Migraine: માઈગ્રેન હોય તેણે આ 5 વસ્તુઓ ન ખાવી, ખાધાની થોડી જ વારમાં દુખાવાથી ફાટવા લાગશે માથું
Food To Avoid In Migraine: માઈગ્રેનમાં અસહ્ય માથાનો દુખાવો થાય છે. માઈગ્રેનનો દુખાવો ખાવાપીવાની કેટલીક વસ્તુઓના કારણે વધી શકે છે. જેમને માઈગ્રેન હોય તેમણે આ 5 વસ્તુઓ ખાવાની ભુલ ક્યારેય ન કરવી.
Trending Photos
Food To Avoid In Migraine: માઈગ્રેન માથાના દુખાવાનો એક પ્રકાર છે. માઇગ્રેનમાં માથાનો કોઈપણ એક ભાગ અસહ્ય રીતે દુખે છે. માઇગ્રેનની તકલીફ હોય તેમને માથાના દુખાવાની સાથે ઉલટી, ઉબકા અને અવાજ પ્રત્યેની સંવેદનશીલતા વધી જાય છે. માઇગ્રેનનો દુખાવો હોય ત્યારે બોલવામાં પણ તકલીફ પડે છે અને મૂડ સ્વીંગ પણ થાય છે. માઇગ્રેનના કારણે માથું, ગરદન, સ્નાયુ પણ દુખવા લાગે છે.
માઇગ્રેનનું સૌથી વધારે જોખમ મહિલાઓને હોય છે. માઈગ્રેન થવાનું કારણ ફેમિલી હિસ્ટ્રી, અનહેલ્ધી લાઈફ સ્ટાઈલ અને વાતાવરણ પણ હોય છે. આ સમસ્યાનો કોઈ ઈલાજ નથી તેથી માઈગ્રેનના લક્ષણોને કંટ્રોલ કરવા માટે ખાવા પીવામાં પરેજી રાખવી જરૂરી છે. આજે તમને 5 એવી વસ્તુ વિશે જણાવીએ જે માઈગ્રેનના દુખાવાને ટ્રિગર કરે છે. આ પાંચ વસ્તુનું સેવન કરવાથી અસહ્ય રીતે માથું ફાટવા લાગે છે. જે લોકોને માઈગ્રેન હોય તેમણે આ પાંચ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.
કૈફીન- આમ તો કૈફીન માથાના દુખાવાથી રાહત અપાવે છે, પરંતુ વધારે માત્રામાં કૈફિનનું સેવન કરવાથી માઈગ્રેનનો દુખાવો ટ્રિગર પણ થઈ જાય છે.
આલ્કોહોલ - માઇગ્રેનને ટ્રીગર કરનાર સૌથી સામાન્ય ડ્રીંક આલ્કોહોલ છે. લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી માથાના દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.
ચોકલેટ- ચોકલેટમાં કેફીન અને બીટા ફેલાઈલેથેલામાઈન હોય છે. આ બંને વસ્તુ માઈગ્રેનને ટ્રિગર કરે છે તેથી ચોકલેટ ખાવામાં પણ સાવધાની રાખવી.
ડુંગળી - ડુંગળી ખાવાથી પણ કેટલાક લોકોને માઈગ્રેનનો દુખાવો થઈ શકે છે. ડુંગળીમાં એવા યૌગિક હોય છે જે બ્લડ ફ્લોને ઇફેક્ટ કરે છે જેના કારણે માથાનો દુખાવો થઈ શકે છે.
પિનટ બટર - પિનટ બટરનું સેવન કરવાથી પણ માઈગ્રેનની તકલીફ વધી શકે છે. તેથી તેને સાવધાની પૂર્વક ઉપયોગમાં લેવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે