિથી જીવવી પડે છે. આ પરિવાર આ ભયાનક સ્થિતિમાં પોતાની જાતને કેવી રીતે બચાવે છે તે ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે.
ક્વાઈટ પ્લેસ ફિલ્મના અત્યાર સુધીમાં 3 પાર્ટ રિલીઝ થયા છે. ફિલ્મનો પહેલો પાર્ટ 2018 માં રિલીઝ થયો હતો જ્યારે બીજો પાર્ટ 2020 માં રિલીઝ થયો. ફિલ્મનો પહેલો અને બીજો પાર્ટ એકબીજાથી જોડાયેલા છે. જ્યારે આ ફિલ્મનો ત્રીજો પાર્ટ 2024 માં રિલીઝ થયો હતો. આ ફિલ્મની સ્ટોરી પહેલા અને બીજા પાર્ટ કરતાં અલગ છે. આ ફિલ્મ તમને નેટફિક્સ પર જોવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે