Sore Throat: ચોમાસામાં થતો ગળાનો દુખાવો દુર કરવા અજમાવો આ આયુર્વેદિક ઉપચાર, ગણતરીની મિનિટમાં ખુલી જશે ગળું
Ayurvedic Remedies For Sore Throat: ચોમાસામાં સતત બદલતા વાતાવણમાં શરદી, ઉધરસ, ગળામાં દુખાવો અને તાવ જેવી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. તેવામાં ગળામાં થતા દુખાવાને દૂર કરવા માટે તમે કેટલા ઘરેલુ ઉપચાર કરી શકો છો. આ ઘરેલુ ઉપચાર કરવાથી ગળામાં થતી બળતરા અને દુખાવાની તકલીફ દૂર થાય છે. તો ચાલો તમને જણાવીએ એવા આયુર્વેદિક ઉપાયો વિશે ઝઘડાની તકલીફ તુરંત જ દૂર કરે છે.
Trending Photos
Ayurvedic Remedies For Sore Throat: ભારતના લગભગ દરેક રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ચોમાસાની શરૂઆત સાથે જ લોકોને ગરમીથી તો રાહત મળી ગઈ છે પરંતુ આ ઋતુ દરમિયાન રોગચાળો પણ વધવા લાગ્યો છે. ખાસ કરીને શરદી, ઉધરસ, ગળામાં દુખાવો અને તાવ જેવી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય રોગનું સંક્રમણ પણ વધી જાય છે. ચોમાસામાં સતત બદલતા વાતાવરણમાં ગળામાં દુખાવો થવાની તકલીફો સૌથી વધુ જોવા મળે છે.
ગળામાં થતા દુખાવાને દૂર કરવા માટે તમે કેટલા ઘરેલુ ઉપચાર કરી શકો છો. આ ઘરેલુ ઉપચાર કરવાથી ગળામાં થતી બળતરા અને દુખાવાની તકલીફ દૂર થાય છે. તો ચાલો તમને જણાવીએ એવા આયુર્વેદિક ઉપાયો વિશે ઝઘડાની તકલીફ તુરંત જ દૂર કરે છે.
આ પણ વાંચો:
મીઠાના પાણીના કોગળા
ગળામાં આવેલા સોજા અને દુખાવાને દૂર કરવા માટે એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી મીઠું ઉમેરીને તેના વડે કોગળા કરવા જોઈએ. દિવસમાં બે થી ત્રણ વખત આવું કરશો તો ગળાના દુખાવાથી રાહત મળી જશે.
તુલસીનો ઉકાળો
તુલસીનો ઉકાળો પીવાથી પણ ગળાની તકલીફથી આરામ મળે છે. તેના માટે એક કપ પાણીને ઉકાળવા મૂકો અને તેમાં તુલસીના પાન ઉમેરી દો. 10 થી 15 મિનિટ સુધી પાણી ઉકળે પછી તેને ગાળી અને તેમાં લીંબુનો રસ મિક્સ કરી પીવાનું રાખો.
હળદરનો ઉપયોગ
ગળામાં દુખાવો થતો હોય તો કોગળા કરવાના પાણીમાં હળદર ઉમેરીને તેનો ઉપયોગ કરવો જોઈએ આમ કરવાથી ગળામાં આવેલો સોજો ધીરે ધીરે દૂર થાય છે અને દુખાવો પણ મટી જાય છે.
આ પણ વાંચો:
ત્રિફળા ચૂર્ણ
ગળામાં આવેલા સોજા ને દૂર કરવા અને દુખાવાની મટાડવા માટે ત્રિફળા ચૂર્ણ પણ લઈ શકાય છે. ત્રિફળા ચૂર્ણ ને રાત્રે સુતા પહેલા ગરમ પાણી સાથે લેવાથી ગળાના દુખાવાથી રાહત મળે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે