India-US Ties: અમેરિકા માટે ભારતનો સાથ કેમ ખુબ જરૂરી છે? અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકને આપ્યો જવાબ
અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે અમેરિકા અને ભારતે આપસી હિતો ઉપરાંત હિંદ-પ્રશાંત ક્ષેત્રના વિકાસ માટે પણ કામ કર્યું છે. બ્લિંકને કહ્યું કે કોરોના મહામારીના પડકારો દરમિયાન પણ અનેક ક્ષેત્રોમાં બંને દેશોની ભૂમિકા પ્રશંસનીય રહી છે.
Trending Photos
વોશિંગ્ટન: અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે અમેરિકા અને ભારતે આપસી હિતો ઉપરાંત હિંદ-પ્રશાંત ક્ષેત્રના વિકાસ માટે પણ કામ કર્યું છે. બ્લિંકને કહ્યું કે કોરોના મહામારીના પડકારો દરમિયાન પણ અનેક ક્ષેત્રોમાં બંને દેશોની ભૂમિકા પ્રશંસનીય રહી છે.
ભારત-અમેરિકા શિક્ષણ સહયોગ(India-US Education Collaboration) ને લઈને હાવર્ડ યુનિવર્સિટીમાં બોલતા બ્લિંકને કહ્યું કે 21મી સદીની સમસ્યાઓના સમાધાન માટે બંને દેશો વચ્ચેની ભાગીદારી ખુબ મહત્વપૂર્ણ અને પ્રાસંગિક છે. મને ભરોસો છે કે અમેરિકા-ભારત વચ્ચે રણનીતિક ભાગીદારી પણ જરૂરી છે.
આ આયોજનમાં ભારતના વિદેશમંત્રી ડો. એસ જયસંકર પણ સામેલ થયા હતા. તેમણે ત્યાં ભારતીય વિદ્યાર્થીઓ અને તે રિસર્ચર્સસાથે પણ વાત કરી જેમણે અમેરિકામાં કામ કર્યું છે. આ આયોજનમાં અમેરિકી વિદેશમંત્રીએ એમ પણ કહ્યું કે અમે ભાગ્યશાળી છીએ કે અમેરિકામાં લગભગ બે લાખ ભારતીય વિદ્યાર્થીઓ અમારી યુનિવર્સિટીઓમાં ભણી રહ્યા છે, જે પોતાના જ્ઞાનથી અમારી સંસ્થાઓ અને નાગરિકોને સમૃદ્ધ બનાવવામાં પોતાની ભૂમિકા નિભાવી રહ્યા છે. અમે જોઈએ છીએ કે અનેક અમેરિકી વિદ્યાર્થીઓ ફૂલબ્રાઈટ કે ગિલમેન ફેલોશિપ જેવા કાર્યક્રમોના માધ્યમથી ભારતમાં ભણી રહ્યા છે અને કામ પણ કરે છે.
Glad to join @ECA_AS Satterfield and my friend @DrSJaishankar at @HowardU today to discuss our joint effort on education and skill development with Indian and American students and educators. These deep people-to-people ties are central to the strong link between our nations. pic.twitter.com/IvZpCQuZo1
— Secretary Antony Blinken (@SecBlinken) April 13, 2022
ટુ પ્લસ ટુ સમિટ દરમિયાન આયોજન
ભારતીય વિદેશમંત્રી એસ જયશંકર અને રક્ષામંત્રી રાજનાથ સિંહ ભારત-અમેરિકા વચ્ચે ટુ પ્લસ ટુ મંત્રીસ્તરીય વાર્તા માટે અમેરિકામાં છે. હાવર્ડ યુનિવર્સિટીમાં 21મી સદીના પડકારો પર ચર્ચા આ સમિટ દરમિયાન થયું. અત્રે જણાવવાનું કે બાઈડેનના અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને દેશો વચ્ચે આ પહેલી ટુ પ્લસ ટુ મંત્રીસ્તરની વાતચીત છે. જેમાં અમેરિકા તરફથી સમિટની મેજબાની વિદેશમંત્રી બ્લિંકન અને રક્ષામંત્રી ઓસ્ટિન લોયડ કરી રહ્યા છે.
અભ્યાસ અધવચ્ચે છોડીને પાછા ફરેલા વિદ્યાર્થીઓને ભારતમાં એડમિશન મળશે કે નહીં? જાણો AICTE એ શું કહ્યું?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે