Spice: રસોડાના આ 7 મસાલા અડધો ડઝનથી વધુ રોગની છે દવા, જાણો કયો મસાલો કયા રોગમાં ઉપયોગી
Spice: ભારતીય રસોઈમાં વપરાતા મસાલા ભોજનનો સ્વાદ વધે તે માટે જ નથી. આ મસાલા ભોજનને સ્વાદિષ્ટ બનાવવાની સાથે શરીરને સ્વસ્થ પણ રાખે છે. અલગ અલગ વાનગીમાં અલગ અલગ મસાલા વપરાતા હોય છે. આજે તમને શરીર માટે દવાની જેમ કામ કરતા મસાલા વિશે જણાવીએ.
Trending Photos
Spice: ભારતીય ભોજનમાં જે મસાલાનો ઉપયોગ થાય છે તે સ્વાસ્થ્યવર્ધક પણ હોય છે. અલગ અલગ વાનગીમાં અલગ અલગ મસાલાનો ઉપયોગ થતો હોય છે. કેટલીક વાનગીઓમાં ખાસ પ્રકારના મસાલા ઉમેરવામાં આવે છે જેથી તેનો સ્વાદ પણ વધે અને તે વસ્તુ શરીરને ગુણ પણ કરે. કેટલીક વસ્તુઓમાં ખાસ મસાલા એટલે પણ ઉમેરવામાં આવે છે કે તે સ્વાસ્થ્યને નુકસાન ન કરે. એવું કહેવું ખોટું નહીં હોય કે ભારતીય મસાલા ઔષધીય ગુણોથી પણ ભરપૂર હોય છે. ભોજનનો સ્વાદ વધારવાની સાથે આ મસાલા ભોજનને સ્વાસ્થ્યવર્ધક પણ બનાવે છે.
ઘરના રસોડામાં આમ તો અલગ અલગ પ્રકારના અનેક મસાલાનો ઉપયોગ થાય છે પરંતુ 7 એવા મસાલા છે જે 1 નહીં પરંતુ અનેક બિમારીઓને શરીરથી દૂર રાખે છે. આ મસાલાનો ઉપયોગ કરવાથી શરીર નિરોગી રહે છે. તો ચાલો તમને જણાવીએ 7 ઔષધી જેવા મસાલા વિશે અને સાથે જ તે કયા રોગને દૂર કરે છે તેના વિશે પણ.
ઔષધી સમાન ભારતીય મસાલા
હિંગ
હિંગની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પાચન સંબંધિત સમસ્યાને દૂર કરવાનો ગુણ ધરાવે છે. એસીડીટી, ગેસ અને પાચનની અન્ય સમસ્યાઓને દૂર કરવામાં હિંગ મદદ કરે છે. પેટમાં અંદર સોજો કે દુખાવો હોય તો તેનાથી પણ હિંગ રાહત આપે છે.
લસણ
લસણનો સ્વાદ થોડો તીખો હોય છે અને તેની સુગંધ તીવ્ર હોય છે. ભોજનને સ્વાદિષ્ટ અને ચટપટું બનાવતું લસણ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. લસણ એવો મસાલો છે જે બેડ કોલેસ્ટ્રોલ, નબળી ઇમ્યુનિટી, ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ, બ્લડ પ્રેશર સહિતની સમસ્યાઓમાં લાભ કરે છે.
કાળા મરી
કાળા મરીનો ઉપયોગ ભારતીય રસોઈમાં વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. કાળા મરી શ્વાસ સંબંધિત રોગોમાં અને અલગ અલગ પ્રકારના સંક્રમણમાં રાહત આપે છે. કાળા મરીનું સેવન શરદી, ઉધરસમાં પણ ફાયદો કરે છે.
જીરું
રોજની રસોઈમાં સૌથી વધુ વપરાતો મસાલો જીરું છે. જીરું ભોજનનો સ્વાદ વધારે છે અને સાથે જ પાચન ક્રિયાને પણ સુધારે છે. જીરાનું પાણી રોજ પીવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.
તમાલપત્ર
તમાલપત્ર અલગ અલગ વિટામિનથી સમૃદ્ધ હોય છે. તે ઇમ્યુનિટી બુસ્ટ કરે છે. તમારી પત્રની ચા સાઈનસ તેમજ બંધ નાકની સમસ્યાથી રાહત આપે છે. તમાલપત્રમાં એવા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે ફ્રી રેડીકલ્સથી લડે છે અને ત્વચાને થતા નુકસાનથી બચાવ કરે છે.
જાવંત્રી
જાવંત્રીમાં એન્ટિ વાયરલ અને એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે. જાવંત્રીનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. આ મસાલો ડાઈજેશન સિસ્ટમને પણ હેલ્ધી રાખે છે.
લાલ મરચું
લાલ મરચું બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેમાં કેપ્સાસીન નામનું તત્વ હોય છે જે મેટાબોલિઝમને તેજ કરે છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. રિસર્ચ અનુસાર કેન્સરથી બચાવ અને સાઇનસની તકલીફમાં પણ લાલ મરચું ફાયદો કરે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે