Baldness Remedy: બીટથી દૂર થાય છે ટાળની સમસ્યા? બસ આ રીતે કરો ઉપયોગ
Baldness problem: જો તમે ટાલિયાપણા (Baldness) નો શિકાર થઇ ચૂક્યા છો, તો ચિંતાની કોઇ વાત નથી. તેના લક્ષણો વિશે ખબર પડતાં જ યોગ્ય સમય પર સારવાર કરવામાં આવે તો ઘણી હદ સુધી આ સમસ્યા પર કાબૂ મેળવી શકાય છે. એવામાં ખાસ કરીને હેરપેકનો ઉપયોગ કરી તમે ફરીથી પોતાના વાળને મેળવી શકો છો.
Trending Photos
Beetroot removes baldness problem: બીટ ના ફક્ત તમારી ત્વચા પરંતુ વાળને પણ સુંદર, ચમકદાર અને મજબૂત બનાવવામાં મદદગાર છે. તેની સબ્જીની ખાસ વાત એ છે કે જો તમે ટાલિયાપણાનો શિકાર છો તો તમે બીટના ખાસ હેર પેકનો ઉપયોગ કરી શકો છો.
કેવી રીતે બનાવશો બીટનો હેર પેક?
બીટ હેર પેકનું નામ સાંભળતાં જ કેવી રીતે બનશે, કેટલો ટાઇમ લાગશે, એવા પ્રશ્નોથી પરેશાન થવાના બદલે તમે અમે બતાવેલી રીત વડે બીટનો માસ્ક (How To Make Beetroot Hair Mask) બનાવી શકો છો.
હેર પેકની સામગ્રી
આ ખાસ હેર પેકને બનાવવા માટે તમારે બીટના અડધા કપ જ્યૂસ સાથે જ બે મોટી ચમચી આદુનો જ્યૂસ અને 2 મોટી ચમચી જેતૂનના તેલની જરૂર પડશે.
હેર પેક કેવી બનાવશો?
બીટ હેર પેક બનાવવા માટે તમે સૌથી પહેલાં એક બાઉલ લો અને તેમાં અડધો કપ બીટનો જ્યૂસ નાખો. ત્યારબાદ તમે તેમાં બે મોટી ચમચી આદુનો જ્યૂસ નાખો. ચમચી વડે હલાવ્યા બાદ તમે તેમાં તાત્કાલિક બે ચમચી જેતૂનનું તેલ મિક્સ કરો. હવે ફરી એકવાર તમે હલાવો એટલે મિશ્રણ સારી રીતે મિક્સ થઇ જાય. લો બસ તૈયાર થઇ ગયો તમારો બીટનો હેર પેક.
આ રીતે મળશે ચમત્કારી ફાયદો
મેડ ઇન હોમ બનાવવામાં આવેલા બીટ હેર પેકને તમે તમારા વાળ અને પૂરી સ્કેલ્પ પર સારી રીતે લગાવી શકો છો. બે મિનિટ માટે તેને આમ જ છોડી દો. ત્યારબાદ તમે હળવા હાથ વડે પોતાના માથાની ત્વચા અને વાળમાં બંનેની મસાજ કરો. પછી અડધા કલાક સુધી આ પેકને લગાવીને રાહ જુઓ આ દરમિયાન તમે તમારા ઘરના રોજિંદા કામ અથવા મ્યૂઝિક વગેરે સાંભળી શકો છો. જેવી ત્રીસ મિનિટ પુરી થઇ જાય તમે નોર્મલ પાણી વડે તમારા વાળને ધોઇ લો. સારા પરિણામ માટે તમે આ સ્પેશિયલ હેર પેકને અઠવાડિયામાં બે વાર લગાવો. તેનાથી તમારું ટાળિયાપણું અને હેર ફોલ બંનેની સમસ્યામાંથી છુટકારો મળી જશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી. અહીં આપવામાં આવેલી જાણકારીનો ઉપયોગ કરતાં પહેલાં પોતાના ડોક્ટરની અવશ્ય સલાહ લો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે