બુમરાહ-શમી નહીં... ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે આ ખૂંખાર બોલર, અચાનક એન્ટ્રીની પૂર્વ ક્રિકેટરની ભવિષ્યવાણી
Champions Trophy 2025: ટીમ ઈન્ડિયાની તાકાત કહેવામાં આવતા મોહમ્મદ શમી કે જસપ્રિત બુમરાહની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાની મોહમ્મદ સિરાજની કમાન સંભાળે છે. પરંતુ ખરાબ પ્રદર્શનના કારણે સિરાજને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ તેમ છતાં તે ટૂર્નામેન્ટમાં રમતા જોવા મળી શકે છે.
Trending Photos
Champions Trophy 2025: ટીમ ઈન્ડિયાની તાકાત કહેવામાં આવતા મોહમ્મદ શમી કે જસપ્રિત બુમરાહની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાની મોહમ્મદ સિરાજની કમાન સંભાળે છે. પરંતુ ખરાબ પ્રદર્શનના કારણે સિરાજને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ તેમ છતાં તે ટૂર્નામેન્ટમાં રમતા જોવા મળી શકે છે. પરંતુ તેમ છતાં તે ટૂર્નામેન્ટમાં રમતા જોવા મળી શકે છે. આ અમે નહીં પરંતુ પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાનું કહેવું છે. તેમણે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીની ફિટનેસ પર શંકા વ્યક્ત કરી છે.
શમીની નથી થઈ રહી વાપસી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાની ટીમમાં સ્ટાર બોલર મોહમ્મદ શમીને સામેલ કરવામાં આવ્યો છે. લગભગ દોઢ વર્ષ બાદ શમીના વાપસીની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝ માટે તેની પસંદગી કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી શમી બે T20 મેચની પ્લેઈંગ ઈલેવનમાં જોવા મળ્યો નથી. જ્યારે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલ બુમરાહની ફિટનેસ પર કોઈ અપડેટ જોવા મળ્યું નથી. આવી સ્થિતિમાં આકાશ ચોપરાએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સિરાજની હાજરીની પુષ્ટિ કરી છે.
આકાશ ચોપરાએ શું કહ્યું?
આકાશ ચોપરાએ કહ્યું કે, 'શમી વિશે ભૂલી જાવ. હું બુમરાહ વિશે પણ જાણતો નથી. અમે જે ટીમ પસંદ કરી છે તેમાં એક ફાસ્ટ બોલર છે જે ફિટ અને ઉપલબ્ધ છે (અર્શદીપ સિંહ). બાકીના બે વિશે મારી પાસે કોઈ માહિતી નથી. જો તેમાંથી એક પણ આઉટ થશે તો સિરાજ આપોઆપ ટીમમાં આવી જશે. મને લાગે છે કે સિરાજે તેના જૂતાની સ્પાઇક્સમાંથી ગંદકી સાફ કરવી જોઈએ અને સંપૂર્ણ રીતે તૈયાર રહેવું જોઈએ કારણ કે મને લાગે છે કે તે ચેમ્પિયન્સ ટ્રોફી રમી શકે છે.
શમી નથી રમ્યો મેચ
ચોપરાએ વધુમાં કહ્યું કે, 'અત્યાર સુધી શમી એક પણ મેચ રમ્યો નથી અને બુમરાહ કદાચ એક વનડે રમશે. પરંતુ ગયા વર્ષે આ જ મહિનાઓ દરમિયાન અમે ઘણી વખત જોયું કે બુમરાહની પસંદગી કરવામાં આવી હતી પરંતુ પછી તેને બહાર કરી દેવામાં આવ્યો હતો. તે સંપૂર્ણપણે ફિટ અને ઉપલબ્ધ નહોતો. હું તેમની સ્થિતિ જાણતો નથી (બુમરાહ અને મોહમ્મદ શમી બન્ને), માહિતી અત્યારે ઉપલબ્ધ નથી... પરંતુ સિરાજ કોઈક રીતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સ્થાન મેળવવામાં સફળ થશે.
19મી ફેબ્રુઆરીથી શરૂ થશે
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયા 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. 23 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે પાકિસ્તાન મેગા ઈવેન્ટ માટે પોતાની ટીમ કેવી રીતે પસંદ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે