ડિજીટલ યુગમા ગુજરાતની મોટી છલાંગ, ગિફ્ટ સિટીમાં શરૂ થયું AI સેન્ટર ઓફ એક્સલન્સ
Centre of Excellence for Artificial Intelligence : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ કરાવ્યો... A.I. ઈનોવેશન ચેલેન્જની મુખ્યમંત્રી શરૂઆત કરાવી... A.I. અને IOT લેડ સોલ્યુશન તથા સ્ટાર્ટઅપમાં ઇનોવેટિવ સોલ્યુશન્સના અર્લી એડોપ્શન માટેના ૧૦ એવોર્ડ્સ MSMEને એનાયત કર્યા
Trending Photos
Gift City News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતમાં A.I. ક્ષેત્રમાં આ સેન્ટર મહત્વપૂર્ણ થિન્ક ટેન્ક તરીકે ઉભરી આવશે. રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને માઇક્રોસોફ્ટ વચ્ચે ગિફ્ટ સિટીમાં A.I. સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે જુન-૨૦૨૪માં થયેલા MOUની ફળ શ્રુતિ રૂપે આ સેન્ટર કાર્યરત થયું છે. આ સેન્ટરમાં મશીન લર્નિંગ, કોગ્નિટિવ સર્વિસીસ અને ચેટ બોટ સર્વિસ જેવી મુખ્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેક્નોલોજીના વિવિધ ક્ષેત્રોના સફળ પાયલોટ પ્રોજેક્ટ્સનું રોલઆઉટ અને વિવિધ તાલીમ કાર્યક્રમો યોજાશે.
એટલું જ નહિ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સેન્ટર નાગરિકોને અસરકારક, સમયબદ્ધ સેવા પહોંચાડવા, મૂળભૂત સ્તરે નવીનતાને પ્રોત્સાહન આપીને અને ઉત્પાદન, હેલ્થકેર અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં ટેક્નોલોજીકલ પ્રગતિને વેગ આપીને સરકાર અને ઉદ્યોગ એમ બંને માટે વિસ્તૃત સાથ સહકાર પણ પ્રદાન કરશે. માત્ર ૭ જ મહિનાના ટૂંકા સમયમાં આ સેન્ટર કાર્યરત થતા વડાપ્રધાનની ‘જે કહેવું તે કરવું’ની કાર્યપ્રણાલી થઈ છે તેમ પણ ઉમેર્યું હતું.
આ સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆત સાથોસાથ મુખ્યમંત્રીશ્રીએ ઈનોવેશન ચેલેન્જનું પણ લોન્ચિંગ કર્યું હતું. એમણે A.I. અને IOT લેડ સોલ્યુશન તથા સ્ટાર્ટઅપમાં ઇનોવેટિવ સોલ્યુશન્સના અર્લી એડોપ્શન માટેના ૧૦ એવોર્ડ્સ MSMEને એનાયત કર્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ફ્યુચરિસ્ટિક વિઝનથી નિર્માણ થયેલા દેશના પ્રથમ ફાઇનાન્સસિયલ ટેકસીટી ‘ગિફ્ટ સિટી’માં સતત નવા ઇનોવેશન ઉમેરી રહ્યા છીએ. A.I. સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજી આધારિત વિકાસનું હબ બનાવવાની દિશામાં એક મોટું કદમ છે. ‘યહી સમય હે, સહી સમય હે’ના વડાપ્રધાનશ્રીએ આપેલા ધ્યેય મંત્રને ટેકનોલોજી યુક્ત નવીનતા સભર અભિગમથી વિશ્વ સાથેની સ્પર્ધામાં અગ્રેસર રહીને યુવાશક્તિ સાકાર કરે છે તેની પણ ભૂમિકા આપી હતી.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, ગિફ્ટમાં ઇનોવેશન હબની શરૂઆત પછી આજે ખૂબ ટૂંકા સમયમાં A.I. સેન્ટર ઓફ એક્સલન્સ નો પ્રારંભ થયો છે. આ સેન્ટર સ્ટાર્ટઅપ્સ અને ઇન્ડસ્ટ્રી વચ્ચે મહત્વપૂર્ણ સેતુ તરીકે કામ કરશે અને A.I. ટેકનોલોજી સેક્ટરમાં નોલેજ ગેપ પૂર્ણ કરશે.
આ ઉપરાંત નવા સોલ્યુશન્સ બનાવવા માટેના એક્સપર્ટસ, પ્રોફેશનલ્સ અને સ્ટાર્ટઅપ્સને એક મંચ પર લાવનારી ઇકો સિસ્ટમ પણ ઊભી થશે એવો વિશ્વાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દર્શાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ A.I. ટેકનોલોજી જન જન સુધી પહોંચે તે માટે ‘સબકા સાથ સબકા વિકાસ’ના ધ્યેયને ટેકનોલોજી સાથે જોડીને “A.I. ફોર ઓલ”ના મંત્ર સાથે આગળ વધવાની નેમ રાખી છે. આ માટે ઇન્ડિયા A.I. મિશન કાર્યરત થયું છે તથા વડાપ્રધાનશ્રીએ A.I.ને ‘એસ્પિરેશનલ ઈન્ડિયા’ ગણાવી યુવાશક્તિના ટેલેન્ટ પૂલ માટે નવા અવસરો ખોલ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં A.I. દ્વારા આરોગ્ય, કૃષિ, શિક્ષણ અને ઉદ્યોગોના પડકારોના ઉકેલ લાવીને ગુડ ગવર્નન્સ માટે ગુજરાત A.I. ટાસ્ક ફોર્સની રચના સરકારે કરી છે.
ઇન્ડિયા AI મિશન અને સેમિકન્ડક્ટર મિશન થકી ગુજરાત રિવોલ્યુશન ઈન સેમિકન્ડક્ટર ટેક્નોલોજીમાં અગ્રણી રાજ્ય બન્યું છે. ગિફ્ટ સિટીના MD અને CEO શ્રી તપન રે એ ગિફ્ટ સિટીના વિઝન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં ફાઈનાન્સ, બેન્કિગ, ઈન્સોયરન્સ, માર્કેટ રિસર્ચ, ફિનટેક, એર ક્રાફટ લિઝીંગ અને AI ડેટા સેન્ટર જેવા ક્ષેત્રોમાં દેશ-વિદેશની અનેક અગ્રણી કંપનીઓ પોતાનો વ્યવસાય કરી રહી છે. ભારત સરકારના ઈલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય, ગુજરાત સરકાર અને AI ક્ષેત્રે કાર્યરત વૈશ્વિક કંપનીઓના સહયોગથી આજે શરૂ થનાર 'AI સેન્ટર ઓફ એકસલેન્સ' ગિફ્ટ સિટીના વિઝનમાં વધારો કરી રહ્યું છે.
સ્ટાર્ટ અપ દ્વારા AI અંતર્ગત હેલ્થકેર ક્ષેત્રે દર્દીઓને મેડીકલ આસિસ્ટન્સ મળી રહે, અનાજની યોગ્ય ગુણવત્તા ચકાસવા, નાણાકીય સુવિધાઓના ભવિષ્યનું ઘડતર, સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીસ માટે સીમલેસ ડિજિટલ પેમેન્ટ જેવા વિષયો પર પ્રેઝેનટેશન આ ઉદઘાટન સમારોહમાં આપવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ હેલ્થ અને અગ્રીકલ્ચર સેક્ટરમાં A.I. એડોપ્શનના એક્સપિરિયન્સ ઝોનની મુલાકાત લીધી હતી. આ સમારોહમાં તજજ્ઞ વક્તાઓ દ્વારા ડિજિટલ ટ્રાન્સફોર્મેશન યુગમાં AIનો ઉપયોગ, ઈનોવેશન સ્પોટલાઇટમાં ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ માટે AI ચેટબોટ તથા સ્ટાર્ટ અપ, ઇન્ડસ્ટ્રી અને એકેડેમીઆ માટે AI ઇકોસિસ્ટમ જેવા વિવિધ વિષયો પર ચર્ચા-પરામર્શ થયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે