Fatty Liver: પેટની આસપાસ ચરબી વધવાથી વધે છે નોન આલ્કોહોલિક ફેટી લિવરનું જોખમ, જાણી લો બચાવના ઉપાય

Fatty Liver: નોન આલ્કોહોલિક ફેટી લીવરની તકલીફ ખરાબ લાઈફસ્ટાઈલ અને ખરાબ આહારના કારણે થાય છે. નોન આલ્કોહોલિક ફેટી લીવરના કારણે લીવર ડેમેજ થવાનું સૌથી મોટું જોખમ હોય છે.  

Fatty Liver: પેટની આસપાસ ચરબી વધવાથી વધે છે નોન આલ્કોહોલિક ફેટી લિવરનું જોખમ, જાણી લો બચાવના ઉપાય

Fatty Liver: માણસના શરીરના જરૂરી અંગોમાંથી એક લીવર પણ છે. પરંતુ જ્યાં સુધી લિવર સંબંધિત સમસ્યાઓ ન થાય ત્યાં સુધી લોકો તેનું ધ્યાન રાખતા નથી. લીવર શરીરને ફિટ રાખવાનું કામ કરે છે. સામાન્ય રીતે લીવર સંબંધિત સમસ્યા દારૂ પીવાના કારણે થાય છે કારણ કે દારૂ લીવરનો સૌથી મોટો દુશ્મન છે. પરંતુ દારૂ વિના પણ લીવર સંબંધિત ગંભીર સમસ્યા એટલે કે ફેટી લીવરની તકલીફ થઈ શકે છે. નોન આલ્કોહોલિક ફેટી લીવર એક રોગ છે જેમાં દારૂ પીધા વિના પણ લીવરની આસપાસ ફેટ જમા થઈ જવાના કારણે લીવરની તકલીફ થાય છે. નોન આલ્કોહોલિક ફેટી લીવરની તકલીફ ખરાબ લાઈફસ્ટાઈલ અને ખરાબ આહારના કારણે થાય છે. નોન આલ્કોહોલિક ફેટી લીવરના કારણે લીવર ડેમેજ થવાનું સૌથી મોટું જોખમ હોય છે. 

શું છે નોન આલ્કોહોલિક ફેટી લીવર ? 

નોન આલ્કોહોલિક ફેટી લીવરમાં લીવરની આસપાસ ચરબી જામવા લાગે છે. જેનું કારણ વધારે વજન, મેટાબોલિક સિન્ડ્રોમ અને ઇન્સ્યુલિન રઝીસ્ટન્સ હોય છે. ફેટી લીવરની સારવાર જો સમયસર ન કરવામાં આવે તો લીવર પર સોજો આવી જાય છે અને લીવર ડેમેજ થવાનું જોખમ પણ વધે છે. 

વધારે પડતું ફેટ એટલે કે ચરબી લીવરને ખરાબ કરે છે. જો લીવર સંબંધિત આ ગંભીર બીમારીને ટાળવી હોય તો વજન ઘટાડવું મહત્વપૂર્ણ છે. વજન ઘટાડવા માટે આહાર અને વ્યાયામ પર સૌથી વધુ ધ્યાન આપવું જોઈએ. 

ફેટી લીવર માટે ડાયટમાં કરો આ ફેરફાર 

વધારે વજન ફેટી લીવર બીમારીનું કારણ બને છે. ખાસ કરીને પેટની આસપાસ વધતી ચરબી લીવર માટે હાનિકારક છે. તેનાથી બચવા માટે જે લોકોનું વજન વધારે હોય તેમણે શરીરનું વજન ધીરે ધીરે ઘટાડવું જોઈએ. જો પેટ અને કમરની આસપાસ જ ચરબી વધી હોય તો ભોજનમાં આ પ્રકારના ફેરફાર કરીને વજન ઘટાડવાની શરૂઆત કરવી. 

ડાયટમાં કરો આ ફેરફાર 

- આહારમાં ફેટની માત્રા કંટ્રોલ કરો. ખાસ કરીને ટ્રાન્સ અને સેચ્યુરેટેડ ફેટથી બચો. 

- આહારમાં ઓમેગા 3 ફેટી એસિડ, બદામ, એવોકાડો, ઓલિવ ઓઇલનો સમાવેશ કરો. 

- વધારે માત્રામાં કાર્બોહાઈડ્રેટ લેવાનું ટાળો. 

- પેકેટમાં મળતા ફૂડ, મીઠાઈ અને ઠંડા પીણાનું સેવન કરવાનું ટાળો. 

આહારમાં ફેરફાર કરવાની સાથે જીવનશૈલીમાં ફેરફાર કરવા પણ જરૂરી છે. લીવરને હેલ્ધી રાખવું હોય અને નોન હલ્કોહોલિક ફેટી લીવરથી બચવું હોય તો દિવસમાં ઓછામાં ઓછી 30 મિનિટ કોઈપણ પ્રકારની એક્સરસાઇઝ કરવાનું રાખો. 30 મિનિટ દરમિયાન યોગ, વોકિંગ સાયકલિંગ જેવી એક્સરસાઇઝ કરી શકાય છે. ફક્ત 30 મિનિટની એક્સરસાઇઝથી ફેટી લીવરથી લઈને ડાયાબિટીસમાં પણ ફાયદો થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news